Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨૪ જિનતત્ત્વ સાધી શકતો નથી. આસનની સ્થિરતાથી કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કાયાની સ્થિરતાથી ધ્યાનની સ્થિરતા વધે છે. ઉચ્ચતમ ધ્યાન વડે એટલે કે શુકલધ્યાન વડે જ જીવ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે. આ અર્થમાં આસનનું-ભદ્રાસનનું મહત્ત્વ છે. એટલે એને અષ્ટમંગલમાં સ્થાન અપાયું છે. દિંગબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન સિંહાસનનું છે. મસ્યયુગલ : મીન અથવા મત્સ્ય એટલે માછલી. મત્સ્યયુગલ મીનયુગ્મ, અથવા મીનમૈથુન એટલે બે માછલી. મંગલમાં આ બંને માછલીઓ પરસ્પર સન્મુખ હોય છે. ક્યારેક બંને માછલી પરસ્પર વિમુખ પણ બતાવાય છે.) આમ બંને માછલીઓને નર અને માદાના યુગલ તરીકે ગણવામાં આવે છે. મીનયુગલ સુખનું પ્રતીક છે. પ્રાગૈતિહાસિક કાળથી જનજીવનમાં માછલીનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જળચરમાં તે અગ્રગણ્ય છે. પાણીમાં તરવાની અને આ કિનારાથી સામા કિનારા સુધી તરી જવાની શક્તિ એનામાં રહેલી છે. માછલીને પાણીમાં તરતી જોવી એ રસનો વિષય બની શકે છે. માછલી બુદ્ધિશાળી પ્રાણી છે. એના ઘણા પ્રયોગો આધુનિક વૈજ્ઞાનિકોએ કરેલા છે. (કોઈક માછલીઘરમાં પ્લાસ્ટિકના મોતી જેટલા નાના દડાથી માછલીઓને રમત રમતી જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે.) આપણી બાર રાશિઓમાં એક રાશિ તે મીન રાશિ છે. ભગવાન વિષ્ણુના અવતારોમાં એક અવતાર તે મિસ્યાવતાર છે. અઢાર પુરાણોમાં એક પુરાણનું નામ મત્સ્યપુરાણ છે. આમ, આપણા સાંસ્કૃતિક વારસામાં મત્સ્યનું સ્થાન મહત્ત્વનું રહેલું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન મીનયુગલનું છે. કામદેવને સામાન્ય રીતે “મકરધ્વજ' તરીકે ઓળખાવવામાં આવે છે. મકર એટલે મગર. પણ કેટલીક વાર કામદેવને “મીન-ધ્વજ' તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જોકે એમાં ક્યારેક એક જ મીન (માછલી) હોય છે, તો ક્યારેક મીનયુગલ પણ હોય છે. જિનેશ્વર ભગવંત આગળ કામદેવે પોતાનો ધ્વજ નીચે મૂકી દીધો, એવો અર્થ પણ આ મંગલનો ઘટાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના જુદાં જુદાં અંગોમાં રેખાઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18