Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________ 128 જિનતત્ત્વ રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં “સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ “ધર્મ'ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય-અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે : ચત્તાકર મંગલં, અરિહંતા મંગલં, સાહૂ મંગલં, કેવલી પરણતો ધો મંગલમ્ !' વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છે : મંગલ ભગવાન વીરો, મંગલ ગોતમ પ્રભુ ! મંગલ સ્થૂલિભદ્રાઘા, જૈન ધમોસ્તુ મંગલમ્ | અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારે મંગલનો વિશાળ અર્થમાં એકમાં જ સમાવેશ કરવો હોય તો તે ધર્મમાં જ કરવો પડશે. એટલા માટે જ કહેવાયું છે : ધમ્મો મંગલ ઉક્કિો અહિંસા, સંજમો, તવો આમ ઉત્કૃષ્ટ મંગલ, મહામંગલ તે ધર્મ છે. એની આરાધના અહિંસા, સંયમ અને તપ દ્વારા કરવાની છે. જીવને સંસારના પરિભ્રમણમાંથી છોડાવી મોક્ષગતિ માત્ર ધર્મ જ અપાવી શકે. એટલા માટે ધર્મને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એનું વિસ્મરણ ન થાય એટલા માટે રોજેરોજની પ્રાર્થનામાં, ધર્મક્રિયાઓમાં શુભ અવસરે બોલાય છે : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે; પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયંતિ શાસનમ્. Jain Education International www.jainelibrary.org