Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 17
________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ મહામંગલ : અષ્ટમંગલ'માં જે આઠ મંગલાકૃતિઓ છે તે ભૌતિક અને આધ્યાત્મિક ઉભયરૂપે સહાયભૂત છે. પરંતુ આ આઠ મંગલ કરતાં ચડિયાતાં મંગલ મહામંગલ તે આધ્યાત્મિક મંગલ છે. એટલા માટે આ આધ્યાત્મિક મંગલોને જીવનમાં વધુ ચડિયાતું સ્થાન આપવું ઘટે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિ – અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચ વખત નમસ્કારને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. પંચપરમેષ્ઠિને વંદન-નમસ્કાર એ સર્વોચ્ચ મંગલ છે. એટલે જ નવકારમંત્રનું છેલ્લું પદ છે : મંગલાણાં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ તે દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ અને ચૂલિકાનાં ચાર પદ તે ધર્મ-એમ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ રહેલાં છે. એમાં સાચી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એ જ સર્વોત્તમ મંગલ. ધર્મતીર્થ પ્રવર્તનાર સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત, સમવસરણમાં બિરાજમા થઈ દેશના આપી અનેક જીવોને ધર્મ પમાડનાર અરિહંત ભગવાન, આઠે કર્મનો ક્ષય કરી આઠ સર્વોચ્ચ ગુણ પ્રગટાવનાર, દેહરહિત, વિશુદ્ધ આત્મસ્વરૂપ, લોકાગ્રે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં અનંતકાળ માટે બિરાજમાન, નિરંતર સ્વસ્વરૂપમાં રમણ કરનાર સિદ્ધ ભગવાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એ પંચાચારનું પાલન કરનાર, પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિનું પાલન કરનાર, છત્રીસ ગુણોથી શોભતા, ગચ્છના નાયક એવા આચાર્ય ભગવંત, અંગ અને ઉપાંગ પોતે ભણે અને બીજાને ભણાવે તથા કરણસિત્તરી અને ચરણસિત્તરીનું પાલન કરનાર, પચ્ચીસ ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય મહારાજ અને પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, સત્તાવીસ ગુણોથી શોભતા સાધુ મહારાજ-આ પંચપરમેષ્ઠિને હંમેશ નમસ્કાર કરવા એ સર્વોત્કૃષ્ટ ધર્મમંગલ છે. સર્વ પાપનો ક્ષય કરનાર તે મહામંગલ છે, પરમ મંગલ છે. માણસ જો ભાવપૂર્વક માત્ર નવકારમંત્રનું જ આલંબન કે શરણ લે તો એમાં બધાં મંગલ આવી જાય છે. નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને કરાતા નમસ્કારનું – નવકારમંત્રનું જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18