Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૨૩ વર્ધમાનની યંત્રમાં દોરેલી આકૃતિ તંત્રવિદ્યાની સાધનામાં પણ ઉપયોગી મનાય છે. કળશ : ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્ત્વ ઠેઠ પ્રાચીન કાળથી જોવા મળે છે. કુંભ મલ્લિનાથ ભગવાનનું લાંછન છે. જળથી ભરેલો કુંભ એ જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. જળ જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન છે. હિંદુ ધર્મ પ્રમાણે જળના દેવતા વરુણનો કળશ સાથે અવિનાભાવ સંબંધ છે. ઘરે ઘરે કુંભ હોય છે, જળને જીવન તરીકે ઓળખાવવામાં આવે છે. જળ શુદ્ધિનું પણ પ્રતીક છે. જળસ્નાનથી માણસ વિશદ્ધ બને છે. બેડું ભરીને સામેથી આવતી પનિહારી શુકનવંતી મનાય છે. તીર્થકર ભગવાનના જન્મ સમયે દેવો સ્નાત્ર મહોત્સવ કરે છે, ત્યારે તેઓ વિવિધ જાતિના કળશ ભરીને ભગવાનને મેરુ શિખર પર સ્નાન કરાવે છે. આમ, કળશ એ વિશુદ્ધિ અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. કોઈપણ કાર્ય પૂર્ણ થાય એટલે કળશની સ્થાપના કરવામાં આવે છે. મંદિરનું શિખર બંધાઈ રહે ત્યારે એના પર કળશ ચડાવવામાં આવે છે. જૂના વખથમાં લહિયાઓ પોથી (હસ્તપ્રતો પૂરી લખાઈ જાય ત્યારે છેલ્લે કળશની આકૃતિ દોરતા. કળશ એ પુરુષાર્થ અને પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. આથી કળશને અષ્ટમંગલમાં સ્થાન અવશ્ય મળે જ એ સ્વાભાવિક છે. એમાં કળશની આકૃતિ જુદી જુદી રીતે, ક્યારેક આંખો સાથે, જાણે મનુષ્યની મુખાકૃતિ હોય એવી રીતે દોરવામાં આવે છે. શુભ પ્રસંગે સાચા કળશની સ્થાપના થાય છે. એવા કળશ ઉપર નકશીકામ થાય છે. ચાંદીના કે સોનાના કળશ પણ બનાવવામાં આવે છે. સુવર્ણકળશ સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે. માનવદેહને ઘટ અથવા કુંભ તરીકે ઓળખવાય છે. એ આત્મજ્યોતિથી સભર છે. એટલે ઘટઘટમાં અર્થાતું રગેરગમાં ભગવાનનો વાસ છે, એમ કહેવાય છે. ભદ્રાસન : તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસી સમવસરણમાં દેશના આપે છે. સભામાં મુખ્ય આસન એ પ્રભુતાનું ઘાતક છે. વળી, આસન એ સ્થિરતાનું પ્રતીક છે. માણસ જ્યાં સુધી આસનબદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18