Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૧૨૦ જિનતત્ત્વ ભગવાન મહાવીર સ્વામીના સમયથી એની એ જ રહી છે. આ આઠ મંગલના વિશેષાર્થ વિશે આપણે જોઈએ : સ્વસ્તિક : અષ્ટમંગલમાં સૌપ્રથમ સ્વસ્તિક હોય છે. સ્વસ્તિક (એના ઉપરથી શબ્દ આવ્યો છે સાથિયો) એક ઉત્તમ મંગલ તરીકે હજારો વર્ષથી મનાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં અર્થાત્ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું સ્થાન ગૌરવવંતું રહ્યું છે. સ્વસ્તિક એટલે શુભ, મંગલ અને કલ્યાણકારી. જે સ્વસ્તિ અર્થાતું ભલું, આશીર્વાદરૂપ કરે તે સ્વસ્તિક. સ્વસ્તિકની આકૃતિ સરલ, રમણીય અને આલ્હાદક છે. સાથિયો કરવાનું નાના બાળકને પણ આવડે એવું છે. સ્વસ્તિક શુભેચ્છાનું, સ્વાગતનું પ્રતીક છે. સ્વસ્તિક ભગવાન સુપાર્શ્વનાથનું લાંછન છે. સ્વસ્તિકમાં પ્રથમ સીધી ઊભી લીટી અને પછી અધવચ્ચેથી સીધી આડી લીટી હોય છે. એ વત્તાની એટલે કે વૃદ્ધિની નિશાની છે. આ ઊભી-આડી મળીને ચાર થયેલી લીટીને છેડે ચાર પાંખિયાં દોરવામાં આવે છે. એટલે કોઈપણ ચાર વસ્તુના પ્રતિનિધિ તરીકે એને ઘટાવી શકાય. વૈદિક પરંપરામાં સ્વસ્તિક ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક તરીકે અથવા ચાર યુગ-સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સ્વસ્તિક શાંતિ અને સુખનું પ્રતીક છે. જૈન પરંપરામાં સ્વસ્તિકને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિના પ્રતીકરૂપે પણ માનવામાં આવે છે. જિન મંદિરોમાં તીર્થકર ભગવાનની દ્રિવ્યપૂજામાં ચોખાનો સાથિયો કરવામાં આવે છે. સાથિયા ઉપર ત્રણ ઢગલી કરવામાં આવે છે. ત્રણ ઢગલી તે સમ્યગુ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપી ત્રણ રત્નો છે. એની ઉપર અર્ધચંદ્રાકાર આકૃતિ કરાય છે તે સિદ્ધશિલા છે અને તેની ઉપર નાની ઢગલી તે સિદ્ધ ભગવંતો છે. જીવે એ ચાર ગતિમાંથી ત્રણ રત્નો વડે નીકળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી ત્યાં અનંત કાળ માટે વિશુદ્ધ આત્મસ્વરૂપે સ્થિર થવાનું છે. સ્વસ્તિકમાં પ્રત્યેક લીટીનું પાંખિયું જમણી બાજુ વળે એ સીધો સ્વસ્તિક છે અને તે મંગળરૂપ છે. પાંખિયાં ડાબી બાજુ વળે તો એ ઊંધો સ્વસ્તિક બને છે અને તે અમંગલરૂપ ગણાય છે. (હિટલરે આ ઊંધો સ્વસ્તિક પોતાના ચિહ્ન તરીકે સ્વીકાર્યો હતો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18