Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૧૫ બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે પરંપરાની કુલ વસ્તુઓની સંખ્યા તો એથી પણ વધી જાય છે. મંગલ વસ્તુના દર્શનમાં શ્રદ્ધા દુનિયાના અન્ય ધર્મોમાં અને આદિવાસી જાતિઓમાં પણ જોવા મળે છે. આ બધી માંગલિક વસ્તુઓમાં જે વધુ વ્યાપક રીતે પ્રચલિત રહી છે એમાંની થોડીક આ પ્રમાણે છે : સ્વસ્તિક, નંદ્યાવર્ત, કળશ, વર્ધમાનક (શરાવશકોર), દીપક, ધૂપ, દર્પણ, ચામર, છત્ર, અક્ષયપાત્ર, રત્નપાત્ર, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ભદ્રાસન, મત્સ્યયુગલ, ગજ, ગાય, વૃષભ, સિંહ, અશ્વ, કમળ, પુષ્પ, માળા, અંકુશ, ધનુષ્ય-બાણ, ગોળ, દહીં, મધ, વૃક્ષ, કુંભ, અગ્નિની જ્વાળા, કન્યા, રોચના (તિલક કરવાની સામગ્રી), કેક, શ્રીફળ, નાડાછડી, ઘી, હાર (ચક), અમુક પક્ષી અને તેનો અવાજ, અક્ષત, ફળ, ઘંટનાદ, બીજની ચંદ્રકલા, લાડુ, લાડુનું પાત્ર (મોદકપાત્ર), વાછરડા સાથે ગાય, બાળક સાથે માતા, શંખ, ચક્ર, રુદ્રાક્ષ ઇત્યાદિ મંગલમય મનાય છે. આ યાદી હજુ પણ મોટી થઈ શકે. મંગલ- માન્યતામાં જુદા જુદા ધર્મો વચ્ચે ધાર્મિક સંકુચિતતા રહી નથી. તેઓમાં પરસ્પર આદાનપ્રદાન થતું રહ્યું છે. સાક્ષાત્ મંગલ વસ્તુઓના દર્શન કરવાં એ એક વાત છે અને ઝીણી નજરે જોઈને કોઈક રેખાઓમાં મંગળ આકૃતિઓનો મેળ બેસાડવો એ બીજી વાત છે. આકાશમાં વાદળાંઓમાં, પાણીના તરંગોમાં, વૃક્ષનાં પાંદડાઓમાં, માટીના ઢગલાઓમાં, આરસ વગેરે પથ્થરના પડમાં, કાપેલા હાથીદાંતમાં, હાથપગની રેખાઓમાં શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક, દીપક, નંદ્યાવર્ત ઇત્યાદિ શુભ આકૃતિઓ માણસ શોધી કાઢે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તીર્થંકર પરમાત્માનાં અંગાગોની રેખાઓમાં આવી આકૃતિઓ જોવા મળે છે. તેમના દેહમાંથી નીકળતા પુદ્ગલ પરમાણુઓ દ્વારા આવી આકૃતિઓ રચાય છે. બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તરામાં વર્ણન છે કે તથાગત ભગવાન બુદ્ધ માટે સુજાતા જ્યારે ખીર બનાવવા દૂધ ઉકાળતી હતી ત્યારે દૂધના ઊંચા આવતા ઊભરામાં એને શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, પદ્મ વગેરે મંગલ આકૃતિઓ નિહાળવા મળી હતી. तस्मिन थल्वपि क्षीरं श्रीवत्स स्वस्तिक नन्यावर्तपम वर्द्धमानादिनी मंगल्यानि संदश्यते स्म । મનુષ્યના શરીરમાં જુદી જુદી રેખાઓની આકૃતિઓ જોવા મળે છે. પુરુષના શરીરમાં ૩૨ ઉત્તમ લક્ષણો (વ્યંજન) હોય છે અને ૮૦ નાનાં લક્ષણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18