Book Title: Maitrina Gulmoharonu Upvan Author(s): Shilchandrasuri Publisher: Surendra M Kapadia Ahmedabad View full book textPage 6
________________ એક પર્યુષણ નામની ઘટનાનું આગમન મનુષ્યનું જીવન એટલે એક લાં...બું ઘટનાચક. ઘટનાઓ વત્તા ઘટનાઓ વત્તા ઘટનાએ એટલે મનુષ્યનું જીવન. નાની ઘટનાઓ અને મોટી ઘટનાઓ; સારી ઘટનાઓ અને નબળી ઘટનાઓ; ઉન્નતિની ઘટનાઓ અને પતનની ઘટનાએ; કામની ઘટનાઓ અને નકામી ઘટનાઓ; આ યાદી હજી ઘણી લંબાવી શકાય; અને એ પૂરેપૂરી યાદી એ જ તે જીવન છે! ઘણીવાર જીવનમાં એવા પણ કેટલાક દિવસે આવે છે, જે ખુદ એક જીવતી જાગતી અને સ્વતંત્ર, વિશિષ્ટ ઘટના હોય છે. આવી સ્વતંત્ર ઘટનાઓ, કયારેક ઘણા લાંબા વખત સુધી રાહ જોવરાવ્યા પછી પણ આવે. અને ક્યારેક વળી વારંવાર પણ આવે; ક્યારેક એકલદોકલ જ ટહેલતી ટહેલતી આવી ચઢે ને કયારેક તે આવી ઘટનાઓનું બખુંય આવી ચઢે છે. એ તે જેવા જેના સંજોગ. ઘણીવાર એવું બને કે આ જીવંત ઘટનાએ સમા દિવસનું ઝુંબખું આપણું સૌના-જીવન-આંગણે ડેકિયું તે કરી જાય, પણ એ મુકામ તો તેને ત્યાં જ કરે, જેનું પ્રારબ્ધ જાગતું હોય અને જે એ ઘટનાઓની પ્રતીક્ષા કર્યા કરતે હેય. અને આ ઘટનાએ જ્યાં–જેને ત્યાં મુકામ કરે. એનું આખુંયે ઘટનાચક, એનું સમગ્ર જીવન, કેઈક અનેરી અખિલાઈથી અને પરિતૃતિથી ભર્યું ભર્યું બની જતું હોય છે. પછી એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28