Book Title: Maitrina Gulmoharonu Upvan
Author(s): Shilchandrasuri
Publisher: Surendra M Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ સાત આપણે આસ્તિક છીએ? આપણે ત્યાં જૂની પિઢી અને નવી પેઢી વચ્ચે ચાલ્યા કરતા વિવિધ સંઘર્ષોમાંનો એક મહત્ત્વનો સંઘર્ષ આસ્તિકતાનાસ્તિકતાને છે. જૂની પેઢીના મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે “આજના જુવાનિયા તે સાવ નાસ્તિક! ધર્મમાં માને જ નહિ!” તે નવી પેઢી દઢપણે માની બેઠી છે કે, “આ ઘરડા એટલે જડ, રૂઢિચુસ્ત અને વેદિયા!” આમ બને પેઢી એકબીજાને ઊતારી પાડવાની મહેનત કરતી રહે છે ને એથી બન્ને વચ્ચે એક પ્રકારના ઠડા સંઘર્ષનું વાતાવરણ જામેલું જ રહે છે. “જનરેશન ગેપ રહે છે તે કદાચ આવું જ કાંઈક હશે! આવા વિવાદો અનેકવાર અમારા જેવા સાધુઓ પાસે આવતા હોય છે, નિવેડા માટે. બાપાને લાગે કે “કરે નાસ્તિક છે, ને છોકરા વિચારતો હોય કે “બાપા ટકટકિયા છે; આ બને વચ્ચે મેળ ઊભું કરી આપવાનું પુરોહિત કાય ઘણીવાર અમારે શિરે આવી પડે છે, અને તે વખતે કયારેક તો ભારે રમૂજ પેદા થાય છે. બેમાંથી એકેયને માઠું ન લાગે તે રીતે, બન્નેને તેમની ભૂલ ક્યાં છે તે સમજાવવું અને પછી બન્ને વચ્ચેના સંઘર્ષને દર કરવાને ઉભયમાન્ય અને કાયમી ઉકેલ શોધી આપ, એ સહેલું કામ તે નથી જ આવે વખતે એક સવાલ સતત મૂંઝવતે રહેતા કે આસ્તિક કે નાસ્તિક કેને કહેવાય? આસ્તિકની સરળ છતાં સચોટ ને સહેલાઈથી સમજાય તેવી વ્યાખ્યા શી? જૂની પેઢીની માન્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28