Page #1
--------------------------------------------------------------------------
________________
સૂરિ
PR.
મૈત્રીના
ગુલમહોરોનું ઉપવન
मह
15
મુનિશીલચન્દ્રવિજ઼yog
For Private Personal
Page #2
--------------------------------------------------------------------------
________________
મૈત્રીનાં ગુલમહેારાનું ઉપવન
( પર્યુષણપર્વ વિશે આઠ લઘુ-નિબધા )
મુનિ શીલચન્દ્રવિજય
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીનેમિ-નન્દન ગ્રન્થમાળા : પુસ્તક ૮ મું
પ્રકાશક : સુરેન્દ્ર મ. કાપડિયા જૈન એડવોકેટ પ્રિ. પ્રેસ, ઘી કાંટા, જેશીંગભાઈની વાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
© સર્વાધિકાર સુરક્ષિત
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯૮૩
પ્રતિઃ ૨૦૦૦
મુદ્રક : ઝવેરી કેર્પોરેશન, ૨૧, ૩જી ફેફલવાડી, મુંબઈ-૪૦૦ ૦૦૨.
Page #4
--------------------------------------------------------------------------
________________
જીવન છે ઘટમાળ
એક પળે એ વરવી ભાસે, ખીજી પળે મધલાળ જો વરસાવે કલેશ-અગન આ, ક્રુર બનેલા કાળ; જીવનના ઉજ્જડ ખેતરમાં, તે ઊગે
કાટમાળ
સત્ત્વગુણી કા' વીરલેા છાંડે, દુનિયાની જ જાળ; તે। સુખ-દુઃખભર્યુ જીવન પણુ, મઘમઘતી ફૂલમાળ
લક્ષ્ય બનાવ તું ટોચને તારું, ધરતી પર ભલે ચાલ; ઊલટશે તુજ જીવન—દરિયે, ઉન્નતિ કેરા જુવાળ
શી. (૨૧-૧૦-૮૩)
»
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ :
પર્યુષણ નામની ઘટનાનું આગમન
સુસ્વાગતમ માનવજાત જોગ પર્યુષણને ખાસ સંદેશ પર્યુષણ પર્વ” સાથે રસપ્રદ મુલાકાત આપણું વૈજ્ઞાનિક અજ્ઞાન! આવે, આત્માને ઓળખીએ આપણે આસ્તિક છીએ? ક્ષમાનાં ગુલમહોરનું ઉપવન
આ નિબંધે પર્યુષણ-લેખમાળાના રૂપમાં અમદાવાદના દૈનિક જનસત્તામાં પ્રગટ થયા હતા. તે હવે શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ, પાયધૂની, મુંબઈની દ્રવ્યસહાયથી આ લઘુ પુસ્તિકરૂપે પ્રગટ થાય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
એક
પર્યુષણ નામની ઘટનાનું આગમન
મનુષ્યનું જીવન એટલે એક લાં...બું ઘટનાચક. ઘટનાઓ વત્તા ઘટનાઓ વત્તા ઘટનાએ એટલે મનુષ્યનું જીવન. નાની ઘટનાઓ અને મોટી ઘટનાઓ; સારી ઘટનાઓ અને નબળી ઘટનાઓ; ઉન્નતિની ઘટનાઓ અને પતનની ઘટનાએ; કામની ઘટનાઓ અને નકામી ઘટનાઓ; આ યાદી હજી ઘણી લંબાવી શકાય; અને એ પૂરેપૂરી યાદી એ જ તે જીવન છે!
ઘણીવાર જીવનમાં એવા પણ કેટલાક દિવસે આવે છે, જે ખુદ એક જીવતી જાગતી અને સ્વતંત્ર, વિશિષ્ટ ઘટના હોય છે. આવી સ્વતંત્ર ઘટનાઓ, કયારેક ઘણા લાંબા વખત સુધી રાહ જોવરાવ્યા પછી પણ આવે. અને ક્યારેક વળી વારંવાર પણ આવે; ક્યારેક એકલદોકલ જ ટહેલતી ટહેલતી આવી ચઢે ને કયારેક તે આવી ઘટનાઓનું બખુંય આવી ચઢે છે. એ તે જેવા જેના સંજોગ.
ઘણીવાર એવું બને કે આ જીવંત ઘટનાએ સમા દિવસનું ઝુંબખું આપણું સૌના-જીવન-આંગણે ડેકિયું તે કરી જાય, પણ એ મુકામ તો તેને ત્યાં જ કરે, જેનું પ્રારબ્ધ જાગતું હોય અને જે એ ઘટનાઓની પ્રતીક્ષા કર્યા કરતે હેય. અને આ ઘટનાએ જ્યાં–જેને ત્યાં મુકામ કરે. એનું આખુંયે ઘટનાચક, એનું સમગ્ર જીવન, કેઈક અનેરી અખિલાઈથી અને પરિતૃતિથી ભર્યું ભર્યું બની જતું હોય છે. પછી એના
Page #7
--------------------------------------------------------------------------
________________
ની એક ચિત, મનની
જીવનમાંથી સંતાપની ઘટનાઓ અને શુદ્ર સ્વાર્થવૃત્તિઓની ગંદકીથી ખરડાયેલી ઘટનાઓની, અનાયાસે જ, બાદબાકી થઈ જાય છે; એનું જીવન ધન્યતા અનુભવે છે.
આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે, “પર્યુષણ” નામની એક ચિત્તસંતર્પક ઘટના, આઠ આઠ દિવસના એક મસ્ત ઘટનાવૃંદની સાથે, માનવજાતની મુલાકાતાર્થે નીકળી છે, ને કયા કયા જીવનબારણે પિતાની પ્રતીક્ષા થઈ રહી છે તેની મેચણી કરી રહી છે. વધુમાં જાણવા મળે છે કે, જેના જીવનમાં અહંકાર, સ્વાર્થ, પ્રપંચ, દ્વેષ, ઈર્ષા, લોભ. કલેશકંકાસ, કુસંપ, અનીતિ જેવાં તત્ત્વ ન હોય, અથવા જે આ તને પિતાના જીવનમાંથી નાબૂદ કરવા આતુર હોય, તેના આંગણે આ ઘટનાગ્રંદને મુકામ કરવો બેહદ ગમે છે.
મિત્રો, હોશિયાર! આપણા સમગ્ર જીવનને અજવાળે એવું આ ઘટનાવૃદ, આપણું આંગણેથી રખે મેં ફેરવીને પાછું ચાલ્યું જાય ! સાવધાન!
અવસર બેર બેર નહિ આવે.........
Page #8
--------------------------------------------------------------------------
________________
એ
ઠેર ઠેર ઉજવાયેલા પયુ ષણ – પ ના સ્વાગત – સમારોહના આંખે દેખ્યા અહેવાલ
?
જગવિખ્યાત ક્ષમાપ શ્રીપર્યુ ષણ્પનું, આજ રાજ, હૃદય-માગે શુભ-આગમન થતાં, તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષો વ સમયસર આવવાના અને પૂરા આઠ દિવસનું રોકાણ કરવાના પેાતાના જુગજૂના વચન પ્રમાણે આવી પહોંચેલા પ ણુને આવકારવા માટે, માસખમણુ અઠ્ઠાઇ છઠ્ઠું-અઠ્ઠમ-પૌષધ વગેરે વિવિધ તપશ્ચર્યાએરૂપી કિંમતી આત્માલ કારાથી સુગેાભિત એવા હુજારા પશુ ષણ પ્રેમીએ હાજર રહ્યા હતા. પ ષણુ-ચાહકાના હૃદય માગ'માં, ઠેર ઠેર, ‘ભલે પધારશે પર્વાધિરાજ ’ એવું લખેલાં બેનરા તથા ધ ભાવનાની રંગબેરંગી ધ્વજાએવાળાં તારા લટકાવેલાં નજરે પડતાં હતાં. ‘પયુ ષણુ’ને તપ, ત્યાગ અને સયમ વધુ પસંદ છે એની જાણ હેાવાથી, તેમનુ સામૈયુ, મૌનના મીઠા સૂરા રેલાવતાં, ‘તપ’ અને ‘ આરાધના ’ નામનાં વિશિષ્ટ વાજિત્રો વડે કરવામાં આવ્યું હતું.
સુસ્વાગતમ્
જોકે પયુ ષણ્ના રસાલા માટે ઉતારાના બંદોબસ્ત જૈન ધમ સ્થાન'માં કરાયા હતા, આમ છતાં, પયુષણ પેવે ભાવિક
ર
Page #9
--------------------------------------------------------------------------
________________
આરાધકોના હૃદય-મદિરમાં જ રહેવાનુ નકકી કર્યુ” હતું. તેમના આ અણુકલ્પ્યા નિ યથી, તેમના લાખા ચાહકો ભારે ગેલમાં આવી ગયા હતા અને આન ક્રાતિરેકથી નાચી ઊઠવ્યા
હતા.
મેાડેથી, જૈન ઉપાશ્રયમાં ઊભા કરાયેલા ભવ્ય વ્યાખ્યાનમડપમાં, પ પણુના સ્વાગતાથે યેાજાયેલા એક જાહેર સમારામાં, સમારેાહના અધ્યક્ષ અને મુખ્ય વક્તા જૈન આચાય મહારાજે, પેાતાના સ્વાગત-પ્રવચનમાં, ત્યાં ઉપસ્થિત હજારો પર્યુ ષણ પ્રેમીને ‘પર્યુષણ’ના પરિચય આપતાં કહ્યું હતુ કે ઃ
પયુ ષણ એટલે પુણ્યનુ પાષણ. પયુ ષણ એટલે પાપનુ શેષણ. માનવીના હૈયામાં વિલસતી પવિત્રતાને પેખે અને મલિનતાને શેષે તેનું નામ પર્યુષણ. આપણે આજ સુધી આપણી પાપવૃત્તિઓને પેાષે એવાં તત્ત્વને જ આવકારતા રહ્યા છીએ ને એમાં જ આપણે જીવનની સાર્થકતા માની બેઠા છીએ. પરંતુ, આપણી, માનવજાતની, અત્યારે નરી આંખે પણ જોઈ શકાય તેવી અવનતિનું કારણ પણ આપણી આ મલિન વૃત્તિ-પ્રવૃત્તિ જ છે, એમ હું કહું તો તે વધુપડતું નથી.
*
મિત્રા! મનુષ્યને જન્મ આપણને મળ્યા છે. મને લાગે છે કે મનુષ્યજન્મનું મુખ્ય ધ્યેય જો કાઈ હાય તો તે છે સમગ્ર માનવજાતની અને એથીયે આગળ વધીને સમગ્ર જીવસૃષ્ટિની ઉન્નતિ, જે માનવ, માનવજાતની અને જીવસૃષ્ટિની ઉન્નતિ કાજે ઘેાડાક પણ કાળેા આપી શકતા નથી, તેના માનવજન્મ નિરક છે અને યાદ રાખજો મિત્રા, કે જે પેાતાના જીવનમાં પાપવૃત્તિઓને જ પાષતા રહે છે, તે કયારે ય કેાઈનીય ઉન્નતિ કરી શકતા નથી; પેાતાની પણ નહિ. જે પેાતે જ અવનતિના ખાડામાં પડતા હાય, તે ખીજાની ઉન્નતિ કેવી રીતે કરી શકે, ભલા?
જ
Page #10
--------------------------------------------------------------------------
________________
આજે આપણા ઘરઆંગણે “પયુંષણ મહાપર્વની પધરામણી થઈ છે. અહીં, આપણે બધા, આ મેં ઘેરા મહેમાનને સત્કારવા માટે એકઠા થયા છીએ. હવે, તમે સૌ જાણે છે કે જે આપણા મહેમાન હોય તેમનું મનગમતું કરવું, તેમને આનંદ આવે તે રીતે વર્તવું, એ આપણું ભારતીય-આતિથ્યભાવનાનું હાર્દ છે. તે બંધુઓ! આપણા માનવંતા મહેમાનને ગમતી પ્રવૃત્તિઓ બે છે : “તપશ્ચર્યાની અને સંયમની.” અને એમને અણગમતી પ્રવૃત્તિ માત્ર એક જ છે: “પાપવૃત્તિઓને પિષવાની”. આપ સૌને ચેતવી દેવા ચાહું છું કે જે વ્યક્તિ, પાપવૃત્તિઓને પિષવાની પ્રવૃત્તિ નહિ છેડે, તેની મહેમાનગતિ “ પર્યુષણ પર્વ નહિ સ્વીકારે, ને તેથી જ તેને “પયુંષણની આરાધનાને લાભ પણ મળી શકશે નહિ.
પાપ-વૃત્તિઓનું શમન કરવાને આપણે નિર્ણય જ, પર્યુષણ પર્વનું સાચું સ્વાગત છે. માટે મિત્રો! આપણે આજે આ નિર્ણય કરીને આપણું મહેમાનનું સાચું સ્વાગત કરીએ. બેલે પર્યુષણ મહાપર્વની જય!”
સમારોહના અંતે સૌ “ધર્મની પવિત્ર વૃત્તિઓની પ્રભાવના લઈને વીખરાયા હતા.
Page #11
--------------------------------------------------------------------------
________________
ત્રણ
માનવજાત જોગ પર્યુષણનો ખાસ સંદેશ
મારા માનવમિત્રો!
આજે હું ફરી એકવાર તમારી સેવામાં ઉપસ્થિત થયે છું. ભગવાન તીર્થકરે, જ્યારથી મારી નિયુક્તિ માનવજાતનું કલ્યાણ કરનારા પિતાના ખાસ પ્રતિનિધિ તરીકે કરી છે. ત્યારથી એટલે કે ઘણુંઘણું સૈકાઓથી, વર્ષોવર્ષ તમારી પાસે આવવામાં મને અપૂર્વ આનંદાનુભવ થાય છે. મને લાગે છે કે મારે, મારા અહીં આવવાનો હેતુ, તમારી સમક્ષ, સ્પષ્ટ કરે જોઈએ.
બંધુઓ ! આપ સૌને એ સુવિદિત છે કે, જગતની સમગ્ર પ્રાણીસૃષ્ટિનું કલ્યાણ કરવાના ધ્યેયને વરેલા ભગવાને, પિતાના જીવનકાળ દરમિયાન, અસંખ્ય પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો હતો. પણ વિશ્વવત્સલ ભગવાને જોયું કે આ સંસારમાં માનવજાતને ઉદ્ધાર કરે એ સખત પુરુષાર્થ અને ખૂબખૂબ સાવધાની માંગી લે તેવું કામ છે, કેમ કે આ માનવજાત રાગદ્રષના અતિશય ઊંડા કળણમાં, ભારે દયનીય રીતે ડૂબી ગઈ છે; હતુહીન વેરઝેર અને નિરર્થક કલેશ કંકાસમાં જ એ પરોવાયેલી રહે છે. અને એ સાવ સ્વાભાવિક છે કે, આવી પરિસ્થિતિમાં ખપી ગયેલી કેઈપણ વ્યક્તિ, આ સ્થિતિમાંથી બહાર આવવા ઈચ્છે તેય, કેઈ સબળ સહાય કે ટેકા વિના નીકળી ન જ શકે. વળી, ભગવાને પિતાની જ્ઞાનદષ્ટિથી એ પણ જોયું કે ભવિષ્યમાં, મારી ગેરહાજરીમાં પણ, અગણિત મનુષ્ય એવા હશે કે
Page #12
--------------------------------------------------------------------------
________________
જેઓ આ રાગ-દ્વેષના કળણમાંથી નીકળવા માટે તરફડતા હોય. એટલે, આવા મનુષ્યનો ઉદ્ધાર શી રીતે કરો? આ સવાલ ભગવાનની સામે ઉપસ્થિત થયે એ સાથે જ એમને મારું સ્મરણ થયું. ભગવાન તે પરમેશ્વર (Super Power) હતા તેમને માટે શું અશક્ય કે અજ્ઞેય હાય? તેમણે તરત જ મને બેલા અને માનવજાતનું કલ્યાણ કરવાનું મિશન” મને
vયું. એમના આ આદેશ અનુસાર હું સૈકાઓથી, પ્રતિવર્ષ માનવજાતની સેવા બજાવવા સમયસર ઉપસ્થિત થતો રહું છું. માનવજાતને દુઃખ, દુર્ગતિ અને દુષ્કર્મોથી બચાવવી અને તેને પરમકલ્યાણના ઉન્નત માર્ગે દોરી જવી, એ જ મારું શાશ્વત યેય છે, અને એ ધ્યેય સાથે જ હું પુનઃ એકવાર અહીં ઉપસ્થિત થયે છું.
એક વાતની સ્પષ્ટતા કરવી આવશ્યક લાગે છે હું ગમે તેવું કલ્યાણકારી યેય લઈને અહીં આવું તો પણ, તમારા એટલે કે મનુષ્ય સમાજના સહકાર વગર એ એય ભાગ્યે જ પાર પડી શકે. જે ડૂબેલે છે, તેને બહાર નીકળવું હોય તે ઉગારનારે તેને બહાર કાઢી શકે; પણ જે તેને બહાર નીકળવું જ ન હોય, તે ઉગારનારે શું કરી શકે?
મારે ભારે દુઃખ સાથે કહેવું પડે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષો થયાં, તમારે મનુષ્ય સમાજ મને બહુ જ ઓછા સહકાર આપે છે. તમારું કલ્યાણ કરવાના મારા સમર્થ પ્રયત્ન છતાં, તમે લોકો રાગ-દ્વેષ ને વેર-ઝેરના કળણમાં એવા તે ખંપી ગયા હે છે કે, તમારા ઉદ્ધાર માટેની મારી સઘળી મહેનત. મહદંશે નિષ્ફળ જ જાય છે.
બંધુઓ ! આમાં મારી બે રીતે કફોડી દશા થાય છે. એક તે તમને ન ઊગારી શક્યાનો પરિતાપ મને બાળે છે, અને બીજ, આ કારણે, ભગવાને પૂરા વિશ્વાસ સાથે મને સોંપેલા મિશનમાં આવી જતી ઊણપ પણ મને સંતાપે છે. મિત્રો!
Page #13
--------------------------------------------------------------------------
________________
મારે આજે તમને એક જ પ્રશ્ન પૂછે છે કે તમારે ખરેખર તમારું કલ્યાણ સાધવું છે કે નહિ? દુઃખ અને દુર્ગતિથી બચવું છે કે નહિ? મારે સમગ્ર ઉત્સાહ, આ પ્રશ્નના તમારા ઉત્તર પર જ અવલંબે છે, એ નક્કી માનજે. - જો તમે દુઃખ અને દુર્ગતિના ખાડામાં પડી રહેવાને અથવા પડવાને ઉત્સુક છે, તે મારે કશું કહેવાનું નથી. કેમકે એવું કરીને પડતાંને પાટુ મારવાની, મારી કરુણાવૃત્તિ મને ના કહે છે. પરંતુ જો તમે તમારું કલ્યાણ સાધવા ઈચ્છે છે, દુષ્કર્મના ઉન્માર્ગને ટાળીને સન્માર્ગે ચઢવા ઈચ્છો છો, તે , બીજું કશું જ કરવાનું નથી; તમારે માત્ર સહકારને હાથ જ લાંબે કરવાનું છે. તમે મારી દોસ્તી કરે એટલું જ મને ખપે છે. બાકીનું બધું જ હું સંભાળી લઈશ.
તે આરાધક મિત્રો! આવો, આપણે સાથે મળીને તમારું, સમગ્ર માનવ જાતનું શુભ કરીએ.
વિના સહકાર, નહિ ઉદ્ધાર.
Page #14
--------------------------------------------------------------------------
________________
ચાર
“પર્યુષણ પર્વ સાથે રસપ્રદ મુલાકાત
મુલાકાતી પ્રતિનિધિઃ આપને સૌ પયુંષણ” તરીકે ઓળખે છે, તે પર્યુષણ એટલે શું, એ સમજાવશે ?
પર્યુષણ પર્યુષણ એટલે પિતાના આત્મસ્વરૂપમાં સારી રીતે રહેવું-સ્થિર થવું. જે દિવસમાં આપણે આપણું આત્મસ્વરૂપમાં રમવાનું શીખીએ, તે દિવસનું નામ “પયુષણ.”
પ્રતિનિધિ: આત્મસ્વરૂપમાં રમવું એટલે?
પર્યુષણઃ બાહરી આળપંપાળ અને મેહ-માયાનાં બંધનેમાંથી આત્માને મુક્ત કરવાની પ્રક્રિયા
પ્રતિનિધિ પણ આત્મા છે જ એની શી સાબિતી? એ હોય તો એને મુક્ત કરી શકાય!
પર્યુષણ આત્મા છે એ નિર્વિવાદ હકીકત છે. છતાં એને વિશે સાબિતી જોઈતી હોય તે ભાદરવા શુદિ બીજના દિવસે બપોરે, ‘ગણધરવાદનું વ્યાખ્યાન સાંભળવા જજે. આત્મા વિશે બધી સ્પષ્ટતા થઈ જશે.
પ્રતિનિધિ બહેળે જનસમુદાય આપને પિતાના આરાધ્ય” માને છે. આનું શું કારણ?
પર્યુષણઃ આ પ્રશ્નનો ઉત્તર જાણતાં પહેલાં તમારે થોડીક વિગતે સમજી લેવી પડશે. જુઓ, જૈન ધર્મના પ્રણેતા ભગવાન તીર્થકર છે....
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિનિધિઃ ક્ષમા કરજે, પણ એક સવાલ વચ્ચે પૂછી લઉં તીર્થકર કેણ થઈ શકે, એ કહેશે?
પર્યુષણ: હું એજ કહી રહ્યો છું. જે વ્યક્તિના આત્માના અણુઅણુમાં વિશ્વની સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ કરવાની અદમ્ય તમન્ના અને કરુણાનો ધોધ વહે, એ વ્યક્તિ તીર્થકર બની શકે. આ અર્થમાં તીર્થકરને તમે વિશ્વના મિત્ર કહી શકો. આ તીર્થકર, જન્મે તે એક મનુષ્ય તરીકે જ, પણ પોતાના એ માનવઅવતારમાં તેઓ, દેવોને પણ અસાધ્ય એવી આત્મસાધના કરે અને આત્માના શત્રુઓને જીતે. આ શત્રુઓ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન. આ ત્રણને નાશ કરે કે તરત જ તેઓ તીર્થંકરની ભૂમિકાને પ્રાપ્ત કરે; અને એ સાથે જ તેઓ, સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ કરવાના પિતાના મહામૂલા સ્વપ્નને, મૂર્ત બનાવવાની પ્રકિયા પ્રારંભી દે છે. એમના હૈયે વ્યાપેલી કરુણા જાણે એમને કહેતી હોય છે કે, જ્યાં સુધી, એકએક પ્રાણી પિતાના આત્મશત્રઓ પર વિજય નહિ મેળવે, ત્યાં સુધી તેનું પરમ કલ્યાણ થવું શક્ય નથી, માટે જીવમાત્રને તેના આત્મશત્રુઓ સાથે લડવામાં સહાય કરે અને તેને આ લડત માટે જાગૃત કરો!
આવી પરમ કરુણાથી પ્રેરાયેલા તીર્થકર, પિતાના હયાતી કાળમાં તે અસંખ્ય પ્રાણીઓને ઉદ્ધાર કરે જ છે; પણ એમને એટલાથી સંતોષ નથી હતો, એટલે, પિતાના નિર્વાણ પછી પણ પ્રાણી કલ્યાણનું પુણ્યકાર્ય ચાલુ જ રહે એવા આશયથી, કેટલીક વિશિષ્ટ ધર્મજનાઓનું આયેાજન કરે છે. એ જનાઓ એટલે જૈન ધર્મમાં નિરૂપાયેલી વિશિષ્ટ ધર્મારાધનાઓ. એકએકથી ચડિયાતી એ જનાઓને લાભ જે લે, જેને લેતાં આવડે, તેનું કલ્યાણ થયા વિના ન રહે. આવી અનેક
જનાઓ પૈકી એકવિશિષ્ટ પેજના એટલે જ હું પર્યુષણ હવે તમે જ કહે, સમગ્ર સંસાર માટે પરમ આરાધ્ય એવા તીર્થકરે જે મારું આજન કર્યું હોય, અને તે પણ સૌના કલ્યાણને ખાતર જ, તે હું પણ સૌને આરાધ્ય કેમ ન બનું?
For Prival Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
બાબત છે કે જેને
બનાવી મૂકયે , નહિ જાણનાર
પ્રતિનિધિઃ તે શું જૈન ધર્મનું ફલક આટલું બધું વિશાળ છે? અમે તે માનતા આવ્યા છીએ કે જૈનેને અર્થાત્ એક સંકુચિત વિચારસરણી ધરાવતી નાનકડી કેમને ધર્મસંપ્રદાય તે જૈનધર્મ!
પયુંષણઃ આ એક બહુ જ દુઃખદ બાબત છે કે જેના ધર્મના પરમાર્થને નહિ જાણનારાં તમે તેને સંકુચિત બનાવી મૂકે છે! પણ વસ્તુસ્થિતિ આવી નથી. જેન ધર્મનું હાર્દ વિધવાત્સલ્ય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવું એ જૈન ધર્મનું મિશન છે. મનુષ્ય હોય કે પશુ, જૈન હોય કે જૈનેતર, સૌનું ભલું કરવું એ જ જૈન ધર્મનું દયેય છે. મિત્ર! હવેથી નોંધી રાખજો કે જૈન ધર્મ એટલે વિશ્વમત્રીને ધમ, સર્વ કલ્યાણને ધર્મ અને સંકુચિત વિચારમાં બંધાયેલો બંધિયાર સંપ્રદાય હરગીઝ નહિ
પ્રતિનિધિ : છેલલે સવાલ પૂછી લઉં. તે શું આપની (પર્યુષણની ઉપાસના જૈનેતરે પણ કરી શકે? જો હા, તે જૈનેતરો કઈ રીતે આપની ઉપાસના કરી શકે, એ અંગે કાંઈક માર્ગદર્શન આપશો?
પર્યુષણઃ અલબત્ત, કરી શકે. કઈ પણ વ્યક્તિ પર્યુષણની આરાધના કરી શકે. યાદ રહે, જે વ્યક્તિ પિતાના મનની ' મલિન વૃત્તિઓને દૂર કરે છે અને શુભ વૃત્તિઓને વિકસાવે છે, એ મારી સાચી ઉપાસના કરે છે. મનની બૂરાઈઓને દૂર ન કરનાર વ્યક્તિ, તે જૈન હોય તે પણ ક્યારેય મારી આરાધના કરી શકતી નથી.
૧૧
alionai
Page #17
--------------------------------------------------------------------------
________________
પાંચ
આપણું વૈજ્ઞાનિક અજ્ઞાન !
આજના મનુષ્ય પાસે, બે તદ્દન પરસ્પર વિરોધી ધોરણોને, એક-બીજાથી તદ્દન અલિપ્ત-સમાંતર-રીતે, સાચવવાની અને જરૂર પ્રમાણે તે બન્નેનો ઉપયોગ કરવાની, અદભુત સિદ્ધિ છે. ધર્મ અને અધર્મ-બને, સમાંતર ગતિએ જીવનમાં ચાલતાં રહે, એવી વ્યવસ્થા એણે ગોઠવી લીધી છે. હવે એને ધર્મ, એના અધર્માચરણમાં આડે નથી આવતે અને એના અધમ. ચરણને લીધે, એના ધર્મને શરમિંદા બનવું પડતું નથી. “બેવડાં ધારણને સિદ્ધાંત એને બરાબર પચી ગમે છે
વિજ્ઞાનની સાથે સાથે અજ્ઞાનને પણ વિકાસ એ સાધત રહે છે. વિજ્ઞાન અને અજ્ઞાન જેવા એકમેકનાં પરમવિરોધી તને તાલમેળ બેસાડવે, એ કઈ નાનીસૂની સિદ્ધિન ગણાય.
સામાન્ય રીતે, ભૌતિક સાધનો અને સગવડોને સર્જનારી નિપુણતાને આપણે “વિજ્ઞાન” તરીકે ઓળખીએ છીએ. એ નિપુણતાના દુરુપયોગને આપણે “અજ્ઞાન” તરીકે ઓળખીશું. ન જાણવું એ જ અજ્ઞાન, એવું નથી. જાણવા છતાં તે પ્રમાણે ન વર્તવું અથવા તે જાણકારીને ગેર ઉપયોગ કરે, તે પણ અજ્ઞાન જ ગણાય. આપણું આ અજ્ઞાન, વિજ્ઞાનની સાથે સાથે વિકસતું જાય છે એટલું જ નહિ, પણ હવે એ, વિજ્ઞાનના હાથમાં સુરક્ષિત પણ બની ચૂક્યું છે. આ વાતની સાબિતી, મેટાં શહેરેના ધોરી રાજમાર્ગોથી માંડીને નાનકડાં ગામડાંની ધળિયા શેરીઓ ઉપર, જાતજાતના ચટાકેદાર ખાણીપીણીના પદાર્થો
Page #18
--------------------------------------------------------------------------
________________
ભરેલી, ખુલી હાથલારીઓની આસપાસ, દિવસરાત જામેલી રહેતી ભીડ દ્વારા, આપણને મળી રહે છે. વિજ્ઞાન ઉપર આપણું અજ્ઞાન એટલું બધું મુસ્તાક છે કે, આ લારીઓમાં મળતા પદાર્થો, ગાણુઓ અને વિષાણુઓથી ગ્રસ્ત હેવાની પાકી, અને ઘણીવાર તે વૈજ્ઞાનિક, માહિતી હોવા છતાં, એને ગણકાર્યા વગર જ આપણે, હોંશે હોંશે એ પદાર્થોને પેટમાં ઠાંસતા રહીએ છીએ! આ પદાર્થો રોગાણુથી વ્યાપ્ત હોવાની વાતની ખાતરી કરવી હોય છે, તેમ કરવા માટે, ખાદ્યાન્ન પ્રયોગશાળા-Food Laboratory ની સગવડ, હવે તે સર્વત્ર સુલભ છે.
હટલે માં બનતી રઈ, આગલા દિવસના વધ્યાઘટ્યા એંઠવાડ ઉપરાંત અનેક જાતના કચરા અને જીવડાઓનાં કલેવરે તો ખરાં જ, પણ સાથે સાથે, એ રસોઈ બનાવનારાઓનાં મેલાંદાટ શરીરમાંથી નીતરતા ગંધાતા પરસેવાના ભેગવાળી હોય છે એવું જાણવા છતાં, એ જ હોટલોમાં જઈને, એ જ રાઈને, હોંશેહોંશે આરેગનારા મનુષ્યના વૈજ્ઞાનિક અજ્ઞાન ઉપર હસવું કે રડવું, એ હવે સમજાતું નથી. આ વિધાન અતિશયોક્તિમાં ન ખપી જાય એ માટે કેટલાક વર્તમાનપત્રોમાં છપાયેલા એક સમાચાર આપણે જોવા જોઈએ એ સમાચારમાં જણાવાયું છે કે -
યુગાંડાની આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે અને પાટનગર કંપાલામાં શેરીઓના સ્ટેલ પર વેચાતા ફળના રસ કરતાં ગટરનું પાણી પીવું કદાચ વધારે સલામતી ભર્યું છે, એમ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધિકારીઓએ જણાવ્યું હતું. પાણી અને વેચાઈ રહેલા રસ અને પીણાં ટાઈફોઈડના જતુથી ૧૦૦ ટકા પ્રદૂષિત થયેલા હતા, જ્યારે શહેરના ગટરના પાણીની તપાસમાં તે ફક્ત ૫૦ ટકા પ્રદૂષિત થયેલું જણાયું હતું.”
વિજ્ઞાન અને અજ્ઞાન એ બે સાર્વભૌમ તો છે. અમુક દેશ કે મનુષ્યનું વિજ્ઞાન જુદા માર્કોનું ને બીજાનું વળી જુદા
૧૩
cor"
Page #19
--------------------------------------------------------------------------
________________
માર્કોનું, એવું નથી.ગમેતે દેશ, સમાજ કે મનુષ્ય પાસે ભલે હોય. પણ વિજ્ઞાન તે વિજ્ઞાન જ છે અને તે એકસરખું જ હોવાનું, એવું જ અજ્ઞાનનું પણ સમજવાનું. કંપાલામાં જે અજ્ઞાન, ફળના રસ વાટે, માનવીના શરીરમાં પ્રવેશે છે, એ જ અજ્ઞાન, અહીં પણ લારીઓમાં અને હેટમાં મળતા ચટાકેદાર ખાદ્યપદાર્થો દ્વારા, અહીંના માનવીના શરીરમાં પ્રવેશતું રહે છે. એ અજ્ઞાન ક્યારેક રોગાણુ લઈને પ્રવેશે છે. કયારેક એ વિષાણુને ખેચી લાવે છે, તે કયારેક મૃત્યુનો મેળાપ પણ કરાવી આપે છે! અને છતાં, આ અજ્ઞાનને દવાખાનાંઓને સ્વાંગ સજીને બેઠેલા વિજ્ઞાનનું રક્ષણ મળતું રહે છે ત્યાં સુધી તેને આંચ આવવાની કઈ શકયતા નથી. માણસને, પોતાના વિજ્ઞાનરક્ષિત અજ્ઞાનને હોંશભેર વળગી રહેવાની બાબતે, બેવડુ ધેરણ અપનાવવાનું હજી ગનીમત નહિ લાગતું હોય કદાચ!
આ મુદ્દા પર નવેસરથી, ઉંડો વિચાર કરવાની એક સરસ તક, પર્યુષણ પર્વના રૂપમાં, સામે આવીને ઊભી છે. એ તકનો સદુપયેાગ કરી લેવામાં જ આપણો જયારે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
આવા, આત્માને આળખીએ
આત્મા” નામને કોઈ પદાર્થ આ સસારમાં અસ્તિત્વ ધરાવે છે કે નહિ એ અગે, પરમપૂજ્ય આચાય શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે, એકવાર ખૂબ જ વ્યવહારુ છણાવટ રજૂ કરી હતી. આપણે એ છણાવટને તેમના પેાતાના જ શબ્દોમાં માણીએ :
છ
6
''
લાંબી વાર્તાની જરૂર નથી. જગતમાં તમને જે વહાલામાં વહાલું હેાય એનું નામ આત્મા સમજવા, તમને દુનિયામાં વહાલામાં વહાલુ કાણુ છે? ધન? પુત્ર ? શરીર ? ઈંદ્રિય ? પ્રાણુ ? એ પહેલાં નક્કી કરી લે, એટલે બધું સમજાઈ જશે.
'
અને
જગતમાં માણસને ‘ધન' સૌથી પ્રિય છે. લક્ષ્મી બધાને વહાલી છે. એને માટે માણસ બધું ડીને પરદેશ જાય છે; ટાઢ-તડકા-વરસાદ-બધું સહન કરે છે ને પ્રભુનુ ધ્યાન પણ મૂકી દે છે. માટે સૌથી વહાલું ‘ ધન ’ છે. એ ધન કરતાં ય ‘પુત્ર’ વહાલે છે. ગમે તેટલું ધન હાય, પણ જો દીકરા માં પડ્યો હોય, એ બચે એવું ન હેાય તા ડોકટર-વૈદ્ય કહે કે ફલાણી દવા લાવવી પડશે, તે એ માટે લાખા રૂપિયા ખવાય એ તૈયાર થાય છે. એટલે નક્કી થયુ કે ધન કરતાંય ‘દીકરા’ વહાલે છે. પણ એ દીકર કરતાં ય ‘શરીર’ વહાલું હાય છે. શરીર પર જ્યારે દુ:ખ આવતું હોય ત્યારે માણસ ધન ને દીકરા બધું છેડી દે છે.
૧૫
Page #21
--------------------------------------------------------------------------
________________
એક ડેાશી હતી. એને એક દીકરા હતા. બન્ને એક ઘરમાં રહેતાં હતાં. નાનું એવું ઘર હતું ને બહાર આશરી હતી. બન્ને જણા એશરીમાં ખાટલા નાખીને સૂઈ રહે. એમાં એકવાર છેકરા માંદા પડ્યો. એટલે ડોશી હુંમેશાં પ્રભુને પ્રાર્થના કરે કે, ' હું ભગવાન ! તું મને લઈ જજે, પણ મારા દીકરાને અચાવજે, હેમખેમ રાખજે.? એમાં એક દહાડા અન્યુ. એવુ કે પડેાશીનું પાડું હતું, એ છૂટી ગયું, ને ફરતુ ફરતું ડોશીના ખાટલા પાસે આવ્યું. હવે પાડાને એવી ટેવ હાય છે કે, જે એની નજરે ચડે તે મેંમાં નાખીને ચાવે. પેલુ' પાડુ' અહીં આવ્યું, ને ડેાશીનું ગેદડુ... મેં વડે ખેંચીને ચાવવા માંડયું. ગેાદડુ ખેંચાયુ” એટલે ડોશી જાગી ગઈ. માતુ ઉઘાડીને જોયું તો પાડો ! ડારી તે ભડકી જ ગઈ કે આ તા રાજ પ્રા ના કરતી હતી, તે આજે તે યમરાજ સાચેસાચ આવ્યા લાગે છે! એ તરત જ બેઠી થઈ ગઈ, ને ખાલી હે યમરાજ ! તું ખાટલેા ભૂલ્યે લાગે છે. તું જેને માટે આવ્યે છે એ ખાટલેા તે આ મારી બાજુમાં છે’ આ બતાવે છે કે દીકરા કરતાંય ‘શરીર’ વહાલું છે.
:
•
અને શરીરમાં પણ ‘ઈં દ્રિચા’ વહુાલી છે માણસ કે’કવાર પડ્યો-આખડ્યો હોય ને એના હાથ પગ ભાંગ્યા હોય, તા કહે કે ‘હાશ, હાથપગ ભાંગ્યા તે ભલે ભાંગ્યા, પણ આંખ, કાન ને નાક તા ખચી ગયાં!' પણ આ ઇંદ્રિયા કરતાં પણ એક વસ્તુ વધારે વહાલી છે. જ્યારે માણસ માંદો પડ્યો હોય. ને એમાં એની આંખે। ગઇ હોય, કાન પણ તૂટી ગયા હોય કે જીભ કચરાઈ ગઈ હોય, તા માણસ શું બેલે છે? ‘હાશ, આંખ ગઈ તે ભલે ગઈ, પણ મારા પ્રાણ તે ખચી ગયા! આ ઉપરથી ખબર પડી જાય છે કે ઇંદ્રિયા કરતાંય પ્રાણ વધુ વહાલા છે.
આમ. લક્ષ્મીથી પુત્ર વહાલેા. પુત્રથી શરીર વહાલું. શરીરથી ઇંદ્રિયે વહાલી ને ઈંદ્રિયાથી પ્રાણ વહાલા છે. હવે એ
૧૬
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રાણ કરતાંય કઈ વહાલું ખરું? તે કહે હા. એ કેવી રીતે?
એ બતાવે. ત્યારે કહે છે: જે સાંભળ! માણસ જ્યારે માંદે પડ્યો હોય એને ને અસાધ્ય વેદના ઉપડી હોય; એ દુઃખ એવું હાય કે એને જ એની ખબર પડે; કેઇ એની વેદના લઈ ન શકે ત્યારે તમે એની પાસે જાવ તે એ શું બેલે? હવે મારો પ્રાણ જાય તો સારું!” ત્યારે પ્રાણ સૌથી વહાલો હવે, એ જાય તે સારું, એમ એ કહે છે. પણ એ પ્રાણ કેનો? તો મારો ” એટલે પ્રાણ કરતાંય, જે “મા” બોલે છે, એ કઈક વસ્તુ વધુ વહાલી છે, એ નકકી થયું. એ કહે છે, “હું તે રહું, હું ન જઉં, પણ “મા” પ્રાણ જાય! ત્યારે એ, પ્રાણુ કરતાંય એક જુદી વસ્તુ છે અને એ આપણને વહાલી છે; એનું જ નામ આત્મા છે.'
કેવી નિરાડંબર ભાષામાં કેવું ગૂઢ રહસ્ય સમજાવી દીધું છે! આ રહસ્ય સમજવાને આજે દિવસ છે. આજે ઠેર ઠેર ગણધરવાદનું વ્યાખ્યાન થશે, અને એમાં આત્મા, કર્મ, પુણ્ય, પાપ, પરલેક ને મેક્ષ જેવાં અતીંદ્રિય તનાં અસ્તિત્વની સુપેરે છણાવટ થશે - આ છણાવટ, આપણી આસ્તિકતાના દીવામાં તેલ પૂરવા સમાન બની રહો ! टि. १ वित्तात् पुत्रः प्रियः पुत्रात् पिण्डः पिण्डात्तथेन्द्रियम् ।
ખ્યિ પ્રિયા: બાળા, ઝામ્પોઝર પ્રિયઃ પરઃ ||
Page #23
--------------------------------------------------------------------------
________________
સાત
આપણે આસ્તિક છીએ?
આપણે ત્યાં જૂની પિઢી અને નવી પેઢી વચ્ચે ચાલ્યા કરતા વિવિધ સંઘર્ષોમાંનો એક મહત્ત્વનો સંઘર્ષ આસ્તિકતાનાસ્તિકતાને છે. જૂની પેઢીના મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે “આજના જુવાનિયા તે સાવ નાસ્તિક! ધર્મમાં માને જ નહિ!” તે નવી પેઢી દઢપણે માની બેઠી છે કે, “આ ઘરડા એટલે જડ, રૂઢિચુસ્ત અને વેદિયા!” આમ બને પેઢી એકબીજાને ઊતારી પાડવાની મહેનત કરતી રહે છે ને એથી બન્ને વચ્ચે એક પ્રકારના ઠડા સંઘર્ષનું વાતાવરણ જામેલું જ રહે છે. “જનરેશન ગેપ રહે છે તે કદાચ આવું જ કાંઈક હશે!
આવા વિવાદો અનેકવાર અમારા જેવા સાધુઓ પાસે આવતા હોય છે, નિવેડા માટે. બાપાને લાગે કે “કરે નાસ્તિક છે, ને છોકરા વિચારતો હોય કે “બાપા ટકટકિયા છે; આ બને વચ્ચે મેળ ઊભું કરી આપવાનું પુરોહિત કાય ઘણીવાર અમારે શિરે આવી પડે છે, અને તે વખતે કયારેક તો ભારે રમૂજ પેદા થાય છે. બેમાંથી એકેયને માઠું ન લાગે તે રીતે, બન્નેને તેમની ભૂલ ક્યાં છે તે સમજાવવું અને પછી બન્ને વચ્ચેના સંઘર્ષને દર કરવાને ઉભયમાન્ય અને કાયમી ઉકેલ શોધી આપ, એ સહેલું કામ તે નથી જ
આવે વખતે એક સવાલ સતત મૂંઝવતે રહેતા કે આસ્તિક કે નાસ્તિક કેને કહેવાય? આસ્તિકની સરળ છતાં સચોટ ને સહેલાઈથી સમજાય તેવી વ્યાખ્યા શી? જૂની પેઢીની માન્યતા
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે તે દેખીતી ધર્મક્રિયા કરે તે જ આસ્તિક ગણાય. ને નવી પેઢીને અહીં જ વધે છે. એ કહે છે કે તમે દુકાને બેસીને ગરીબાનુ શાષણ, નફા ખારી, કાળાં બજાર વગેરે અનીતિ આચરતાં અચકાતા નથી, ને છતાં થોડીક ધર્મોકિયાના આધારે પિતાની જાતને ધમી આસ્તિક ગણાવે છે, એ અમારા મગજમાં ઊતરતું નથી. જૂની પેઢી પાસે આનો જવાબ નથી, એટલે એ પિતાની વડીલશાઈ રીતે જ જુવાનિયાને ડાંટે છે. જોકે નવી પેઢીનુંય પાસું ઊજળું તે નથી જ. કેમ કે જૂની પિઢી અનીતિ આચરે છે જરૂર, પણ સાથે ધમકરણીયે છેડતી નથી. જ્યારે નવી પેઢી, ધમકરણથી તો સાવ વેગળી રહે જ છે, પણ સાથે અનીતિ અને ભ્રષ્ટાચારમાં એ, જૂની પેઢી કરતાં ય ચાર ડગલાં આગળ વધી ગઈ છે! ખેર, પણ આપણે તે એ બને એકબીજાને નાસ્તિક માનીને વર્તે છે, એનું નિરાકરણ
ધવું છે, બનેમાં આસ્તિકતાનું સમાન તત્વ કયાં છે, એ તપાસવું છે.
થોડા વખત પહેલાં શ્રી દાદા ધર્માધિકારીનું પુસ્તક વિચાર કાન્તિ” વાંચતો હતો. એમાં આ અંગે એમણે એમણે તલસ્પર્શી છણાવટ કરી છે. એમણે કહ્યું છે કે ભગવાનનું નામ કેઈન લે તેટલાથી તે નાસ્તિક કે નિરીશ્વરવાદી નથી થઈ જતું. આત્મામાં અને બ્રહ્મમાં ન માનતું હોય તે યે જે એ પારકાં દુઃખે દુઃખી થતું હોય ને પારકાં સુખે સુખી થતું હોય, અસમાનતા એનાથી સહન જ ન થતી હોય તે એ નક્કી આસ્તિક જ છે.”
કેવી મૂળગામી છે આ વ્યાખ્યા ! માત્ર જૂની-નવી પેઢીના સંધર્ષનો વ્યવહારુ ઉકેલ જ આમાં જડે છે એવું નથી. પણ આમાં તે પરલેક ને આત્મા જેવા અતીન્દ્રિય પદાર્થોની સમસ્યાનો ઉકેલ છે.
હવે જૂની પેઢીને આપણે સમજાવીશું કે, આ છોકરો ધર્મકરણી ભલે ન કરતું હોય કે ઓછી કરતે હોય, પણ
Page #25
--------------------------------------------------------------------------
________________
બીજાનાં દુઃખ જોઈને એને દૂર કરવાની ઈચ્છા–દયા તો એના હૈયામાં છે ને? એ નિર્દય ને નઠેર તે નથી થઈ ગયે ને? ને બીજાને સુખી જેઈને એના દિલમાં આનંદને બદલે અદેખાઈ તે નથી ઊગતી ને? તે જરૂર એ આસ્તિક છે. છેડેક મેડો, પણ એ ધર્મકરણી જરૂર કરશે.
નવી પેઢીને કહેવું પડશે કે, મિત્ર! તું જે દયાળુ હોય ને બીજાના સુખે સુખી થતું હોય, તે પછી ડાક સારુ તારી આસ્તિકતાને કાં અધૂરી રાખે? તું ડી ડી ધર્મકરણ કરીશ, તે તને બે લાભ થશે; એક, તારી આસ્તિકતાને ધાર્મિકતાને સોનેરી ઢેળ ચડશે ને વળી તારા વડીલોનું હૈયું પણ ઠરશે.
અને અતીન્દ્રિય તના સંદર્ભમાં આપણે વિચારીશું કે, જે વ્યક્તિ “આત્મા” નામના તત્વને ન સ્વીકારે, એ કયારેય પારકાનાં દુઃખે દુઃખી ન જ થઈ શકે, જે આત્મા જ ન હોય, તે કેઈકને મરતે રીબાતે દેખીને આપણે દુઃખી થવાને કોઈ અર્થ ખરો? એ તે મરે કે ન મરે, બધું સરખું જ લાગવું જોઈએ. આમ છતાં, કેઈની મૃત્યુપીડા આપણને દુઃખી કર્યા વિના રહેતી નથી. એથી જ નક્કી થાય છે કે “આત્મા” છે. જે મારે જીવ મને વહાલે છે, તેવો બીજાને પણ પિતાને જીવ વહાલે છે; ને મને જે સુખ ગમતું હોય, દુઃખ ન ગમતું હોય, તે બીજાને પણ સુખ જ ગમે, દુઃખ ન જ ગમે...આવી આત્મમૂલક વિચારણા-અસ્પષ્ટપણે પણ-હાય તે જ માણસ બીજાનાં દુઃખે દુઃખી ને સુખે સુખી થઈ શકે.
આ જ છે આસ્તિકતા. અને આ આસ્તિકતા જ પર્યુષણની સાથે આપણને જોડનારી સાંકળ-Link છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
આઠ
ક્ષમાનાં ગુલમહોરનું ઉપવન
એક વિદેશી વિચારકે કહેલી એક મજાની વાત હમણાં વાંચી: “નિષ્ણાતે એ નતીજા પર પહોંચ્યા છે કે કઈ પણ ભાષામાં ઉચ્ચારવામાં સહુથી મુશ્કેલ ત્રણ શબ્દો આ છેઃ મારી ભૂલ થઈ ગઈ.' આ સરસ જણાતી વાતમાં પણ મારા હિસાબે, થોડેક ઉમેરો કરવા આવશ્યક છે. હું ઉમેરીશ: મિચ્છા મિ દુકકડંની ભાષા આમાં અપવાદરૂપ છે.
મિચ્છા મિ દુક્કડં એટલે મારી ભૂલ થઈ ગઈ. મિચ્છા મિ દુક્કડ એટલે મને ક્ષમા કરે. મિચ્છામિ દુકકડે એટલે ફરી કયારેય હું ભૂલ નહિ કરું.
મિચ્છા મિ દુકકડે એ ક્ષમાની તળપદી બેલી છે. જ્યારે પર્યુષણની સાધનાને પરિપાક થાય છે, ત્યારે હૈયાંમાંથી આ બેલી આપોઆપ સરી પડે છે. ક્ષમા જ વીરનું ભૂષણ ગણાતી હોય, તો મિચ્છા મિ દુકકડ એ મર્દોની વીરબલી છે.
જાયે-અજાણ્ય, ઈચ્છાઓ કે અનિચ્છાએ. ઈરાદાપૂર્વક કે વગર–વિચાર્યું. બીજાઓનું અશુભ બોલ્યા હોઈએ, વિચાર્યું હોય કે આચર્યું હોય તે તેને લીધે અંતરતલમાં જામી ગયેલ ઈર્ષા, દ્વેષ, રીસ ને ઉદ્વેગના કચરાને ઉલેચી ઉલેચીને આજે બહાર ફેકવાનો છે; હૈયાંની સફાઈ કરવાની છે. હૈયામાં વગર પરવાનગીએ, ગેરકાયદેસર, જામી પડેલી આ કચરાની વસાહતને, આજે જડમૂળથી નાબૂદ કરવાની છે. હવે ત્યાં ક્ષમા
૨૧
Page #27
--------------------------------------------------------------------------
________________
અને મૈત્રી, પ્રસન્નતા અને સમતાનાં ગુલમહેારાનું મીઠડુ ઉપવન રચવાનું છે.
સાચુકલા હૈયામાંથી ઉગેલા મિચ્છામિ દુક્કડમાં, આ તમામ કાયવાહી એકલે હાથે કરી છૂટવાનુ' સામર્થ્ય છે.
આ અણદીઠ સામર્થ્ય ના સાચા ઉપયાગ અને ઉપભેગ આજે લાખે। જેના કરશે અને પર્યુષણને જ નહિ, પણ પેાતાના જીવનને પણ, ક્ષમા અને મૈત્રીનાં ગુલમહેારનાં મીઠાં હાસ્યથી ભર્યુ ભર્યુ મનાવી દેશે.
૨૨
Page #28
--------------------------------------------------------------------------
________________ 20