________________
જેઓ આ રાગ-દ્વેષના કળણમાંથી નીકળવા માટે તરફડતા હોય. એટલે, આવા મનુષ્યનો ઉદ્ધાર શી રીતે કરો? આ સવાલ ભગવાનની સામે ઉપસ્થિત થયે એ સાથે જ એમને મારું સ્મરણ થયું. ભગવાન તે પરમેશ્વર (Super Power) હતા તેમને માટે શું અશક્ય કે અજ્ઞેય હાય? તેમણે તરત જ મને બેલા અને માનવજાતનું કલ્યાણ કરવાનું મિશન” મને
vયું. એમના આ આદેશ અનુસાર હું સૈકાઓથી, પ્રતિવર્ષ માનવજાતની સેવા બજાવવા સમયસર ઉપસ્થિત થતો રહું છું. માનવજાતને દુઃખ, દુર્ગતિ અને દુષ્કર્મોથી બચાવવી અને તેને પરમકલ્યાણના ઉન્નત માર્ગે દોરી જવી, એ જ મારું શાશ્વત યેય છે, અને એ ધ્યેય સાથે જ હું પુનઃ એકવાર અહીં ઉપસ્થિત થયે છું.
એક વાતની સ્પષ્ટતા કરવી આવશ્યક લાગે છે હું ગમે તેવું કલ્યાણકારી યેય લઈને અહીં આવું તો પણ, તમારા એટલે કે મનુષ્ય સમાજના સહકાર વગર એ એય ભાગ્યે જ પાર પડી શકે. જે ડૂબેલે છે, તેને બહાર નીકળવું હોય તે ઉગારનારે તેને બહાર કાઢી શકે; પણ જે તેને બહાર નીકળવું જ ન હોય, તે ઉગારનારે શું કરી શકે?
મારે ભારે દુઃખ સાથે કહેવું પડે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષો થયાં, તમારે મનુષ્ય સમાજ મને બહુ જ ઓછા સહકાર આપે છે. તમારું કલ્યાણ કરવાના મારા સમર્થ પ્રયત્ન છતાં, તમે લોકો રાગ-દ્વેષ ને વેર-ઝેરના કળણમાં એવા તે ખંપી ગયા હે છે કે, તમારા ઉદ્ધાર માટેની મારી સઘળી મહેનત. મહદંશે નિષ્ફળ જ જાય છે.
બંધુઓ ! આમાં મારી બે રીતે કફોડી દશા થાય છે. એક તે તમને ન ઊગારી શક્યાનો પરિતાપ મને બાળે છે, અને બીજ, આ કારણે, ભગવાને પૂરા વિશ્વાસ સાથે મને સોંપેલા મિશનમાં આવી જતી ઊણપ પણ મને સંતાપે છે. મિત્રો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org