SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ માનવજાત જોગ પર્યુષણનો ખાસ સંદેશ મારા માનવમિત્રો! આજે હું ફરી એકવાર તમારી સેવામાં ઉપસ્થિત થયે છું. ભગવાન તીર્થકરે, જ્યારથી મારી નિયુક્તિ માનવજાતનું કલ્યાણ કરનારા પિતાના ખાસ પ્રતિનિધિ તરીકે કરી છે. ત્યારથી એટલે કે ઘણુંઘણું સૈકાઓથી, વર્ષોવર્ષ તમારી પાસે આવવામાં મને અપૂર્વ આનંદાનુભવ થાય છે. મને લાગે છે કે મારે, મારા અહીં આવવાનો હેતુ, તમારી સમક્ષ, સ્પષ્ટ કરે જોઈએ. બંધુઓ ! આપ સૌને એ સુવિદિત છે કે, જગતની સમગ્ર પ્રાણીસૃષ્ટિનું કલ્યાણ કરવાના ધ્યેયને વરેલા ભગવાને, પિતાના જીવનકાળ દરમિયાન, અસંખ્ય પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો હતો. પણ વિશ્વવત્સલ ભગવાને જોયું કે આ સંસારમાં માનવજાતને ઉદ્ધાર કરે એ સખત પુરુષાર્થ અને ખૂબખૂબ સાવધાની માંગી લે તેવું કામ છે, કેમ કે આ માનવજાત રાગદ્રષના અતિશય ઊંડા કળણમાં, ભારે દયનીય રીતે ડૂબી ગઈ છે; હતુહીન વેરઝેર અને નિરર્થક કલેશ કંકાસમાં જ એ પરોવાયેલી રહે છે. અને એ સાવ સ્વાભાવિક છે કે, આવી પરિસ્થિતિમાં ખપી ગયેલી કેઈપણ વ્યક્તિ, આ સ્થિતિમાંથી બહાર આવવા ઈચ્છે તેય, કેઈ સબળ સહાય કે ટેકા વિના નીકળી ન જ શકે. વળી, ભગવાને પિતાની જ્ઞાનદષ્ટિથી એ પણ જોયું કે ભવિષ્યમાં, મારી ગેરહાજરીમાં પણ, અગણિત મનુષ્ય એવા હશે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy