________________
મારે આજે તમને એક જ પ્રશ્ન પૂછે છે કે તમારે ખરેખર તમારું કલ્યાણ સાધવું છે કે નહિ? દુઃખ અને દુર્ગતિથી બચવું છે કે નહિ? મારે સમગ્ર ઉત્સાહ, આ પ્રશ્નના તમારા ઉત્તર પર જ અવલંબે છે, એ નક્કી માનજે. - જો તમે દુઃખ અને દુર્ગતિના ખાડામાં પડી રહેવાને અથવા પડવાને ઉત્સુક છે, તે મારે કશું કહેવાનું નથી. કેમકે એવું કરીને પડતાંને પાટુ મારવાની, મારી કરુણાવૃત્તિ મને ના કહે છે. પરંતુ જો તમે તમારું કલ્યાણ સાધવા ઈચ્છે છે, દુષ્કર્મના ઉન્માર્ગને ટાળીને સન્માર્ગે ચઢવા ઈચ્છો છો, તે , બીજું કશું જ કરવાનું નથી; તમારે માત્ર સહકારને હાથ જ લાંબે કરવાનું છે. તમે મારી દોસ્તી કરે એટલું જ મને ખપે છે. બાકીનું બધું જ હું સંભાળી લઈશ.
તે આરાધક મિત્રો! આવો, આપણે સાથે મળીને તમારું, સમગ્ર માનવ જાતનું શુભ કરીએ.
વિના સહકાર, નહિ ઉદ્ધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org