________________
આઠ
ક્ષમાનાં ગુલમહોરનું ઉપવન
એક વિદેશી વિચારકે કહેલી એક મજાની વાત હમણાં વાંચી: “નિષ્ણાતે એ નતીજા પર પહોંચ્યા છે કે કઈ પણ ભાષામાં ઉચ્ચારવામાં સહુથી મુશ્કેલ ત્રણ શબ્દો આ છેઃ મારી ભૂલ થઈ ગઈ.' આ સરસ જણાતી વાતમાં પણ મારા હિસાબે, થોડેક ઉમેરો કરવા આવશ્યક છે. હું ઉમેરીશ: મિચ્છા મિ દુકકડંની ભાષા આમાં અપવાદરૂપ છે.
મિચ્છા મિ દુક્કડં એટલે મારી ભૂલ થઈ ગઈ. મિચ્છા મિ દુક્કડ એટલે મને ક્ષમા કરે. મિચ્છામિ દુકકડે એટલે ફરી કયારેય હું ભૂલ નહિ કરું.
મિચ્છા મિ દુકકડે એ ક્ષમાની તળપદી બેલી છે. જ્યારે પર્યુષણની સાધનાને પરિપાક થાય છે, ત્યારે હૈયાંમાંથી આ બેલી આપોઆપ સરી પડે છે. ક્ષમા જ વીરનું ભૂષણ ગણાતી હોય, તો મિચ્છા મિ દુકકડ એ મર્દોની વીરબલી છે.
જાયે-અજાણ્ય, ઈચ્છાઓ કે અનિચ્છાએ. ઈરાદાપૂર્વક કે વગર–વિચાર્યું. બીજાઓનું અશુભ બોલ્યા હોઈએ, વિચાર્યું હોય કે આચર્યું હોય તે તેને લીધે અંતરતલમાં જામી ગયેલ ઈર્ષા, દ્વેષ, રીસ ને ઉદ્વેગના કચરાને ઉલેચી ઉલેચીને આજે બહાર ફેકવાનો છે; હૈયાંની સફાઈ કરવાની છે. હૈયામાં વગર પરવાનગીએ, ગેરકાયદેસર, જામી પડેલી આ કચરાની વસાહતને, આજે જડમૂળથી નાબૂદ કરવાની છે. હવે ત્યાં ક્ષમા
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org