________________
પાંચ
આપણું વૈજ્ઞાનિક અજ્ઞાન !
આજના મનુષ્ય પાસે, બે તદ્દન પરસ્પર વિરોધી ધોરણોને, એક-બીજાથી તદ્દન અલિપ્ત-સમાંતર-રીતે, સાચવવાની અને જરૂર પ્રમાણે તે બન્નેનો ઉપયોગ કરવાની, અદભુત સિદ્ધિ છે. ધર્મ અને અધર્મ-બને, સમાંતર ગતિએ જીવનમાં ચાલતાં રહે, એવી વ્યવસ્થા એણે ગોઠવી લીધી છે. હવે એને ધર્મ, એના અધર્માચરણમાં આડે નથી આવતે અને એના અધમ. ચરણને લીધે, એના ધર્મને શરમિંદા બનવું પડતું નથી. “બેવડાં ધારણને સિદ્ધાંત એને બરાબર પચી ગમે છે
વિજ્ઞાનની સાથે સાથે અજ્ઞાનને પણ વિકાસ એ સાધત રહે છે. વિજ્ઞાન અને અજ્ઞાન જેવા એકમેકનાં પરમવિરોધી તને તાલમેળ બેસાડવે, એ કઈ નાનીસૂની સિદ્ધિન ગણાય.
સામાન્ય રીતે, ભૌતિક સાધનો અને સગવડોને સર્જનારી નિપુણતાને આપણે “વિજ્ઞાન” તરીકે ઓળખીએ છીએ. એ નિપુણતાના દુરુપયોગને આપણે “અજ્ઞાન” તરીકે ઓળખીશું. ન જાણવું એ જ અજ્ઞાન, એવું નથી. જાણવા છતાં તે પ્રમાણે ન વર્તવું અથવા તે જાણકારીને ગેર ઉપયોગ કરે, તે પણ અજ્ઞાન જ ગણાય. આપણું આ અજ્ઞાન, વિજ્ઞાનની સાથે સાથે વિકસતું જાય છે એટલું જ નહિ, પણ હવે એ, વિજ્ઞાનના હાથમાં સુરક્ષિત પણ બની ચૂક્યું છે. આ વાતની સાબિતી, મેટાં શહેરેના ધોરી રાજમાર્ગોથી માંડીને નાનકડાં ગામડાંની ધળિયા શેરીઓ ઉપર, જાતજાતના ચટાકેદાર ખાણીપીણીના પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org