________________
१२२६
श्रीमहावीरचरित्रम् तहेव उस्सग्गेण ठाइस्सइ, नवरं ओहीं पउंजिऊण तस्स पुव्वभवे आभोइस्सइ। तओ एवं भणिही-'अरे नरिंदाहम! न तुमं महापउमो, न देवसेणो, न य विमलवाहणो, किं तु मंखलिपुत्तो गोसालगो तुमं, जेण निद्दड्ढा महातवस्सिणो, अच्चासाइओ निययधम्मगुरू । ता जइ रे तया सव्वाणुभूइणा मुणिवरिटेण पहुणावि होऊण पडिविघायमकुणमाणेण निरुवमं पसममवलंबिऊण तुह दुव्विलसियं सम्ममहियासियं, सुनक्खत्तमहारिसिणा वा तितिक्खियं, असेसतिहुयणरंगातुल्लमहामल्लेण महावीरेण वा खमियं तं, नो खलु अहं सहिस्सं, किं तु 'जइ एत्तो पणोल्लावेहिसि ता भवंतं सरहं सतुरयं ससारहियं नियतवतेएणं छारुक्कुरुडं काहामि।' सो य राया इमं निसामिऊण समुच्छलियपबलकोवानलो पुणोऽवि संदणग्गेण पणोल्लावेही। अह तइयवेलंपि पणोल्लिओ सुमंगलसाहू विसुमरियपसमसव्वस्सो, रथाग्रेण प्रणोदयिष्यति। सश्च मन्दं मन्दम् उत्थाय तथैव कायोत्सर्गेण स्थास्यति, नवरम् अवधिं प्रयुज्य तस्य पूर्वभवान् आभोगयिष्यति। ततः एवं भणिष्यति 'अरे नरेन्द्राऽधम! न त्वं महापद्मः, न देवसेनः, न च विमलवाहनः, किन्तु मङ्खलिपुत्रः गोशालकः त्वं, येन निर्दग्धौ महातपस्विनौ, अत्याऽऽशातितः निजधर्मगुरुः। तस्माद् यदि रे! तेन सर्वानुभूतिना मुनिवरिष्ठेन प्रभुणाऽपि भूत्वा प्रतिविघातम् अकुर्वता निरूपमं प्रशमम् अवलम्ब्य तव दुर्विलसितं सम्यग् अध्यासितं, सुनक्षत्रमहर्षिणा वा तितीक्षितम्, अशेषत्रिभुवनरङ्गाऽतुल्यमहामल्लेन महावीरेण वा क्षान्तं तत्, नो खलु अहं सहिष्ये किन्तु यदि इतः (=अधुना) प्रणोदयिष्यसि तदा भवन्तं सरथं, सतुरगं ससारथिकं निजतपोतेजसा क्षारराशिं करिष्यामि।' सश्च राजा इदं निःशम्य समुच्छलितप्रबलकोपानलः पुनरपि स्यन्दनाऽग्रेण प्रणोदयिष्यति । अथ तृतीयां वेलामपि प्रणोदितः सुमङ्गलसाधुः विस्मृतप्रशमसर्वस्वः, प्रणष्टगुरूपदेशः
લાંબી ભુજા કરીને કાયોત્સર્ગે રહેશે. ત્યારે તે રાજા તેને ઊભા થયેલા જોઇને ફરીથી રથનો અગ્રભાગ અથડાવશે. તે વખતે પણ તે મુનિ ધીમે ધીમે ઉઠીને તે જ પ્રમાણે કાયોત્સર્ગે રહેશે; પરંતુ અવધિજ્ઞાનનો ઉપયોગ આપીને તેના પૂર્વભવને જાણશે. જાણીને આ પ્રમાણે કહેશે :- “અરે! અધમ રાજા! તું મહાપદ્મ નથી, દેવસેન નથી અને વિમળવાહન પણ નથી, પરંતુ તે મખલીપુત્ર ગોશાળો છે કે જેણે મહાતપસ્વીઓને બાળી નાંખ્યા હતા, અને પોતાના ધર્મગુરુની આશાતના કરી હતી, તો અરે! જો કદાચ તે વખતે ઉત્તમ મુનિ સર્વાનુભૂતિએ સમર્થ છતાં પણ સામો ઘાત કર્યા વિના અનુપમ (અત્યંત) ઉપશમનું અવલંબન કરીને તારી દુષ્ટ ચેષ્ટાને સમ્યફ પ્રકારે સહન કરી, અથવા સુનક્ષત્ર મહામુનિએ સહન કરી, અથવા તો સમગ્ર ત્રણ ભુવનરૂપી રંગમંડપમાં કોઇની તુલ્યતા ન પામે એવા મહામલ્લરૂપ શ્રી મહાવીરસ્વામીએ સહન કરી, પરંતુ હું તો નહિ સહન કરું; તો હવે તું જો મને રથ અથડાવીશ તો હું રથ સહિત, અશ્વ સહિત અને સારથિ સહિત તને પોતાના (મારા) તપના તેજવડે રાખનો ઉકરડો (ઢગલો) કરી નાંખીશ.' આ પ્રમાણે સાંભળીને તે રાજાનો કોપાગ્નિ અત્યંત ઉછળશે, તેથી ફરીને તે રથનો અગ્રભાગ તેને અથડાવશે. આ રીતે ત્રીજીવાર અફળાવેલા તે સુમંગળ સાધુ પ્રશમરૂપી સર્વસ્વને ભૂલી જશે, ગુરુનો