________________
શ્રીદેવની કથા *
કાંપિલ્પ નામના નગરમાં શ્રીહર્ષ નામે રાજા હતો. તેને સાક્ષાત કુબેર જે શ્રીદેવ નામે પુત્ર હતો. એકદા સર્વ રાજાઓને જીતવાની ઈચ્છાથી શ્રીહર્ષ રાજા પિતાનાં સિન્ય સમૂહથી વસુધાને પણ ચલાયમાન કરતો તે દિગ્યાત્રા માટે ચાલો. પરંતુ કામરૂપ નગરને રાજા દુર્જય હેવાથી તે બંનેની વચ્ચે ચિરકાલપર્યત યુદ્ધ ચાલ્યું; પણ કેઈને જય કે પરાજય થયો નહિ. એટલે દેવોએ શ્રીહર્ષને યુદ્ધથી અટકા, તેથી તે પિતાના નગરમાં જઈ પુત્રને ૨૧જ્ય પર બેસાડી પોતે પ્રવજ્યા અંગીકાર કરી. શ્રીદેવ પણ પિતાના વૈરને સંભાળી મંત્રીઓએ અટકાવ્યા છતાં પણ હઠ કરીને તે રાજાને જીતવા ચાલ્યા. ત્યાં ચિરકાલ યુદ્ધ કરતાં પણ જય ન થતાં સૈન્યમાં ભંગાણ થયું, એટલે તે એકલો ભાગીને કોઈ મહા અટવીમાં પહોંચ્યો, કારણ કે તે વખતે તેનામાં માત્ર સ્વ૯૫ બળ રહ્યું હતું, ત્યાં તૃષાકુલ એવા તેને એક ભીલે પાણી પાયું. પછી ત્યાં વનમાં ભમતાં ભમતાં તેણે એક મહામુનિને જોયા. તે મહામુનિએ પણ તેની આગળ ધર્મનો ઉપદેશ કર્યો. અને વિશેષ કરીને નમસ્કાર મહામંત્રના પદે કહી બતાવ્યા કહ્યું છે કે
__“जो गुणइ लक्खमेगं पूएइ विहीइ जिणनमुक्कारं ।
सो तईअभवे सिज्झइ, अहवा सत्तट्टमे जम्मे" ॥१॥ અર્થા–જે ભવિક મનુષ્ય પૂર્ણ વિધિથી એકલાખ વાર નમસ્કાર મંત્રની ગણના કરે, તે ત્રીજે ભવે સિદ્ધ થાય અથવા તો સાતમે અગર આઠમે ભવે તે સિદ્ધ થાય. આ નમસ્કાર મહામંત્રનો જે એકાગ્રતાથી લાખનાર સર્વોત્તમ જાપ થાય, તો તીર્થંકર પદની પ્રાપ્તિ થાય અને મધ્યમ જાપ થાય તો ચક્રવતી પ્રમુખ સમ્રાટ પદની પ્રાપ્તિ થાય, અને સામાન્ય જાપ કરતાં પણ પ્રાણીઓને સામ્રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. માટે હે ભદ્ર ! તું પણ શઠતા રહિત થઈને જાપ કર; આટલું કહીને પુનઃ તે મુનિ શ્રીદેવને કહેવા લાગ્યા કે –“હે ભદ્ર ! આ સામે પ્રાસાદ જુએ છે ! તે પણ નમસ્કાર મહામંત્રનું ફળ છે.
પ્રથમ દેવલોકમાં હેમપ્રભ નામે એક દેવ હતો, તેણે એક સમયે કોઈક કેવલી મુનિને પુછયું કે –“હે ભગવન્! મને સમ્યકત્વ થશે કે નહિ અને હવે
* ઉપદેશ સપ્તતિકા ભાષાંતર પૃ. ૧૫૩ થી ૧૫૬