________________
૧૮૨
મહામાભાવિક નવસ્મરણ, ગુપ્ત વાત છે કાને જાય તો તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાને થએલી વાત બહાર આવતી નથી, (અને) બે કાનની વાત તો બ્રહ્મા પણ જાણી શકતા નથી.”
પછી રાજાના કાનમાં તેણે અશોકચંદ્ર રાજાના મરણને સમય કહ્યો અને આ બાબતમાં જરા પણ સંદેહ નથી. પછી રાજાએ પ્રગટપણે પૂછ્યું કે –“તેની ગાદીએ કેણ બેસશે–આવશે ?” તેણે એક ક્ષણભર ધ્યાન ધરીને કહ્યું કે –“[ હે રાજન !] તેની પછી તેના પુત્રને રાજ્ય મળશે નહિ તેમજ તેના ગેત્રમાં પણ તેનું રાજ્ય નહિ જાય; પરંતુ [પ્રિયંકર નામના વાણિયાના ] જે છોકરાને તમે લાકડાની બેડીમાં નાંખ્યો છે, તે જ પુણ્યવંતને તેનું રાજ્ય દેવતાઓ પિતે આપશે.”
રાજા બોલ્યો કે:-“હે સિદ્ધ! આવું ઢંગધડા વગરનું શું બોલે છે? તારું જ્ઞાન જાણી લીધું. અને તે વળી રાજ્યલક્ષ્મી ક્યાંથી હોય? ધન વગરના બહાર નીકળી પડેલા આ વાણિયાનું નામ પણ કઈ જાણતું નથી. જેનું પુણ્ય બલવાન હોય તેનું નામ તે સર્વત્ર પ્રસિદ્ધિમાં હોય છે.” કહ્યું છે કે –
નળરાજા, રામ, પાંડવ, જેવા પુણ્યશાળીઓનાં નામ આખા જગતમાં પ્રસિદ્ધ થાય છે, જ્યારે કેટલાકનાં નામ ઘરમાં પણ જાણીતાં હતાં નથી.”—૧૨૭
સિદ્ધ પુરૂષ બોલ્યો કે –“આમાં શંકા કરશો નહિ.” આ વાત સાચી ન લાગતી હોય, તો ગઈકાલે તમે શું ખાધું હતું તે ભેજનનાં નામ કહી દઉં,”
રાજાએ કહ્યું કે –“તું કહે.”
પછી સિદ્ધ બે કે –ઘી અને ખાંડ વાળા લાડવા અને પાંચ વડાં, મગ અને અડદની વડી, છાશ અને પાન ખાધું હતું.”—૧૨૮
આ પ્રમાણે સાંભળીને રાજાએ તે સત્ય માન્યું. એવામાં કેઈક સભામાંથી બોલ્યું કે:-“ચૂડામણિને જાણવા વાળા લોકે બની ગએલી વાર્તા જાણે છે, પરંતુ આગામી વાત તેઓ જાણી શકતા નથી.”
રાજાએ ફરીને પૂછ્યું કે –“(હે સિદ્ધ !) આજે હું શું ભજન કરીશ.”
સિદ્ધ પુરૂષે કહ્યું કે-“(હે રાજન્ !) મગનું પાણી આજે તમે જમશો અને તે પણ સાંજના સમયે.”
રાજાએ કહ્યું કે–“આ બીલકુલ અસત્ય છે. મારા શરીરે આરોગ્ય વર્તે છે અને તાવ વગેરે કાંઈ પણ નથી અથવા બધું હમણાં જ જણાઈ આવશે.” સભાના માણસને આશ્ચર્ય લાગ્યું.