________________
અજિતશાંતિ સ્તવન.
૨૧૩
સાંભળતા હાય એમ ચિત્રકારે ચીતરેલા છે, વળી ખુબીની વાત એ છે કે ચારે પુરૂના માથામાં ચેટલી પણ ચિત્રકારે ચીતરેલી છે. જે પરથી એમ અનુમાન થઈ શકે છે કે ચિત્રકાર પેાતે બ્રાહ્મણ અથવા તેા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હશે. ચિત્રની ડામી બાજુએ ચાર સ્ત્રીઓ બેઠેલી ચીતરેલી છે, જેમાં એક સ્ત્રી અને હાથની અંજલી જોડીને, બીજી સ્ત્રી જમણા હાથમાં માળા પકડીને તથા બાકીની અને સ્ત્રીના જમણા હાથમાં એકેક ફૂલ ચીતરેલું છે. અને તે ચારે સ્રી ધ્યાનપૂર્વક કાંઇક સાંભળી રહી હેાય એમ તેઓની મુખમુદ્રા પરથી લાગે છે. આ ચિત્રામાં પણ જૈન ધર્મોના રીતિ રિવાજેથી ચિત્રકાર અજ્ઞાન છે તે જણાઇ આવે છે કારણકે જિનમંદિરમાં સ્રી યા પુરૂષ ને હાથમાં ફૂલ રાખીને સુંઘવાની મનાઈ છે, જ્યારે ચિત્રકારે મને સ્ત્રીને સુંઘવાની તૈયારી કરતી હાય તેવી રીતે રજુ કરેલી છે. એક જણે પાઠ કરવા અને ખીજાઓએ ધ્યાન દઇને સાંભળવું તે વિષે જે ઉપરની ગાથામાં ઉલ્લેખ કરેલા છે તેના ભાવ રજુ કરવામાં ચિત્રકારે પુરે પુરી કાળજી રાખી હોય એમ તુરત જ જણાઇ આવે છે.
जो पढइ जो अ निसुण,
उभओ कालं पि अजिअसंतिथयं । हु हुँति तस्स रोगा,
yogपन्ना विनासंति ॥ ३९ ॥
[ यः पठति यश्च निशृणोति उभयकालमप्यजितशान्तिस्तवम् । नैव भवन्ति तस्य रोगाः पूर्वोत्पन्ना अपि नश्यन्ति ॥]
ભાવા:-આ અજિતશાંતિસ્તવને સવારે અને સાંજના અને સમયે જે ભણે
છે અને જે સાંભળે છે, તેને રાગેા થતા નથી, અને પ્રથમના ઉત્પન્ન થએલા રાગે હેાય તેપણ નાશ પામે છે.
जइ इच्छह परमपर्य, अहवा कित्ति सुवित्थडं भुवणे । + तालुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥४०॥
+ કેટલીક પ્રતામાં આ ગાથાની પહેલાં નીચેની એ ગાથાએ વધારાની મલી આવે છેઃ
ववगय कलिकलुसणं, ववगयनिद्धंतरागदोसाणं । ववगणभवाणं, नमोत्थु ते देवाहिदेवाणं ॥
[ व्यपगतकलिकलुषेभ्यो व्यपगतनिर्धूतरागद्वेषेभ्यः । व्यपगत पुनर्भवेभ्यो नमोऽस्तु तेभ्यो देवाधिदेवेभ्यः ॥ ]