________________
૨૭ ૨
મહામાભાવિક નવસ્મરણ. થયાં, તેથી તે હૃદયથી આનંદિત થયો. સવારમાં તે ગાયો ચારવા ગયે, ત્યારે વર્ષાદથી જમીન ધોવાઈ જવાને લીધે ઋષભદેવ ભગવાનના જિનબિંબ પ્રગટ થએલાં તેને જોયાં; અને નદી કિનારે એક ઝુંપડી બાંધીને ત્યાં સ્થાપના કરી. તેની સન્મુખ તે ત્રણે કાળ ભક્તામર સ્તોત્રનો જાપ–પાઠ કરવા લાગ્યો. આ પ્રમાણે કરતા છ મહિના વીતી ગયા, એવામાં એક સમયે એકત્રીશમા શ્લેકનું સ્મરણ કરતાં ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને ગોપાલને રાજા થવાનું વરદાન આપ્યું અને દેવી અદશ્ય થઈ ગયાં.
કર્મસંયોગે સિંહપુર રાજા અકસમાત્ નિઃસંતાન મરણ પામે, હવે રાજ્ય કોને સોંપવું એ પ્રશ્ન ઉપસ્થિત થયે, મંત્રિ, સામંત તથા ભાયાત વગેરેએ ભેગા થઈને નકકી કર્યું કે –“મહારાજાની એક હાથણી છે તેની સૂંઢમાં પવિત્ર જળથી ભરેલ એક સુવર્ણ કળશ આપે અને તે કલશના જલથી હાથણી જેના ઉપર અભિષેક કરે તેને રાજ્યાભિષેક કરી આપણે મહારાજા બનાવવો.” આ વાત સર્વાનુમતે મંજુર થઈ અને હાથણીને શણગારી તેની સૂઢમાં સુવર્ણ કળશ પવિત્ર જલ ભરીને આપવામાં આવ્યું તેની સાથે પાંચ દિવ્ય પણ પાછળ પાછળ ચાલવા લાગ્યાં.
ફરતી ફરતી હાથણી શહેર બહાર નીકળી. જંગલમાં જ્યાં અગાડી ગાય ચરાવતે ચરાવતો ગોપાલ એક ઝાડ નીચે બેઠે હતું, ત્યાં આવી હાથણીએ સુવર્ણ કળશમાંનું જલ ગોપાલના ઉપર ઢળ્યું, અને પાંચ દિવ્ય પ્રગટ થયાં અને હાથણીએ તેને પોતાના કુંભસ્થલ પર બેસાડ્યો, અને ગર્જના કરી, તે જ વખતે પ્રધાને તથા નગરજનેએ તેને પિતાના રાજા તરીકે કબુલ કરી મેટી ધામધુમથી શહેરમાં લાવી રાજ્યાભિષેક કર્યો.
દેવીએ ભકતામરના પ્રભાવથી રાજ્ય આપેલું હતું, તેથી ગોપાલે પિતાનું નામ દેવદત્ત રાખ્યું; સિંહપુરના ભાયાતો તથા ખેડીઆ રાજાઓના મનમાં અદેખાઈ ઉત્પન્ન થઈ કે આપણા સ્વામી તરીકે એક ગોવાળ રાજા થયો તે ઠીક નહિ, આ પ્રમાણે વિચાર કરી તે બધા એકઠા થઈ યુદ્ધ કરવા તૈયાર થયા. દુશમનની આ બધી ચેષ્ટાઓ ગોપાલના જાણવામાં આવતાં જ તેને ચકેશ્વરી દેવીનું સ્મરણ કર્યું અને દુશ્મનનું લશ્કર પિતાના નગર તરફ ધસી આવતું જોયું.
દેવીએ રાત્રિના પ્રગટ થઈને કહ્યું કે –“હે વત્સ ! હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ હતી અને તેથી જ મેં તને રાજ્ય વગેરે અપાવેલ છે. માટે તું ચિંતા ન કર” એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ.