________________
ભક્તામર સાત્ર
att
કલેકાર્થ –ભાલાના અગ્રભાગથી ભેદાએલા હાથીઓના રૂધિરરૂપી જલપ્રવાહમાં વેગથી પ્રવેશ કરી તેને તરી જવા માટે વ્યાકુળ થએલા વીરે વડે ભયંકર દેખાતા યુદ્ધને વિષે તમારા ચરણરૂપ કમળવનને આશ્રય કરનાર મનુષ્ય દુજય શત્રુઓને પરાભવ કરી વિજય મેળવે છે.–૪૩
વાર્તા રપમી શ્લોક ૪૨-૪૩ મે મથુરા નામની નગરીમાં રણકેતુ નામને એક મહા પરાક્રમી અને બલવાન રાજા હતું, તેને એક ગુણવર્મા નામને જૈનધર્માનુરક્ત, દુષ્ટપાખંડીઓથી વિરક્ત, ભક્તામર સ્તોત્ર જપવામાં આસક્ત, દાનેશ્વરી, અને પ્રભુ પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળે નાનો ભાઈ હતો.
એક દિવસે રણકેતુની પટ્ટરાણીએ કહ્યું કે-“હે દેવ ! આ ગુણવર્મા નગરજનમાં અતિપ્રિય તથા કીતિવાળો છે, તેથી તે કઈ દિવસ આ૫ને રાજ્યભ્રષ્ટ કરી પિતે જ રાજ્ય પચાવી પડશે. રાજ્યનું હરણ કરી શકે એ ભાઈ હોય તો પણ તેને શત્રુ ગણવો. કહ્યું છે કે –
સુથાર્થ તુલ્યસામર્થ, માં દથવસાયિનમ્ |
अर्धराज्यहरं मित्रं, यो न हन्यात् स हन्यते ॥१॥" અર્થાત્ –તુલ્ય પ્રજનવાળા, સમાન સામર્થ્યવાળા, રહસ્યને જાણનાર, વ્યવસાયી અને અર્ધરાજ્ય લઈ લેનાર મિત્રને પણ જે રાજા ન હણે તે પોતે જ હણાય છે.
રાજા બે કે –“હે દેવિ ! બંને સગાભાઈઓમાં વૈમનસ્ય હું શા માટે કરૂં ? જગતમાં ભાઈ મળવો દુર્લભ છે. કહ્યું છે કે –
"देशे देशे कलत्राणि, देशे देशे च सूनवः ।
तं देश नैव पश्यामि. यत्र भ्राता सहोदरः ॥२॥ અર્થાત–દરેક દેશમાં સ્ત્રીઓ અને પુત્રો તે દેખાય છે પણ તેવા દેશને હું જોતું નથી કે જ્યાં સહેદર ભાઈ હોય છે.
રાણીએ કહ્યું કે –“દુશ્મન તરીકે સગપણ શું ? તમારે જે પુત્ર છે તેને રાજ્ય કયાંથી મળશે ? તમારા હાથમાંથી રાજ્ય ગયા પછી, તમારું નામ પણ કઈ નહિ ગ્રહણ કરે.”
રાણીનાં આવાં વચનો સાંભળી તે સત્ય માની રાજ્યલોભને લીધે પિતાના પ્રિય લઘુ બંધુને કાંઈ પણ હિતાહિતને વિચાર કર્યા વિના જ એકદમ પિતાના દેશ બહાર ચાલ્યા જવાને હુકમ કર્યો.
૧ ક્રમાં નગરીનું નામ “મિથિલા” આપેલું છે. ૨ માં ભાઈનું નામ “ગૃહવર્મા છે.