________________
૨૯
મહામાભાવિક અવસ્મરણ,
હજાર (મુકુટબદ્ધ) શ્રેષ્ઠ રાજાઓએ અનુસર્યો છે માર્ગ જેઓને એવા એટલે કે બત્રીસ હજાર રાજાઓ જેઓની આજ્ઞામાં હતા એવા, ઉત્તમ ચૌદ રત્ન', નવ ૧ ચૌદ રત્ન દરેક ચક્રવર્તીને હોય છે. તે આ પ્રમાણે –
૧ ચક્રરત્ન-ધનુષ પ્રમાણે ગોળાકૃતિએ હેય, તે શત્રુના મસ્તકનો છેદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, છતાં પણ એક જ ગોત્રમાં ઉત્પન્ન થએલા શત્રપર તે ચાલી શકતું નથી.
૨ છત્રરત્ન-ધનુષ પ્રમાણ છત્રાકારે હોય તે ચક્રવર્તીના હાથના સ્પર્શ માત્રથી ૧૨ (બાર) જોજન વિસ્તારવાળું થાય.
૩ દંડરત્ન-ધનુષ પ્રમાણ દંડાકૃતિએ હોય, તે વિષમ એટલે ખાડા ટેકરાવાળી જમીનને સમ એટલે સરખી કરે અને જરૂર પડે ત્યારે હજાર યોજન સુધી ઉંડી ભૂમિ ખોદે છે.
૪ ચર્મરત્ન–બે હાથ લાંબુ પહેલું હોય, તે જરૂર પડે ત્યારે ચક્રવતના હાથના સ્પર્શથી બાર યોજન લાંબુ થાય છે. તેમાં સવારે ધાન્ય વાવ્યું હોય તે સાંજે પાકે-તૈયાર થાય.
૫ ખડગરત્ન-બત્રીશ આગળ લાંબું હોય, તે સંગ્રામમાં ઉપયોગમાં લેવાય છે અને ઘણીજ શક્તિવાળું હોય છે.
૬ કાકિનીરત્નચાર આંગળનું હોય, તેના વડે વૈતાઢય પર્વતની અને ગુફાઓમાં બંને બાજુએ પ્રકાશ આપનારા ઓગણપચાશ માંડલા થાય છે,
છ મણિરત્ન-ચાર આંગળ લાંબું અને બે અગિળ પહોળું હોય, તે છત્રરત્નના તુંબ ઉપર બાંધવાથી બાર જન સુધી પ્રકાશ કરે અને હાથે કે માથે બાંધ્યું હોય તે સર્વ જાતની વ્યાધિઓને નાશ કરે છે, આ સાત રત્નો એકેંદ્રિય જાતિનાં હોય છે.
૮ પુરોહિત રત્ન–તે શાંતિકર્મ વગેરે માંગલિક કાર્ય કરે છે. ૯ અશ્વરલ. ૧૦ ગજરત્ન-બંને પરાક્રમી હોય છે.
૧૧ સેનાપતિ રત્ન-ચક્રવતની મદદ વિના ગંગા અને સિંધુના ચાર ખંડ જીતે છે, એટલે બધે તે બળવાન હોય છે.
૧૨ ગૃહપતિરત્ન-તે ઘરની સઘળી ચિંતા રાખે છે.
૧૩ વાર્ધકિરન–તે મકાન બાંધે, સૈન્યનો પડાવ તૈયાર કરે, અને વૈતાઢય પર્વતની ગુફામાં રહેલી નિગ્નગા અને ઉન્મગ નદી ઉપર પૂલ બાંધે, તે સિવાયના પણ સઘળા બાંધકામ કરે.
૧૪ સ્ત્રીરત્ન–અત્યંત રૂપવંત હોય અને તે ચક્રવતીને જ ભોગવવા યોગ્ય હોય આ સ્ત્રી રત્નને સંતતિ પેદા થતી જ નથી.
આ દરેક રત્ન એક એક હજાર યક્ષોથી અધિછિત હોય છે. તથા બે હજાર યક્ષે ચક્રવતીના બે બાજુના અધિષ્ઠિત હોય છે. એ રીતે સેળ હજાર યક્ષો ચક્રીના સેવક હોય છે. ચક્ર, દંડ, છત્ર અને ચર્મ એ ચાર રત્નો ચક્રવર્તીની આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. ખડગ, કાકિની અને મણિ એ ત્રણ રત્નો ભંડારમાં ઉત્પન્ન થાય છે હાથી અને ઘોડો વૈતાઢય પર્વતમાં ઉત્પન્ન થાય છે.