________________
મહામાભાવિક નવસ્મરણ.
નિશ્ચયે થવાવાળી વસ્તુઓને પ્રતિકાર છે જ નહિ, (જે એમ ન હત) તે નળરાજા, રામચંદ્રજી અને યુધિષ્ઠિર [ જેવા મહાપુરુષે ] ને દુખ સહન કરવા પડત નહિ. જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે-ઉગે, જે કમળનું ફૂલ પર્વતની ટોચ ઉપર રહેલી શિલામાં ખીલે-વિકસે, જે મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ જે શીતળતા ગુણ ધારણ કરે, તો પણ ભવિતવ્યતા ફરી શકતી નથી. અર્થાત્ જે થવાનું હોય તે અવશ્ય થાય છે જ.”
ત્યારપછી રાજાએ સાહસ પૂર્વક મોટી ધામધૂમથી પિતાનાં પુત્રને લગ્ન મહોત્સવ કર્યો. હારના જવાથી ખેદ વાળ અને પુત્રના લગ્ન મહોત્સવથી રાજા હર્ષિત થયા. રાજા મંત્રિને કહેવા લાગ્યા કે –“નિમિત્તિયાએ હારના ચેરનારને રાજ્ય (મળવનું) કહ્યું છે તે અસંભવિત છે. તેને [તો ] હું શૂળી ઉપર જ રાજ્ય આપીશ. મારા પુત્રો જ મારું રાજ્ય પાળશે. અર્થાત્ મારી પછી ગાદીએ તે મારા પુત્ર જ આવશે.”
મંત્રિએ કહ્યું કે;-“સ્વામિન્ ! એ પ્રમાણે જ થશે.”
તેનું વચન સાંભળીને રાજ્યના ગર્વથી (તે ચારને માટે) ગામની બહાર એક શૂળી તૈયાર કરાવી અને રાજ્ય કરવા લાગ્યો, પરંતુ
પોતાના મનથી જ કપેલે ગર્વ ભલા કોને નથી હોત? ટિડી ( જેવું પ્રાણી) પણ આકાશના પડવાથી પૃથ્વી ભાંગી જશે એવી બીકે પગ ઉંચા રાખીને સૂઈ રહે છે.”
આ તરફ તે જ નગરમાં પ્રિયશ્રી નામની ગુણવાન પત્નિવાળો પાસદત્ત નામનો એક મોટો ધનવાન શ્રાવક રહેતો હતો. પરંતુ પૂર્વકના સંયોગે કરીને તે નિધન થઈ ગયું. તેથી તે શહેર છોડી દઈને ઘણા કૌટુંબિકના નિવાસવાળા પાસેના
શ્રીવાસ' નામના ગામમાં રહેવા લાગ્યા [અને] ત્યાં સુખે કરીને નિર્વાહ કરવા લાગે. કારણ કે કહ્યું છે કે
ગામડામાં નવું અનાજ, તાજું શાક, સુગંધીદાર ઘી, દહીં વગેરે મળે છે અને થોડા ખર્ચથી સરસ ભેજન કરી શકાય છે.” પરંતુ ત્યાં ઘણે ઉદ્યમ કરવા છતાં પણ ધન ઉત્પન્ન થતું નથી. કારણ કે –
ગમે ત્યાં જાઓ પણ પૂર્વકૃત કર્મ તો સાથે જ આવે છે (તેથી) બાલિકાનું વચન સાંભળીને ડાહ્યો પુરૂષ પરદેશ જતો નથી.”