Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 9
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ કરીને કહ્યું: “મદન શેઠ! તમે આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે.” તિથી અધિક રૂપવતી તે કન્યાને જોઈને તેણે શ્રેષ્ઠીને કહ્યું: “મારું કુળ–શીલ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપે છે?” શેઠ કહે : “મારે ચાર પુત્રો અને વિદ્યુલ્લતા નામની આ એક પુત્રી છે. પુત્રી ઉંમરલાયક અને બધી કળાઓમાં નિપુણ થઈ એટલે એ કોને પરણાવવી એની મને ચિંતા થવા લાગી. મને ગઈ રાત્રે કુળદેવીએ આવીને કહ્યું: “વત્સ ! શા માટે ચિંતા કરે છે? પ્રાતઃકાળે આ નગરના ઉદ્યાનમાં તારી કન્યાને ગ્ય મદન નામને પુરુષ આવી પહોંચશે, તેને તારી કન્યા પરણાવજે અને તારા ઘરમાં રાખજે.” તેના આદેશથી જ આ પુત્રી હું તમને આપું છું.” ત્રીજી ટાળ–મદન વિશુલ્લતાને પરણે છે, અને ભાનુદન્ત આપેલ ઘરમાં રહીને વિદ્યુલતા સાથે ભેગ ભોગવે છે. આ પ્રમાણે કેટલોક સમય સુખમાં નિર્ગમન થયા. તેવામાં વિયેગી સ્ત્રીઓને માટે યમરાજ સમાન વર્ષાકાળ આવ્યો. અહીં કવિ વર્ષાઋતુનું બહુ સરસ–સુંદર વર્ણન કરે છે. તે વખતે એક વિયેગી સ્ત્રી પતિનું સ્મરણ કરી રુદન કરતી હતી. તે રુદન ગેખમાં બેઠેલા મદને સાંભળ્યું તેથી તેને વિચાર આવે છે કે – ચોથી ઢાળ–જેમ આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવ વડે પીડા પામીને રૂવે છે તેમ મારા વિરહથી મારી અને પત્નીઓ પણ મને યાદ કરીને દુઃખી થતી હશે. તે એમની પાસે જઈને એમને આશ્વાસન આપું.” પછી મદન શેઠ આંસુ સારવા લાગ્યું. વિદ્યુલ્લતાએ એ જોયું અને પૂછયું: “હે પ્રિય! અત્યારે અકસ્માત તમને રદન કેમ આવ્યું ?” ત્યારે મને પિતાની બે પત્નીની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને તેણીએ કહ્યું: “તે તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી?” મદને કહ્યું : “હે પ્રિયે! તે રજા આપે તે ત્યાં જઈ આવું.” તે સાંભળી એને ઈર્ષ્યા થઈ આવી, છતાં બાહ્ય શાંતિ રાખીને તે બોલી : હે પ્રિય! હમણાં વર્ષાઋતુ હેવાથી રસ્તો કાદવ-કીચડથી વિષમ થઈ ગયું છે, માટે શરદ ઋતુ આવે ત્યારે જવું એગ્ય છે. પછી મદને અવસર જોઈને વિદ્યુલતા પાસે જવાની રજા માગી. તેણીએ તરત જ સંમતિ આપી, અને કરંબાનું ભાતું પણ આપ્યું. મદન કુશસ્થલ દેશ તરફ ચાલ્યો. મધ્યાહ્ન સમયે તે એક સવરના કાંઠે વિશ્રામ કરીને બેઠે. પછી દેવગુરુનું સ્મરણ કરી ભેજન કરવાની ઈચ્છા થતાં તેને વિચાર આવ્યો કે કઈ અતિથિને આપીને પછી હું જમું. તેવામાં એક જટાધારી તાપસને જોઈ તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરબ આપે. ભૂપે તાપસ ત્યાં બેસીને ખાવા લાગ્યા. મદન ખાવા જાય છે ત્યાં છીંક થઈ. અપશુકન થયા જાણી, મદને ખાવામાં વિલંબ કર્યો; તેવાનાં કરંબાના પ્રભાવથી તાપસ ઘેટે બની ગયો. પાંચમી ઢાળ–ઘેટે બેબે કરતો સંકાશ નગર તરફ ચાલ્યું. તે જોઈને મને વિચાર્યું કે જે મેં કરં ખાધો હોત તો હું પણ ઘેટે થઈ જાત. એ ઘેટે ક્યાં જાય છે તે જાણવા માટે તે તેની પાછળ ચાલ્યા. બન્ને જણ સંકાશ નગરમાં પહોંચ્યા. ઘેટો વિદુલલતાના ઘરમાં પેઠે. મદન એક બાજુ સંતાઈને ઊભો રહ્યો. વિદુલલતા બારણું બંધ કરીને ક્રોધથી ઘેટાને મારવા લાગી, અને બોલીઃ “અરે દુષ્ટ, નિરપરાધી એવી મને મૂકીને અપરાધી એવી બે પ્રિયાઓની સાથે રમવા માટે ઇચ્છે છે? શું મારી પાસે મુશળ નથી ? પરંતુ ભરતારના પ્રાણને નાશ કેમ કરું?–એવા વિચારથી હું તને મુશળથી હણતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48