Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ કવિવર પંડિત શ્રી પદ્મવિજ્યજી વિરચિત મદન-ધનદેવ-રાસ સંપાદક: પૂજ્ય પંન્યાસ શ્રી રમણકવિજયજી ગણિ ધર્મોપદેશ તેમ જ શાસ્ત્રરચના માટે પણ લેકભાષાનો આદર એ જૈન સંસ્કૃતિની ભારતીય સંસ્કૃતિને મહત્ત્વની ભેટ છે. જોકભાષા તરફના જૈન સંસ્કૃતિના આવા આદર અને ગુણપક્ષપાતભર્યા વલણને કારણે દરેક સિકામાં જુદા જુદા પ્રદેશની પ્રચલિત લોકભાષામાં જૈનધર્મના સાહિત્યના ચારે અનુગના ગ્રંથ રચાતા રહ્યા છે. તેમાંય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પછી તો ગુજરાતી-રાજસ્થાની ભાષામાં ગદ્ય તેમ જ પદ્ય બન્ને શિલીમાં નાનીમોટી ગણી ગણાય નહીં એટલી બધી કૃતિઓની રચના થઈ છે. (કન્નડ તથા તામિલ ભાષાનું પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય પણ જૈન ભિક્ષુઓ અને વિદ્વાનોના હાથે જ રચાયેલું છે, એમ એ સાહિત્યના અભ્યાસીઓ કહે છે.) અને ઉચ્ચ કોટિની સાહિત્યિક રચનાઓ દ્વારા લેકભાષાનું વધુ ને વધુ સામર્થ્ય પ્રગટાવવાનો અને લોકભાષાના સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવવાનો આ કમ અત્યારે પણ જૈન સંઘમાં પહેલા જેટલું જ પ્રચલિત છે. આ પછી તે સર્વસામાન્ય વર્ગના વિદ્વાનો અને કવિઓ પણ લેકભાષાનો પૂરેપૂરો આદર કરીને એમાં ઉત્તમ કોટિની અસંખ્ય ગદ્ય-પદ્ય કૃતિઓ ઘણા લાંબા સમયથી રચવા લાગ્યા છે. ધર્મકથા કહેવી હોય કે સંસારકથા કહેવી હોય, એને ત્રણ રીતે આકર્ષક બનાવી શકાયઃ સરળ અને મધુર ભાષા, સચેટ અને સરસ શિલી, અને મનને વશ કરી લે અને કુતૂહલ, ઉત્સુકતા અને જિજ્ઞાસાને ઉત્તેજિત કરે એવું કથાવસ્તુ. કથામાં આટલું તરવ હોય એટલે પછી કથાના વાચકો કે શ્રોતાઓ આપમેળે જ વશ થઈ જાય. તેમાંય રચના પદ્ય શૈલીની હેય, ભાષા સુગમ અને મધુર હેય, કથાવસ્તુ ઉત્સુકતા પ્રેરક હોય અને ગાયકને બુલંદ, મધુર અને ભાવવાહી કંઠની ભેટ મળી હોય, પછી તે ગાયક અને શ્રોતાઓ વચ્ચે એવી એકરૂપતા પ્રગટે કે જાણે આ ધરતીનું રૂપ જ બદલાઈ જાય ! આમાં મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 48