Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ વશીકરણ ગેયાત્મક-પદ્યબદ્ધ કાવ્યકૃતિનું સમજવું. રોકે સિકે સંખ્યાબંધ જૈન કવિઓ નાનામોટા અસંખ્ય રાસોની રચના કરવા પ્રેરાતા રહ્યા તે મુખ્યત્વે આ જ કારણે. ગેય કાવ્યની પાંખે ચડેલું કથાવસ્તુ જાણે સહેલાઈથી શ્રોતાના હૃદયપ્રદેશ સુધી પહોંચી જાય છે. વિકમની ઓગણીસમી સદીમાં થઈ ગયેલા એક ખ્યાતનામ કવિવર પંડિતરત્ન શ્રી પદ્મવિજયજીએ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ આવી જ એક આજ સુધી અપ્રગટ કાવ્યકૃતિ-મદન-ધનદેવ-રાસ-નું સંપાદન કરીને એને અહીં પ્રગટ કરવામાં આવે છે. આ કાવ્યકૃતિમાં આમ તો બધાય સાહિત્યરસને આસ્વાદ મળી રહે છે; આમ છતાં એમાં અભુતરસનું પ્રાધાન્ય છે; અને તેથી આવી રચના ચરિત્રકથાશેલી કરતાં પૌરાણિક કથાશૈલીને વધુ અનુસરે છે, એ હકીકત રાસનું વાચન કરતાં સહેજે જણાઈ આવે છે. કવિવર પં. શ્રી પદ્મવિજયજી મહારાજ એમની સુમધુર કાવ્યકૃતિઓ દ્વારા—ખાસ કરીને જુદી જુદી પૂજાઓની રચના દ્વારા–જૈન સંઘમાં આબાલગોપાલ જાણીતા છે. એમની અનેક કૃતિઓને અંતે આવતી “ ઉત્તમજિનપદપદ્યની સેવા” જેવી પંક્તિઓએ, મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી પદ્મવિજયજી તરીકે, આ કવિરત્નનું નામ જનસમુદાયની જીભે રમતું કરી દીધું છે. મધુર કાવ્યનું સર્જન કરવાની પ્રતિભાનું જાણે એમને વરદાન મળ્યું હતું. ધર્મ અને તત્ત્વજ્ઞાનના કંઈક ગહન વિષયોને તેઓ પોતાની રસળતી, સરળ, કાવ્યવાણી દ્વારા સામાન્ય જનસમુદાય સુધી સહેલાઈથી પહોંચતા કરી શકે છે. કર્તા * આ રાસના કર્તાનું નામ શ્રી પદ્યવિજયજી છે. કર્તાએ રાસને અંતે પ્રશસ્તિમાં પિતાની ગુરુપરંપરા આપેલ છે, તે આ પ્રમાણે છે – (તપાગચ્છ) શ્રી વિજયદેવસૂરિ વિજયસિંહસૂરિ પંડિત સત્યવિજયજી ખિમાવિજય જિનવિજય ઉત્તમવિજય પવિજય * આ રાસના કર્તા પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજને પરિચય સાક્ષરવર્ય શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈત “જૈન ગૂર્જર કવિઓ”, ભાગ ત્રીજે, ખંડ પહેલેએ સુપ્રસિદ્ધ ગ્રંથરત્ન (પૃ. ૭૩-૭૫)માંથી આભારપૂર્વક અહીં આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 48