Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ X28282828RRRRRRRRRRRRRRRRRRRRRRRRRUREROAK) કુમતિમદબાલન શ્રી વીરસ્વતિરૂપ છે ૧૫0 ગાથાનું હૂંડીના સ્તવનની પ્રસ્તાવના છે GRERURULURRURERERERURULURURURSAURURURUZURURK 888888888 ભગવાનના શાસનની શુદ્ધ પ્રરૂપણા મોક્ષનું કારણ છે. તેથી ભગવાનના વચનના બળથી ચાર નિક્ષેપાને પ્રમાણરૂપે સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપનાનિક્ષેપાને સ્વીકારવાની યુક્તિ બતાવે છે, જેથી ભગવાનની પ્રતિમા પૂજ્ય છે તેની સિદ્ધિ થાય. વળી, આગમના અનેક વચનોથી પણ ભગવાનની પ્રતિમા પૂજ્ય છે તેનું ગ્રંથકારશ્રી પ્રસ્તુત સ્તવનમાં સ્પષ્ટીકરણ કર્યું છે, જેનો વિસ્તાર ગ્રંથકારશ્રીએ પ્રતિમાશતક' ગ્રંથમાં કરેલ છે. તેથી વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. વળી, ગ્રંથકારશ્રીએ ચોથી ઢાળમાં કોઈકનો મત બતાવતાં કહ્યું કે ભગવાનની પૂજામાં ઘણા પ્રકારનો આરંભ છે, તેથી આરંભની ક્રિયાને ધર્મ કહી શકાય નહીં. તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રી બતાવે છે કે ભગવાનની પૂજા બાહ્યથી આરંભ હોવા છતાં પરમાર્થથી તો મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવો જ છે, તેથી લેશ પણ કર્મબંધની પ્રાપ્તિ નથી. વળી, આગમમાં શાશ્વત પ્રતિમાઓનું વર્ણન મળે છે જે અતિરમ્ય છે. જેનું શ્રવણ કરતાં ચિત્તમાં પૂજ્યભાવ ઉલ્લસિત થાય તેમ છે, જેઓ ઉપયોગપૂર્વક તે વર્ણનને સાંભળે અને ભગવાનના ગુણો તેના ચિત્તમાં સ્થિર થવા લાગે તો નિરાલંબનયોગ પણ સુલભ બને છે. તેથી પાંચમી ઢાળમાં વિસ્તારથી શાશ્વત પ્રતિમાઓનું સ્વરૂપ બતાવેલ છે. વળી, યોગોદ્વહન કર્યા વગર આગમ ભણવાનો નિષેધ છે તેથી આગમને ભણવાના અધિકારી શ્રાવકો નથી, છતાં સ્થાનકવાસીમાં જે શ્રાવકો આગમ વાંચે છે તે અનુચિત છે, તેનાથી જ્ઞાનાવરણીય આદિ કર્મો બંધાય છે ઇત્યાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 152