Book Title: Kumarpal ane Kumarviharo Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ ૧૫૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉલ્લેખ નથી, પણ ઉપર ચર્ચા તે પુરાણાં સાહિત્યિક પ્રમાણો લક્ષમાં લેતાં, તેમ જ મેરુ જાતિનું ભવ્ય મંદિર ક્ષત્રિય રાજા સિવાય બીજો કોઈ બંધાવી ન શકે એવું વાસ્તુશાસ્ત્રનું વચન જોતાં તારંગાનું મંદિર કુમારપાળે જ બંધાવેલું એમાં કોઈ શક નથી. મંદિરની સ્થાપત્ય તેમ જ શિલ્પની શૈલી પણ કુમારપાળનો કાળ સૂચવે છે. તારંગાનું કુમારપાળનિર્મિત આ અજિતનાથ સ્વામી ચૈત્ય હજુ ઊભું છે. શ્રેષ્ઠી ગોવિંદ સોમસુંદરસૂરિને હાથે એમાં પુન:પ્રતિષ્ઠા કરાવ્યાનું પ્રતિષ્ઠાનોમ પોતાના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૫૪ ! ઈ. સ. ૧૪૯૮)માં નોંધે છે. આ પ્રતિષ્ઠા કર્યાનું વર્ષ વિ. સં. ૧૪૭૯ કે ઈ. સ. ૧૪૨૩ હોવાનું અન્ય સાધન દ્વારા જાણવા મળ્યું છે. જીર્ણોદ્ધારમાં જો કે નવ ભારપટ્ટ ચડાવવા સિવાય અને મૂલનાયકની આરાસણના પથ્થરની નવી પ્રતિમા કરાવ્યા સિવાય બીજો કોઈ ખાસ સુધારો વધારો કર્યો હોવાનું જણાતું નથી. લગભગ ૭૪ ફૂટનો વ્યાસ ધરાવતા, સાંધાર છંદના મૂલપ્રાસાદવાળા અજિતનાથનું આ ભવન પશ્ચિમ ભારતમાં મર-ગુર્જર શૈલીનાં અસ્તિત્વમાન મંદિરોમાં સૌથી મોટું અને પ્રોત છે. એની પીઠમાં જો કે અશ્વપીઠાદિની રચના નથી, પણ મંડોવર ઘણો ઊંચો, બેવડી જંઘાવાળો છે. એમાં દિક્ષાલો, સુરસુંદરીઓ ઉપરાંત જૈન યક્ષપક્ષીઓનાં રૂપ કંડારેલાં છે. ૩. ઇલાદુર્ગ ઈડરના ડુંગર પર પણ કુમારપાળે જિનભવન નિર્માવેલું. એમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. ખરતરગચ્છીય જિનપતિસૂરિ(વિ. સં. ૧૨૧૦-૭૭ ! ઈ. સ. ૧૧૫૪-૧૨૨૩)ની અષ્ટોત્તરી તીર્થમાળામાં ઉલ્લેખ મળે છે કે રૂરી નિવિષ્ટ વૌનુક્યાધિપરતં નિનું કથનમ્ * પણ આ ચૌલુક્યાધિપ કોણ–સિદ્ધરાજ, કુમારપાળ કે અન્ય કોઈ સોલંકીરાજએની વિશેષ સ્પષ્ટતા તો એ પછીના કાળના સાહિત્યમાં મળે છે, જેમ કે મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં રચેલ ઈડરના ઋષભદેવના સ્તવનમાં એ મંદિર કુમારપાળે કરાવ્યાનું અને સાહુ ગોવિંદે એનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ કર્યો છેએ જ પ્રમાણે પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૨૪ ઈ. સ. ૧૪૬૮)માં પણ ગોવિંદ શ્રેષ્ઠીએ ઈડરગઢમાં મહારાજ કુમારપાળે બંધાવેલ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ મળે છે. (આ સંઘપતિ ગોવિદ એ જ છે કે જેમણે તારંગામાં અજિતનાથ ચૈત્યનો ઉદ્ધાર કરાવેલો.) આ સિવાય લક્ષ્મીસાગરસૂરિના પ્રશિષ્ય સોમચારિત્રે વિસં. ૧૫૪૧ ( ઈ. સ. ૧૪૮૫માં રચેલ ગુરુગુણરત્નાકરકાવ્યમાં સંઘપતિ રત્નાએ કરેલ તીર્થયાત્રા દરમિયાન સંઘ ઈડર આવ્યો ને ત્યાં કુમારપાળે કરાવેલા પ્રાસાદનાં દર્શન કર્યા એવો ઉલ્લેખ મળે છે.... લક્ષ્મીસાગરસૂરિના સમુદાયના સુધાનંદનસૂરિના કોઈ શિષ્ય ઈડરગઢચૈત્યપરિપાટી રચી છે તેમાં કુમારપાળે ગઢ પર પ્રાસાદ કરાવી એમાં આદિનાથની પ્રતિમા ભરાવી ને જાણે-અજાણે સૌ કોઈ એ કારણસર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18