Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 7
________________ ૧૫૭ કુમારપાળ અને કુમારવિહારો જિનાલયને “રાજવિહાર” કહે છે એવી હકીકત નોંધી છે. ઈડરના આ “કુમારવિહાર'ના બીજા બે જીર્ણોદ્ધાર નોંધાયા છે. હેમવિમલસૂરિના પરિવારના અનંતહંસે વિ. સં. ૧૫૭૦ | ઈ. સ. ૧૫૧૪ આસપાસ રચેલ ઈલાપ્રાકારમૈત્યપરિપાટીમાં ચંપક શ્રેષ્ઠીએ એનો ઉદ્ધાર કરાવ્યાની હકીક્ત નોંધી છે. આ મંદિરનો મુસલમાનોએ ભંગ કરવાથી એમાં વિ. સં. ૧૬૮૧ ઈ. સ. ૧૬૨૫ આસપાસ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિએ પુનઃ પ્રતિષ્ઠા કરાવ્યાનો વિજયપ્રશસ્તિમહાકાવ્યમાં ઉલ્લેખ મળે છે”. - ઈડરગઢના વર્તમાન મંદિરમાં કુમારપાળના સમયના કોઈ જ અવશેષો રહ્યા નથી. મુખચતુષ્કી અને દેવકુલિકાઓનો નીચલો ભાગ શ્રેષ્ઠી ગોવિંદના સમયનો લાગે છે, જયારે મૂલપ્રાસાદ ઇત્યાદિ આંતરિક રચનાઓ પછીના જીર્ણોદ્ધારો દરમિયાનની છે. વર્તમાન જીર્ણોદ્ધારમાં આ પાછલા યુગના અવશેષોનું વિશેષ સંગોપન થયું છે. ૪. અર્બુદગિરિ અર્બુદાચલ આબૂ-પર પણ કુમારપાલ નરેશનું કરાવેલું એક મંદિર હતું. ૧૩મા શતકના અંતભાગ અને ૧૪મા શતકના પ્રથમ ચરણ સુધીના ગાળામાં લખાઈ પૂર્ણ થયેલા, ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપમાં આપેલ “શ્રી અર્બુદગિરિકલ્પ”માં અર્બુદ શિખર ઉપર કુમારપાલ ભૂપાલે કરાવેલ “શ્રી વીરચૈત્ય'નો ઉલ્લેખ છે ૧. સોમસુંદર સૂરિએ ઉપમા શતકના મધ્યભાગે રચેલ શ્રી અર્બુદગિરિકલ્પમાં પણ આબૂ ઉપર ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલે નિર્માવેલ શ્રી મહાવીર સ્વામીનું મંદિર શોભી રહ્યાનું જણાવ્યું છે. આ મંદિર તે અચલગઢની તળેટી પાસેની નાની ટેકરી પરનું વર્તમાને શાંતિનાથનું મંદિર હોવાનું મુનિશ્રી જયંતવિજયજીએ સૂચવ્યું છે. આ વાતનું સમર્થન કરતી એક હકીકત કોરંટગચ્છીય નન્નસૂરિની વિ. સં. ૧૫૫૪ ઈસ. ૧૪૯૮માં રચાયેલ અર્બુદત્યપ્રવાડીમાં નોંધાયેલી મળે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે “ગિરિપરના ઉદ્ધારેલા “કુમારવિહાર'માં શ્રી શાંતિજિનને પ્રણમું.”૪૪ આબૂના “કુમારવિહાર'ના એ પછીના કાળના પણ બેએક ઉલ્લેખો મળે છે. એમાં એક તો છે “શીલવિજયની (વિ. સં. ૧૭૪૬ { ઈ. સ. ૧૯૯૦) પહેલાં રચાયેલી તીર્થમાલામાં આવતો ઉલ્લેખ ને બીજો છે જ્ઞાનવિમલની(વિ. સં. ૧૭૫૫ ઈ. સ. ૧૬૯૯) “તીર્થમાલા”માં આવતો કુમારપાલ નૃપતિએ ગામ બહાર કરાવેલ વીરના મંદિરનો ઉલ્લેખ. આ મંદિરની વાસ્તુરચના તપાસતાં એમાં જૂનો ભાગ, ખાસ કરીને મૂલપ્રાસાદના ગજપીઠાદિથી અલંકૃત મહાપીઠ અને યક્ષયક્ષીઓ-અપ્સરાઓવાળા જંઘાયુક્ત મંડોવર, બારમાં શતકના ઉત્તરાર્ધ જેટલો પુરાણો જણાય છે. આથી આ મંદિર તે જ આબૂ પરનો “કુમારવિહાર” હોવા અંગે શંકા રહેતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18