Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 9
________________ કુમારપાળ અને કુમારવિહારો ૨૫૯ છે. આ પહેલાંનો ઉલ્લેખ વસ્તુપાળના સમકાલીન શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ રચેલ પ્રશસ્તિમાંથી મળે છે. એમાં કહ્યા પ્રમાણે વસ્તુપાલે ત્યાં “કુમારવિહારમાં પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિષ્ઠા કરાવેલીપર. સૌરાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલાં બે'એક ગામોમાં ‘કુમારવિહાર' બંધાયાના પરોક્ષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૦. મંડલિ સચિવેશ્વર વસ્તુપાલે માંડલના ‘કુમાર વિહાર'નો ઉદ્ધાર કરાવ્યાનું જિનહર્ષે નોંધ્યું છે. ૧૧. ધંધુક્ક આચાર્ય હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકામાં કુમારપાળે “ઝોલિકાવિહાર' કરાવ્યાનો મેરૂતુંગાચાર્યે ઉલ્લેખ કર્યો છે. જિનહર્ષ'ના કથન અનુસાર વસ્તુપાલે ધંધુકાના કુમારવિહાર'નો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવી પ્રાસાદના શિખર પર હેમકુંભ મુકાવેલા૫ : સંભવ છે કે આ ‘ઝોલિકાવિહારનું જ અપરના ‘કુમારવિહાર' હોય. સૌરાષ્ટ્ર-પંથકમાં પણ કેટલાંક ગામોમાં ‘કુમારવિહારોમાં સ્થપાયેલા. અહીં શત્રુંજયના “કુમારવિહાર'ની પરંપરા વિશે થોડો વિચાર કરવો પ્રાપ્ત છે. જૈન તીર્થોમાં પવિત્રતમ મનાતા શત્રુંજય તેમ જ ગિરનાર પર્વત પર કુમારપાળે જિનભવનો કાવ્યાં હોવાની અપેક્ષા રાખી શકાય અને પરંપરા પ્રમાણે શત્રુંજય પર હાથીપોળ પાસે અને ગિરનાર પર્વત પર જૈન સૂકોમાં છેલ્લી કુમારપાળની ટૂક બતાવવામાં આવે છે, પણ આ બન્ને મંદિરો પાછોતરા કાળનાં છે અને ઉત્કીર્ણ લેખ કે પુરાણા સાહિત્યમાંથી ગિરનાર પર ‘કુમારવિહાર' હોવાનું પ્રમાણ હજી સુધી તો જડ્યું નથી. અને શત્રુંજય પરનો ‘કુમારવિહાર' તો કુમારપાલ નામક શ્રેષ્ઠી કારિત હોય તેમ જણાય છે. પણ સૌરાષ્ટ્રમાં બીજે કેટલેક સ્થળે “કુમારવિહાર' સંજ્ઞક મંદિરો હતાં કે નહીં એને વિશે હવે જોઈએ. ૧૨. પાદલિપ્તપુર પાલીતાણામાં ‘કુમારવિહાર' હોવાના ત્રણ ઉલ્લેખો તીર્થ સંબંધી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય જિનતિલકસૂરિની ૧૪મા શતકના અંતભાગે રચેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માં પાલીતાણાના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18