Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
કુમારપાળ અને કુમારવિહારો
૧૬૩
તો અજયપાળની પ્રબંધકારો કહે છે તે “પ્રાસાદપાતનપ્રવૃત્તિ જ લાગે છે. પાછલા કાળના ઉત્કીર્ણ લેખોમાં નિષ્કલંકાવતાર' ગણાવેલ (બ્રાહ્મણીય ધર્મનો ઉદ્ધાર કરનાર, વિષ્ણુનો કલ્કિ' અવતાર) અજયપાળને પુરાતન પ્રબંધસંગ્રહમાં “ધર્મસ્થાનકપાતન પાતકી'નું બિરુદ આપેલું છે. એની યથાર્થતા વિશે. હવે શંકાને કોઈ કારણ રહેતું નથી.
હવે એક પ્રશ્ન એ ઊભો થાય છે કે અજયપાળના મૂઆ પછી તરત જ જીર્ણોદ્ધારો કેમ થયા નહીં અને એ મંદિરો તૂટ્યા પછી છેક સાઠેક વર્ષ બાદ–વસ્તુપાળના સમયમાં–થાય છે ! કુમારપાળના સમયમાં ઘણા શૈવ-વૈષ્ણવો જૈનધર્મી બનેલા. એની પ્રતિક્રિયા રૂપે અજયપાળના જૈન-વિરોધી શાસન દરમિયાન અને વ્યુત્પન્ન બ્રાહ્મણાચાર્ય દેવબોધિ કે દેવપ્રબોધના પ્રભાવ નીચે ઘણા જૈનોએ જૈન ધર્મ છોડી વૈદિક મત સ્વીકાર્યો હોય એમ લાગે છે. જૈન ધર્મની ગ્લાનિના અને જૈનોની અસલામતીના એ દિવસોમાં જીર્ણોદ્ધારો, અને એમાંયે રાજાએ તોડેલાં જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવાનું સાહસ જૈનસંઘ-સમાજે લાંબા સમય સુધી નહીં કર્યું હોય એમ માની શકાય. વસ્તુપાલ-તેજપાલના જૈનધર્માલ્યુદયના કાળે સહેજે શક્ય બન્યું હશે.
બીજી એક વાત એ છે કે અજયપાળ તોડાવેલાં મંદિરો ઠેઠ નીચેથી તોડવામાં આવેલાં કે માત્ર મૂલનાયકની પ્રતિમા ઉથાપી ફેંકી દઈ, એમાં પૂજા કરાવવાનું બંધ કરાવવામાં આવતું ? પ્રબંધકારોનું કથન એવી અસર ઊભી કરે છે કે એ મંદિરો માત્ર ખંડિત જ કરાવવામાં આવતાં નહીં, સદંતર તોડી પાડવામાં આવતાં. વસ્તુપાલના “કુમારવિહાર'ના ઉદ્ધારોની વિગતો વાંચતાં અમને એમ લાગ્યું કે કેટલાક કિસ્સાઓમાં માત્ર મૂલનાયકની મૂર્તિ જ ઉઠાવી દેવામાં આવી હશે ને દંડકળશો ઉતારી નાખવામાં આવ્યા હશે. જ્યાં પૂરી વિગતો નથી મળતી ત્યાં સમૂળગા યા મોટા ભાગના બાંધકામનો અજયપાળના હુકમથી નાશ કરવામાં આવ્યો હશે એમ માની શકાય. અજયપાળ, અને મુસ્લિમ આક્રમણોથી તેમ જ જીર્ણોદ્ધારના પ્રતાપે કુમારપાળનાં બંધાવેલા મંદિરોમાં આજે હવે તારંગા, જાલોર, અને આબૂનાં મંદિરો જ બચ્યાં છે. તમામ ‘કુમારવિહારો” આજે વિદ્યમાન હોય તો ગુજરાતની કુમારપાળયુગની સ્થાપત્ય-સમૃદ્ધિનાં આજે પૂર્ણરૂપે દર્શન થાત5.
ટિપ્પણો :
૧. જુઓ D. B. DISKALAKAR, Poona Orientalist Vol II, No. 4 (1938), p. 222; અને એ
QIELLM 4-912 HÈ V. P. JHOHRAPURKAR, Epigraphia Indicu, Vol. XXXIII, July 1959, pp. 117-120. ૨. લેખની પંક્તિઓ અમુક અમુક સ્થળે ખંડિત થયેલી હોવાથી આ મુદ્દાનો એકદમ અને આખરી નિર્ણય
કરવો મુશ્કેલ બને છે.
૩. પ્ર. ૭ ૭૭, આ ગ્રંથના સંપાદક તેમ જ મુદ્રણસ્થાન અને વર્ષ સંબંધી માહિતી અમારી નોંધ આ ક્ષણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org