Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
૧૬ ૨
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
અવશિષ્ટ રહેલા કુમારવિહારો બચી ગયા
(સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી સરખા ગઈ પેઢીના ધુરંધર વિદ્વાનોએ અજયપાળના પિશાચિક, આર્યધર્મલોપી કૃત્યો ઉપર ટીકા નથી કરી અને ઊલટું એ રાજા જૈન-વિરોધી હોવામાં શંકા વ્યક્ત કરી છે"* ! પણ જૈન પ્રબંધકારોની આ વાતો ટાઢા પહોરનાં ગપોડાં સમાન નહોતી. બીજા કોઈ સોલંકી રાજા વિશે આવા આરોપો-અપવાદો પ્રબંધકારોએ કર્યા નથી, પણ અજયપાળ માટે જ કર્યા છે. અને અજયપાળનું ત્રણ વર્ષમાં ખૂન થાય છે, એ બતાવી આપે છે કે એ અમુકાશે અવિચારી, દુશ્ચરિત, અને જુલમી રાજા હતો. વિશેષમાં કુમારપાળે બંધાવેલાં જિનમંદિરો તેમ જ અન્ય કોઈ કોઈ એણે તોડ્યાં હોવાનાં પરોક્ષ પ્રમાણ ચોક્કસ મળે છે, એની વિગતો હવે જોઈએ.
(૧) મંત્રીશ્વર ઉદયનના નામે બંધાયેલા ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિના શિલાલેખના શિલાખંડનો ઉપયોગ વિ. સં. ૧૨૬૬ | ઈ. સ. ૧૨૦૯માં વિષ્ણુની મૂર્તિ કંડારવામાં થયો છે. શિલાલેખ રઝળતો તો જ થાય, જો એ મંદિરની કોઈ રૂપમાં દુર્દશા થઈ હોય. દિનેશચંદ્ર સરકાર તેમ જ દાવ રમેશ મજમુદાર એને માટે કુમારપાળના અનુગામીઓની જૈન વિરોધી પ્રવૃત્તિને કારણભૂત ઠરાવે છે9. ઉદયન મંત્રી અને એના પુત્રો કુમારપાળના અડીખમ ટેકેદારો હતા : આથી અજયપાળનો રોષ “ઉદયન વિહાર “પર ઊતર્યો હશે.
(૨) સચિવેશ્વર વસ્તુપાળે ખંભાતના "કુમારવિહાર'માં મૂલનાયક નવા કરાવેલા. કુમારપાળે એ મંદિર ઈ. સ. ૧૧૬૦ આસપાસ બંધાવ્યાનું અનુમાનીએ અને વસ્તુપાલે એમાં પુન:પ્રતિષ્ઠા ઈસ. ૧૨૩૦માં કરાવી હોવાનું અંદાજીએ તો એ સિત્તેરેક વર્ષના ગાળામાં એવું શું બન્યું હતું કે “મૂલનાયક'ની પ્રતિમા ફરી કરાવવી પડી ? અને એ પણ ખંભાતમાં બીજે કયાંય નહીં અને “કુમારવિહાર'માં જ? આની પાછળ અજયપાળના આસુરી કૃત્યનું સૂચન સહેજે મળે છે.
(૩) માંડલના ‘કુમારવિહારનો વસ્તુપાળ ઉદ્ધાર કરાવે છે. શા કારણે ? (૪) એ જ રીતે ધંધુકાના “કુમારવિહારીને પણ મંત્રીશ ઉદ્ધરાવે છે.
(હેમચંદ્રની જન્મભૂમિમાં કુમારપાળે કરાવેલ જિનમંદિર પર અજયપાળનો વિશેષરૂપે ખોફ ઊતર્યાનું કલ્પી શકાય.)
(૫) આબૂનો વહુડિયા કુટુંબનો ઈ. સ. ૧૨૪૦નો તુલ્યકાલીન લેખ પણ જણાવે છે કે લાડોલના “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે એમણે ત્યાં ગોખલામાં પ્રતિમા કરાવેલી.
આટલાં બધાં સ્થળોએ “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર થયાનું કારણ શું? કારણમાં અમને
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org