Page #1
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહારો
સોલંકીકાલીન ગુજરાતમાં વૈદિક કિવા બ્રાહ્મણ સંપ્રદાય અને જૈન મત વચ્ચે પરસ્પર સદ્ભાવ, આદર અને સહિષ્ણુતાની સમતુલા સોલંકીઓના આદિરાજ મૂળરાજ પ્રથમ(ઈ. સ. ૯૪૨૯૯૫)થી લઈ ગૂર્જરેશ્વર કુમારપાળ(ઈ. સ. ૧૧૪૪-૧૧૭૬)ના સમય સુધી બરોબર જળવાઈ રહેલી. એ સમતોલન ઉથલાવનાર રાજા અજયપાળ ત્રણ જ વર્ષનું શાસન કરી વિદાય થયો. અજયપાળ પછી ગુજરાતમાં ફરીને બન્ને પ્રાચીન દર્શનો વચ્ચેની સ્નેહગ્રંથિ સ્થપાઈ રહી ને વાધેલાયુગના પ્રારંભે મંત્રીશ્વર વસ્તુપાલે એને દઢતમ કરી. અજયપાળ પહેલાંના સોલંકી રાજેન્દ્રો અને જૈન સમાજના સંબંધ ઘણા જ મીઠા રહેલા. સોલંકી રાજાઓએ જૈન મંદિરોને દાનશાસનો કરી આપવા ઉપરાંત જિનભવનોનાં પણ નિર્માણ કરાવેલાં.
એ સંદર્ભમાં જોઈએ તો મહારાજ મૂલરાજદેવના સમયમાં ગુજરાતની રાજધાનીમાં ‘મૂલવસહિકાપ્રાસાદ’ બંધાયો હોવાનું પ્રભાસપાટણના દિગંબર આમ્નાયના (વર્તમાને વિચ્છેદ થયેલા) ચંદ્રપ્રભ જિનાલયને ઉપલક્ષિત, આચાર્ય હેમકીર્તિના સં ૧૨ × ના મહારાજ ભીમદેવ દ્વિતીયના સમયના ખંડિત ત્રુટિત શિલાલેખ પરથી જાણીએ છીએ. આ પ્રાસાદના નામમાં કાં તો દિગંબર આમ્નાયનો મૂલસંઘ વિવક્ષિત હોય, અથવા વિશેષે તો સ્વયં મૂલરાજ મહારાજે એ મંદિર બંધાવી આપ્યું હોય અને એ કારણે એ જિનાલયને ‘મૂલવસતિકા’નું નામ પ્રાપ્ત થયું. આવા નામવાળા એક બીજા ચૈત્યનો શ્રીપત્તન(અણહિલવાડપાટક)ના અનુલક્ષમાં ઉલ્લેખ મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળે ૧૩મા શતકની વીસી-ચાળીસી વચ્ચે કરાવેલ સુકૃતોની સૂચિમાં એમણે ‘મૂલનાથ જિનદેવ’ના મંદિર પર કલશ ચડાવ્યાની હકીકત જિનહર્ષગણિએ “વસ્તુપાલચરિત્ર’(વિ.સં ૧૪૯૭ ઈ સ૦ ૧૪૪૧)માં નોંધી છે. આ મંદિર મોટે ભાગે ઉપરકથિત દિગંબર વહિકાથી અભિન્ન હોવાની શક્યતા છે. એ પછીના કાળમાં જોઈએ તો યુવરાજ ચામુંડરાયે વડસમા વર્ણશર્મક)ના જિનભવનને વિ.સં. ૧૦૩૩ / ઈ સ૰ ૯૭૭માં આપેલું દાનશાસન, મહારાજ ભીમદેવ પ્રથમ(ઈ. સ. ૧૦૨૨-૨૬)નું વાયટમહાસ્થાનના જિનમંદિરને ઈસ્વી ૧૦૬૩ના અરસામાં આપેલું દાન", એ કાળે અવંતિપતિ ભોજ સાથે ખેલાયેલાં મેઘા અને વાક્શક્તિનાં ચાટુતાભર્યાં રણાંગણોમાં વાદિવેતાલ શાંતિસૂરિ અને તર્કચૂડામણિ સુરાચાર્યે ગુજરાત પક્ષે આપેલી સહાય, ત્યારબાદ જોઈએ તો કર્ણદેવે વિ. સં. ૧૧૪૦-ઈ સ ૧૦૮૪માં આપેલું ટાકોદીના જિનાલયને દાનપત્ર અને અનુગામી રાજા જયસિંહદેવ સિદ્ધરાજનું એને મંજૂર રાખતું સં ૧૧૫૬-ઈ સ ૧૧૦૦નું તાપ્રશાસન, સિદ્ધરાજ(ઈ. સ. ૧૦૯૫-૧૧૪૪)નો વાદિદેવસૂરિ, ધર્મઘોષસૂરિ તેમ જ આચાર્ય હેમચંદ્રસૂરિ સાથેનો મૈત્રી અને આદરભર્યો સંપર્ક, એની ગિરનાર-શત્રુંજયની યાત્રા તેમ જ એણે પાટણમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
નિર્માવેલ ‘રાજવિહાર' ને સિદ્ધપુરમાં ‘સિદ્ધવિહાર’ અને ‘સુવિધિજિન’ના પ્રાસાદો—એ સૌ વાતો જિનધર્મને સોલંકી નૃપતિઓએ આપેલા ઉદાર પ્રશ્રય અને સમાદરનાં પ્રોજ્વલ દષ્ટાંતો છે. પણ જૈન ધર્મ પ્રત્યે સવિશેષ ઢળનાર, જૈન માર્ગે પ્રરૂપેલી નિર્ભેળ નીતિનિષ્ઠા ને અહિંસાનો આત્યંતિક આદર રાખનાર અને જૈન પ્રણાલીની પ્રાર્હસ્થ્ય ધર્મની આચાર્ય હેમચંદ્રસૂરિની પાસે શિક્ષા-દીક્ષા લેનાર તો હતા ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાળ. જયસિંહ સિદ્ધરાજના સમયમાં થયેલા રઝળાટના દુઃખમ સમયે જૈન મંત્રીઓએ, શ્રેષ્ઠીઓએ, શ્રાવકોએ અને આચાર્ય હેમચંદ્ર આપેલ રક્ષણ અને સહાય કુમારપાળને જૈન ધર્મના અને જૈન સમાજના સીધા અનેં સવિશેષ સંપર્કમાં લાવી રહ્યાં. ગુજરાતની રાજગાદી મળ્યા પછી કુમારપાળ (ઈ. સ. ૧૦૪૪-૭૪) ભૂતકાળના એ ઉપકારોને અને એના માનસ પર પડેલા જૈન સંસ્કારોને ભૂલેલો નહીં. આભારવશ કુમારપાળ એ ઉપકારોનો બદલો વાળી આપવા બનતું કરી છૂટ્યો અને એના જૈન સંસ્કારો આચાર્ય હેમચંદ્રના સતત સંપર્ક અને ઉપદેશથી વધુ ને વધુ દૃઢીભૂત થયા.
૧૫૨
કુમારપાળ ‘પરમમાહેશ્વર’ હતો કે ‘પરમાર્હત' એ મુદ્દા પર સાંપ્રદાયિક ઝનૂનથી પ્રેરાયેલા ઇતિહાસવેત્તાઓની, અને ગુજરાતના ઐતિહાસિક નવલકથાકારોની ઇતિહાસને કેટલીક વાર વિપર્યાસપૂર્વક રજૂ કરવાની રીતથી ગુજરાતનાં ગઈ પેઢી દરમિયાન વિદ્વત્તાના ક્ષેત્રે બ્રાહ્મણ અને જૈન પક્ષે વાદાવાદીના મૂર્ખતાભર્યા, અણસમજુ, અને નિરર્થક રણજંગો ખેલાઈ ગયા. હકીકત એટલી જ છે કે સોમનાથનો મહામેરુપ્રાસાદ બંધાવનાર, કુમારપાળેશ્વરના નિર્માતા અને કેદારેશ્વરના અવતારક રાજા કુમારપાળે સ્વકુળધર્મને ત્યજ્યા સિવાય જિનદર્શનમાંથી જેટલું અનુકૂળ હતું તેટલું ગ્રહણ કરેલું. સાધુચરિત અને સમભાવી કુમારપાળ જેટલો ‘પરમાર્હત’ થયો હતો તેટલો જ ‘૫૨મમાહેશ્વર’ પણ રહ્યો હતો એ સત્ય ગઈ પેઢીના નહીં, પણ આ પેઢીના વિદ્વાનો સમજ્યા છે. ત્રીસ-ચાળીસ સાલ પહેલાં ઉદ્ભવેલ સાંપ્રદાયિક સરિતાનાં વહેણ આગળ વધે તે પહેલાં વાળુકાપટ જેવી ઋજુ, સુવાંળી પણ અફાટ અને લોકહિતૈષી, અંબિકા-ક્ષેમંક૨ી શી મરુગૂર્જર સંસ્કૃતિએ એને શોષી લીધાં છે. સાંપ્રતકાલીન પેઢીના અગ્રણીઓ દ્વારા થઈ રહેલું ગુજરાતના ઇતિહાસનું આલેખન તટસ્થ તેમ જ સત્યાન્વેષી છે અને મઝહબી રાગદ્વેષને વચ્ચે લાવતું નથી. બ્રાહ્મણ અને શ્રમણ એ બન્ને પરંપરા આર્યસંસ્કૃતિની જ અભિવ્યક્તિ અને સમદળ શાખાઓ છે તેમ જ ભારતની સંસ્કૃતિને બન્નેએ સાથે મળીને પુષ્ટ કરી છે એ વાત તો ધર્માંધ, દુષ્ટ-પ્રકૃતિ અને કુત્સિત બુદ્ધિવાળા રળ્યાખળ્યા કદાગ્રહી વિદ્યાનો સિવાય સૌ કોઈ સ્વીકારે છે.
કુમારપાળનાં જૈન ધર્મ પ્રતિના સવિશેષ આદર અને મમતાનાં બે પરિણામો આવ્યાં : એક તો એના શાસન દરમિયાન અહિંસાનો કેટલીક વાર વ્યવહારબુદ્ધિનો ત્યાગ બતાવતો, અતિરેક-ભર્યો પ્રચાર થયો : અને જૈન ધર્મ જાણે કે રાજ્યનો ધર્મ હોય એવો ઘડીભર દેખાવ
Page #3
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહાર થયો: કુમારપાળના સમકાલીન જૈન લેખકો– હેમચંદ્ર”, યશચંદ્ર, અને સોમપ્રભાચાર્ય તેમ જ ઉત્તરકાલીન લેખકો જેવા કે મેરૂતુંગર અને રાજશેખરના ગ્રંથો ચોક્કસ એવી છાપ ઊભી કરે છે જ. જૈન મુનિઓનો જિનમતને લાવવાનો વધુ પડતો ઉત્સાહ, રાજયસત્તા સાથેનો એમાંના કોઈ કોઈનો સવિશેષ સંપર્ક, જૈન ધર્મ પાળનારને કરમુક્તિ, અને કુમારપાળ પછી જૈન મંત્રીઓની, મુનિઓની મહેચ્છાની પ્રતિક્રિયારૂપે અજયપાળનું કપર્દી અને આદ્મભટ્ટ સરખા જૈનામાત્યો, રામચંદ્ર સરખા જિનમાર્ગી સાધુઓ અને કુમારપાળ અને એના સહાયકોએ બાંધેલાં જિનભવનો પરત્વેનું વૈમનસ્ય અસૂયારૂપે પ્રગટ થયેલું એ વાત પણ અજયપાળને એનાં દુષ્કૃત્યો બદલ ક્ષમા ન આપવાની સાથે-સ્મરણમાં રાખવી ઘટે. તો બીજી બાજુ ધર્મારણ્ય, મોઢપુરાણ જેવાં ૧૫મા શતકમાં લખાયેલાં પુસ્તકો–જેમાં જૈન ધર્મની દ્રષ અને કટુતાભરી નિંદા, હેમચંદ્રાચાર્ય સરખી વિભૂતિની નિર્ભર્સના, ને જૈનોનું ધર્મપરિવર્તન કરાવી વૈિષ્ણવ બનાવવાનો આગ્રહ જોવા મળે છે–એવું વલણ અપનાવતા ગ્રંથો અને મતાગ્રહીઓ ગુજરાતમાં ભૂતકાળમાં અતિ અલ્પ સંખ્યામાં થયા છે : અને એ સૌનો પશ્ચિમ ભારતની મહામના મરુ-ગૂર્જર સંસ્કૃતિ પર કોઈ ઊંડો પ્રભાવ પડ્યો નથી. બ્રાહ્મણધર્મીઓ અને શ્રમણમાર્ગીઓ પોતપોતાની અભિરુચિ અને અનુકૂળતા અનુસાર પોતાનો જન્મનો ધર્મ છોડી એક યા બીજા માર્ગનો સ્વીકાર કરે તો એમ કરવા છતાં બન્ને આર્યસંસ્કૃતિના મહાવર્તુલમાં જ રહે છે એ તથ્યનું વિસ્મરણ ભૂતકાળમાં કોઈક જ વાર થયું છે એ સદ્ભાગ્યની વાત છે; અને મોઢપુરાણ જેવા ગ્રંથો તેમ જ ગઈ પેઢીના વિદ્વાનોના સ્વધર્માનુરાગથી પ્રેરાયેલાં પ્રતિગ્રહી લેખનોને બાજુએ રાખીને આજથી, તે સોલંકીકાળ સુધીના ગુજરાતનાં સાંસ્કૃતિક-ઐતિહાસિક લેખનોનું સિંહાવલોકન કરીએ તો એમાં એકંદરે સમાધાન, સમન્વય, સમાદર, અને સહપસ્થિતિનો સ્વીકાર જ જોવા મળે છે.
રાજર્ષિ કુમારપાળે પોતાના પૂર્વજોએ પ્રસ્થાપેલી પરંપરા અનુસાર શિવાલયોની સાથે સાથે જિનમંદિરો પણ નિર્માણ કરાવેલાં. જૈનદર્શન પ્રત્યેની અંગત રુચિને કારણે એણે પોતે, ને એના આદેશથી ગૂર્જર સામ્રાજયમાં મહત્ત્વનાં ઘણાં સ્થળોએ એના નામ પરથી કુમારવિહાર' અભિધાનથી વિખ્યાત એવા જુદા જુદા તીર્થકરોના પ્રાસાદ બંધાયેલા. આમાંના કેટલાક તો નિશ્ચયતયા એણે પોતે જ બંધાવ્યા હોવાનાં પ્રમાણ છે, જયારે કોઈ કોઈ એ વખતના સોલંકી સામ્રાજ્યના મહામંડલેશ્વરો, સામંતો, દંડનાયકો દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં નિર્માવ્યા હશે એમ માનવાને વાદ્ધયિક પ્રમાણ છે. મંત્રી યશપાલ વિરચિત મોહપરાજયનાટક(વિ. સં. ૧૨૨૯-૩૨ { ઈસ. ૧૧૭૩-૭૬)માં કુમારપાળે પોતે પૂર્વે કરેલા માંસભોજનની થઈ આવેલ સ્મૃતિનું પ્રાયશ્ચિત્ત આચાર્ય હેમચંદ્ર પાસે માગતાં એના ચિત્તના સમાધાન માટે ૩૨ દાંતની સંખ્યા પ્રમાણે ૩૨ જિનાલયો બાંધવાના ઉપદેશથી નોંધાયેલી છે.
નિ, ઐ, ભા. ૨-૨૦
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
અને એણે એટલી સંખ્યામાં ‘કુમારવિહાર' નામ ધરાવતા પ્રાસાદ બંધાવ્યાની ઉક્તિ છે. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(વિ. સં ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૮) તેમ જ મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ વિ. સં. ૧૩૬૧, ઈ. સ. ૧૩૦૫)માં પણ એ હકીકત નોંધાયેલી છે. આ વાત આજની ઘડીએ આપણને વિચિત્ર તેમ જ વધુ પડતી ઊર્મિલ લાગે, એ યુગના સંદર્ભમાં આમ બનવું અસંભવિત ન ગણાય. આ વાત સાચી હોય કે ન હોય, પણ કુમારપાળનું નામ ધરાવતાં સારી સંખ્યામાં જિનમંદિરો એ કાળે બંધાયેલાં, જેને વિશે હવે ઉપલબ્ધ પ્રમાણોના આધારે જોઈશું. આ અગાઉ કુમારપાળ વિશે, અને એણે કરાવેલાં દેવમંદિર વિશે ઘણા લેખકો જૂના ગ્રંથો એવં શિલાલેખોના આધારે થોડુંઘણું, છૂટું છવાયું લખી ગયા છે; પણ એનાં તમામ પ્રમાણો એકત્ર કરી એક સ્વતંત્ર વિષય તરીકે એની પૂર્ણ ચર્ચા થયેલી ન હોઈ અહીં એ પ્રયત્ન કરી જોવા વિચાર્યું છે. વિશેષમાં કેટલીક જાણીતી હકીકતો માટે વધારે પ્રમાણે એકઠાં કરી શકાયાં છે તો કેટલાક કિસ્સાઓમાં અગાઉ અજ્ઞાત એવા નવા કુમારવિહારો વિશે પણ પ્રકાશ પાડતા પુરાવાઓ મળ્યા છે. ૧. શ્રીપત્તન
સોલંકીઓની રાજધાની અણહિલવાડ પાટણના “કુમારવિહાર'નો ઉલ્લેખ આપણને ધોળકાની ઈ. સ. ૧૧૬૭-૭૩ના ગાળામાં આચાર્ય હેમચંદ્રના શિષ્ય મુનિ રામચંદ્ર દ્વારા રચાયેલી “ઉદયનવિહારપ્રશસ્તિમાં મળે છે. એમાં કહ્યું છે કે (મંત્રીશ્વર ઉદયનના પુત્ર મંત્રી વાભટ્ટ) નાભેય-ઋષભદેવની રૂપાની પ્રતિમા શ્રીપત્તનના “કુમાર-વિહારમાં પ્રતિષ્ઠાવી. એ જ પંડિત રામચંદ્ર એ જિનાલય બંધાયા બાદ એની પ્રશંસા કરતું કુમારવિહારશતક કાવ્ય રચેલું, જે આજે ઉપલબ્ધ છે. સોમપ્રભાચાર્ય-સ્વરચિત જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં નોંધે છે કે રાજાએ મંત્રી બાહડાવામ્ભટ્ટ), વાયડવંશીય ચંદ્ર, શુરાદિ ગગ્ગ(ગર્ગ)ના પુત્રો, સર્વદેવ અને સંબાણ શેઠને આદેશ આપી અષ્ટાપદ સમાન ઉન્નત અને ચોવીસ જિનાલયથી અલંકૃત એવું “કુમારવિહાર' નામનું ચૈત્ય પાટણમાં કરાવ્યું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(વિ.સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮)માં અપાયેલ નોંધ અનુસાર ચૈત્ય મૂળ મંત્રી વામ્ભટ્ટનું મંદિર કયાં હતું તે ભૂમિ પર કરાવેલું : (વાભટ્ટે એ કરાવી કુમારપાળને સમર્પિત કર્યાનો એવો પણ ધ્વનિ નીકળી શકે").
સોમપ્રભાચાર્યના કથન અનુસાર રાજાએ આ સિવાય પણ પાટણમાં નેમિનાથમૂલનાયકવાળો વર્તમાન, અતીત, અને અનાગતના તીર્થકરોની બધી મળી ૭૨ દેવકુલિકાઓવાળો ‘ત્રિભુવનવિહાર' પ્રાસાદ (પોતાના પિતા ત્રિભુવનપાલના પુણ્યાર્થે) કરાવ્યો. એ ઉપરાંત “ત્રિવિહાર' નામનો એક બીજો પ્રાસાદ પણ ત્યાં કરાવ્યો : ને ૨૪ તીર્થકરોનાં આલયો કરાવ્યાં.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૫૫
કુમારપાળ અને કુમારવિહારો
(પાટણના “કુમારવિહાર' વિશે કુમારપાલપ્રતિબોધ, પ્રબંધચિંતામણિ, અને કુમારપાલ વિષયક અન્ય સાધન સાહિત્યમાં કોઈ કોઈ પ્રસંગોના અનુલક્ષમાં છૂટાછવાયા ઉલ્લેખ પણ મળે છે, જેની અહીં નોંધ લેવી જરૂર નથી માની, પણ મંત્રીશ્વર તેજપાળ (૧૩મા શતકના દ્વિતીય ચરણમાં) એ મંદિર પર સાત તામ્રકલશો ચડાવ્યાની વાત જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્ર(વિ. સં. ૧૪૯૭ ! ઈ. સ. ૧૪૪૧)માં નોંધી છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. આ ‘કુમારવિહાર' તેમ જ કુમારપાલનાં બંધાવેલ અન્ય જિનમંદિરોનો ૧૩મા શતકના અંતે થયેલા મુસ્લિમ આક્રમણ સમયે વિધ્વંસ થયો હોવો જોઈએ કે પછી કદાચ અજયપાળે એ પૂર્વે નાશ કરાવી નાખ્યાની શક્યતા પણ છે. ૨. તારંગા પર્વત
તારંગાના ડુંગર પર કુમારપાળે દ્વિતીય તીર્થકર અજિતનાથનું ઉત્તુંગભવન કરાવ્યાનાં સારા પ્રમાણમાં વામયિક પ્રમાણો મળે છે. તદ્ વિષયક કદાચ સૌથી જૂનો ઉલ્લેખ જિનધર્મપ્રતિબોધમાં મળે છે. એમાં કહ્યું છે તે પ્રમાણે જશદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે એ મંદિર તારંગા-પર્વત પર રાજા કુમારપાળે કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવનચરિત(સં. ૧૩૩૪ { ઈ. સ. ૧૨૭૮)માં જણાવ્યા મુજબ કુમારપાળને અજિતનાથની પ્રતિમા પૂજવાથી અજમેરુ(અજમેર)ના રાજ શાકંભરિનાથ અર્ણોરાજ પર વિજય મળેલો. એ કારણસર આચાર્ય હેમચંદ્રના ઉપદેશથી તારંગા પર અજિતનાથ મૂલનાયકનું બિંબ સ્થાપેલું. આ વાત ઉપાધ્યાય જિનમંડનના કુમારપાલપ્રબંધ (વિ. સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પણ આપી છે. આ મંદિર બાંધ્યાનું વર્ષ વીરવંશાવલીમાં વિ. સં. ૧૨૨૧ ઈ. સ. ૧૧૬પ આપ્યું છે, જે વિશ્વસ્ત માનવામાં હરત જેવું નથી. આ સિવાય રત્નમંદિરગણિના ઉપદેશતરંગિણી(આ. સં. ૧૫૧૭ ! આ ઈ. સ૧૪૬૧)માં તારંગામાં મહારાજ કુમારપાળે ભવ્ય મંદિર બનાવી એમાં અજિતનાથ સ્થાપ્યાનો ઉલ્લેખ છે. પંદરમા શતકના મધ્યભાગમાં રચાયેલ પંડિત મેઘની “તીર્થમાલા”માં પણ રાજા કુમારપાળે તારંગા પર સ્થાપેલ અજિતનાથની હકીકત નોંધી છે. ને છેલ્લે ૧૭મા શતકના યાત્રી શીલવિજયે પણ પોતાની તીર્થમાલામાં એ જ હકીકત કહી છે.
તારંગાના મંદિરમાં કુમારપાળનો કોઈ લેખ હજી સુધી નથી મળ્યો, પણ મંત્રીશ્વર વસ્તુપાલે તારંગા પર્વતના “અજિતનાથ ચૈત્ય’ વિશે નેમિનાથ તેમ જ આદિનાથના બિબ વિ. સં. ૧૨૮૪! ઈ. સ. ૧૨૨૮માં સ્થાપ્યાના લેખ મળી આવ્યા છે. એ જ પ્રમાણે આબૂના દેલવાડાના મંત્રી તેજપાલ-નિર્મિત લૂણવસહીના વરહુડિયા કુટુંબના દેહરી ૩૮ના સં. ૧૨૪૦ના લેખમાં એ કુટુંબે તારણગઢના શ્રી અજિતનાથના ગૂઢમંડપમાં આદિનાથ બિંબ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. જો કે આ બન્ને ઉત્કીર્ણ લેખોમાં કુમારપાળે એ મંદિર કરાવ્યાનો
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૫૬
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ઉલ્લેખ નથી, પણ ઉપર ચર્ચા તે પુરાણાં સાહિત્યિક પ્રમાણો લક્ષમાં લેતાં, તેમ જ મેરુ જાતિનું ભવ્ય મંદિર ક્ષત્રિય રાજા સિવાય બીજો કોઈ બંધાવી ન શકે એવું વાસ્તુશાસ્ત્રનું વચન જોતાં તારંગાનું મંદિર કુમારપાળે જ બંધાવેલું એમાં કોઈ શક નથી. મંદિરની સ્થાપત્ય તેમ જ શિલ્પની શૈલી પણ કુમારપાળનો કાળ સૂચવે છે.
તારંગાનું કુમારપાળનિર્મિત આ અજિતનાથ સ્વામી ચૈત્ય હજુ ઊભું છે. શ્રેષ્ઠી ગોવિંદ સોમસુંદરસૂરિને હાથે એમાં પુન:પ્રતિષ્ઠા કરાવ્યાનું પ્રતિષ્ઠાનોમ પોતાના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૫૪ ! ઈ. સ. ૧૪૯૮)માં નોંધે છે. આ પ્રતિષ્ઠા કર્યાનું વર્ષ વિ. સં. ૧૪૭૯ કે ઈ. સ. ૧૪૨૩ હોવાનું અન્ય સાધન દ્વારા જાણવા મળ્યું છે. જીર્ણોદ્ધારમાં જો કે નવ ભારપટ્ટ ચડાવવા સિવાય અને મૂલનાયકની આરાસણના પથ્થરની નવી પ્રતિમા કરાવ્યા સિવાય બીજો કોઈ ખાસ સુધારો વધારો કર્યો હોવાનું જણાતું નથી.
લગભગ ૭૪ ફૂટનો વ્યાસ ધરાવતા, સાંધાર છંદના મૂલપ્રાસાદવાળા અજિતનાથનું આ ભવન પશ્ચિમ ભારતમાં મર-ગુર્જર શૈલીનાં અસ્તિત્વમાન મંદિરોમાં સૌથી મોટું અને પ્રોત છે. એની પીઠમાં જો કે અશ્વપીઠાદિની રચના નથી, પણ મંડોવર ઘણો ઊંચો, બેવડી જંઘાવાળો છે. એમાં દિક્ષાલો, સુરસુંદરીઓ ઉપરાંત જૈન યક્ષપક્ષીઓનાં રૂપ કંડારેલાં છે. ૩. ઇલાદુર્ગ
ઈડરના ડુંગર પર પણ કુમારપાળે જિનભવન નિર્માવેલું. એમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. ખરતરગચ્છીય જિનપતિસૂરિ(વિ. સં. ૧૨૧૦-૭૭ ! ઈ. સ. ૧૧૫૪-૧૨૨૩)ની
અષ્ટોત્તરી તીર્થમાળામાં ઉલ્લેખ મળે છે કે રૂરી નિવિષ્ટ વૌનુક્યાધિપરતં નિનું કથનમ્ * પણ આ ચૌલુક્યાધિપ કોણ–સિદ્ધરાજ, કુમારપાળ કે અન્ય કોઈ સોલંકીરાજએની વિશેષ સ્પષ્ટતા તો એ પછીના કાળના સાહિત્યમાં મળે છે, જેમ કે મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં રચેલ ઈડરના ઋષભદેવના સ્તવનમાં એ મંદિર કુમારપાળે કરાવ્યાનું અને સાહુ ગોવિંદે એનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ કર્યો છેએ જ પ્રમાણે પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૨૪ ઈ. સ. ૧૪૬૮)માં પણ ગોવિંદ શ્રેષ્ઠીએ ઈડરગઢમાં મહારાજ કુમારપાળે બંધાવેલ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ મળે છે. (આ સંઘપતિ ગોવિદ એ જ છે કે જેમણે તારંગામાં અજિતનાથ ચૈત્યનો ઉદ્ધાર કરાવેલો.) આ સિવાય લક્ષ્મીસાગરસૂરિના પ્રશિષ્ય સોમચારિત્રે વિસં. ૧૫૪૧ ( ઈ. સ. ૧૪૮૫માં રચેલ ગુરુગુણરત્નાકરકાવ્યમાં સંઘપતિ રત્નાએ કરેલ તીર્થયાત્રા દરમિયાન સંઘ ઈડર આવ્યો ને ત્યાં કુમારપાળે કરાવેલા પ્રાસાદનાં દર્શન કર્યા એવો ઉલ્લેખ મળે છે.... લક્ષ્મીસાગરસૂરિના સમુદાયના સુધાનંદનસૂરિના કોઈ શિષ્ય ઈડરગઢચૈત્યપરિપાટી રચી છે તેમાં કુમારપાળે ગઢ પર પ્રાસાદ કરાવી એમાં આદિનાથની પ્રતિમા ભરાવી ને જાણે-અજાણે સૌ કોઈ એ કારણસર એ
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૫૭
કુમારપાળ અને કુમારવિહારો જિનાલયને “રાજવિહાર” કહે છે એવી હકીકત નોંધી છે.
ઈડરના આ “કુમારવિહાર'ના બીજા બે જીર્ણોદ્ધાર નોંધાયા છે. હેમવિમલસૂરિના પરિવારના અનંતહંસે વિ. સં. ૧૫૭૦ | ઈ. સ. ૧૫૧૪ આસપાસ રચેલ ઈલાપ્રાકારમૈત્યપરિપાટીમાં ચંપક શ્રેષ્ઠીએ એનો ઉદ્ધાર કરાવ્યાની હકીક્ત નોંધી છે. આ મંદિરનો મુસલમાનોએ ભંગ કરવાથી એમાં વિ. સં. ૧૬૮૧ ઈ. સ. ૧૬૨૫ આસપાસ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિએ પુનઃ પ્રતિષ્ઠા કરાવ્યાનો વિજયપ્રશસ્તિમહાકાવ્યમાં ઉલ્લેખ મળે છે”.
- ઈડરગઢના વર્તમાન મંદિરમાં કુમારપાળના સમયના કોઈ જ અવશેષો રહ્યા નથી. મુખચતુષ્કી અને દેવકુલિકાઓનો નીચલો ભાગ શ્રેષ્ઠી ગોવિંદના સમયનો લાગે છે, જયારે મૂલપ્રાસાદ ઇત્યાદિ આંતરિક રચનાઓ પછીના જીર્ણોદ્ધારો દરમિયાનની છે. વર્તમાન જીર્ણોદ્ધારમાં આ પાછલા યુગના અવશેષોનું વિશેષ સંગોપન થયું છે. ૪. અર્બુદગિરિ
અર્બુદાચલ આબૂ-પર પણ કુમારપાલ નરેશનું કરાવેલું એક મંદિર હતું. ૧૩મા શતકના અંતભાગ અને ૧૪મા શતકના પ્રથમ ચરણ સુધીના ગાળામાં લખાઈ પૂર્ણ થયેલા, ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપમાં આપેલ “શ્રી અર્બુદગિરિકલ્પ”માં અર્બુદ શિખર ઉપર કુમારપાલ ભૂપાલે કરાવેલ “શ્રી વીરચૈત્ય'નો ઉલ્લેખ છે ૧. સોમસુંદર સૂરિએ ઉપમા શતકના મધ્યભાગે રચેલ શ્રી અર્બુદગિરિકલ્પમાં પણ આબૂ ઉપર ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલે નિર્માવેલ શ્રી મહાવીર સ્વામીનું મંદિર શોભી રહ્યાનું જણાવ્યું છે. આ મંદિર તે અચલગઢની તળેટી પાસેની નાની ટેકરી પરનું વર્તમાને શાંતિનાથનું મંદિર હોવાનું મુનિશ્રી જયંતવિજયજીએ સૂચવ્યું છે. આ વાતનું સમર્થન કરતી એક હકીકત કોરંટગચ્છીય નન્નસૂરિની વિ. સં. ૧૫૫૪ ઈસ. ૧૪૯૮માં રચાયેલ અર્બુદત્યપ્રવાડીમાં નોંધાયેલી મળે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે “ગિરિપરના ઉદ્ધારેલા “કુમારવિહાર'માં શ્રી શાંતિજિનને પ્રણમું.”૪૪
આબૂના “કુમારવિહાર'ના એ પછીના કાળના પણ બેએક ઉલ્લેખો મળે છે. એમાં એક તો છે “શીલવિજયની (વિ. સં. ૧૭૪૬ { ઈ. સ. ૧૯૯૦) પહેલાં રચાયેલી તીર્થમાલામાં આવતો ઉલ્લેખ ને બીજો છે જ્ઞાનવિમલની(વિ. સં. ૧૭૫૫ ઈ. સ. ૧૬૯૯) “તીર્થમાલા”માં આવતો કુમારપાલ નૃપતિએ ગામ બહાર કરાવેલ વીરના મંદિરનો ઉલ્લેખ.
આ મંદિરની વાસ્તુરચના તપાસતાં એમાં જૂનો ભાગ, ખાસ કરીને મૂલપ્રાસાદના ગજપીઠાદિથી અલંકૃત મહાપીઠ અને યક્ષયક્ષીઓ-અપ્સરાઓવાળા જંઘાયુક્ત મંડોવર, બારમાં શતકના ઉત્તરાર્ધ જેટલો પુરાણો જણાય છે. આથી આ મંદિર તે જ આબૂ પરનો “કુમારવિહાર” હોવા અંગે શંકા રહેતી નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૫૮
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૫. થારાપદ્ર
મોઢવંશીય જૈન મંત્રી યશપાલે મોહપરાજય નાટક થારાપદ્રપુર(થરાદ)ના કુમારવિહાર' ક્રોડાલંકાર શ્રી વીરજિનેશ્વરની યાત્રા પ્રસંગે વિ. સં. ૧૨૨૯-૩૩ | ઈ. સ. ૧૧૭૩-૭૬ વચ્ચે રચ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. એ ઉપરાંત મંત્રીશ્વર વસ્તુપાલ (કે પછી તેજપાલે) થરાદમાં ‘કુમારવિહાર'ના સહોદર સમું નવીન જિનમંદિર કરાવ્યાનો જિનહર્ષે વસ્તુપાલચરિત્ર(વિ. સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં ઉલ્લેખ કર્યો છે. થરાદના કુમારવિહાર'ના અસ્તિત્વનું પ્રમાણ આ બે ઉલ્લેખોથી મળી રહે છે. આ મંદિરનો ભૂતકાળમાં નાશ થઈ ગયો છે. થરાદમાં આજે પુરાણાં જૈન મંદિરો નથી. ૬. લાટાપલ્લી
લાડોલમાં એક ‘કુમારવિહાર' હોવાનું સૂચન કરતો ઉલ્લેખ આબુના દેલવાડાની લૂણવસતીની દેહરી ૩૮ પરના વરદુડિયા કુટુંબના વિ. સં. ૧૨૯૬ ઈ. સ. ૧૨૪૦ના ઉત્કીર્ણ લેખમાં પ્રાપ્ત થાય છે. એ પરિવાર દ્વારા લાડોલના એ ‘કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે ત્યાંના અગ્રમંડપમાં ખત્તક સાથે પાર્શ્વનાથ બિબ ભરવામાં આવેલું. ૭. કર્કાપુરી
ચૌદમા શતકના અંતે વિનયપ્રભોપાધ્યાયે રચેલા “તીર્થયાત્રા સ્તવન”માં કાકરના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથને વાંધાનો ઉલ્લેખ મળે છે*. ૮. જાબાલિપુર
જાલોરના કાંચનગિરિગઢ પર પરમાઈત કુમારપાલ ભૂપતિએ પાર્શ્વનાથનું ચૈત્ય વિ. સં. ૧૨૨૧ ઈ. સ. ૧૧૬૫માં કરાવ્યાનું ત્યાંના શિલાલેખ પરથી જાણી શકાય છે. આબુના શિલાલેખવાળા વરદુડિયા કુટુંબે જાબાલિપુરના સુવર્ણગિરિ પર પાર્શ્વનાથની જગતી પરના અષ્ટાપદપ્રાસાદમાં બે ખત્તક કરાવ્યાની નોંધ છે. એ મંદિર તે ઉપર કથિત “કુમારવિહાર' હોવું જોઈએ. આ મંદિર વિદ્યમાન છે. એમાં ભમતીના દેરીઓનો નાશ થયો છે, પણ મૂલપ્રાસાદ ત્રિવિહારના મંડોરાના જૂના ભાગ જળવાઈ રહ્યા છે. વિ. સં. ૧૨૬૮ ! ઈ. સ. ૧૨૧૨માં એમાં મંડપ ઉમેરવામાં આવેલાની હકીકત ત્યાંના શિલાલેખ પર નોંધેલી છે. એ મંડપને સ્થાને આજે ૧૫મી સદીનો મંડપ ઊભો છે. મંદિર વિશાળ અને અલંકૃત અને રાજકર્તૃક હોવાનું સ્વમેવ જાહેર કરે છે. ૯. સ્તંભતીર્થ
ખંભાતમાં પણ ‘કુમારવિહાર' હોવાનાં પ્રમાણો મળે છે. મંત્રીશ વસ્તુપાળે ઋષભસ્વામીના કુમારવિહારમાં મૂલનાયક કરાવ્યા એવી વસ્તુપાલચરિત્રમાં ઉલ્લેખ મળે
Page #9
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહારો
૨૫૯
છે. આ પહેલાંનો ઉલ્લેખ વસ્તુપાળના સમકાલીન શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ રચેલ પ્રશસ્તિમાંથી મળે છે. એમાં કહ્યા પ્રમાણે વસ્તુપાલે ત્યાં “કુમારવિહારમાં પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિષ્ઠા કરાવેલીપર.
સૌરાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલાં બે'એક ગામોમાં ‘કુમારવિહાર' બંધાયાના પરોક્ષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૦. મંડલિ
સચિવેશ્વર વસ્તુપાલે માંડલના ‘કુમાર વિહાર'નો ઉદ્ધાર કરાવ્યાનું જિનહર્ષે નોંધ્યું છે. ૧૧. ધંધુક્ક
આચાર્ય હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકામાં કુમારપાળે “ઝોલિકાવિહાર' કરાવ્યાનો મેરૂતુંગાચાર્યે ઉલ્લેખ કર્યો છે. જિનહર્ષ'ના કથન અનુસાર વસ્તુપાલે ધંધુકાના કુમારવિહાર'નો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવી પ્રાસાદના શિખર પર હેમકુંભ મુકાવેલા૫ : સંભવ છે કે આ ‘ઝોલિકાવિહારનું જ અપરના ‘કુમારવિહાર' હોય.
સૌરાષ્ટ્ર-પંથકમાં પણ કેટલાંક ગામોમાં ‘કુમારવિહારોમાં સ્થપાયેલા.
અહીં શત્રુંજયના “કુમારવિહાર'ની પરંપરા વિશે થોડો વિચાર કરવો પ્રાપ્ત છે. જૈન તીર્થોમાં પવિત્રતમ મનાતા શત્રુંજય તેમ જ ગિરનાર પર્વત પર કુમારપાળે જિનભવનો કાવ્યાં હોવાની અપેક્ષા રાખી શકાય અને પરંપરા પ્રમાણે શત્રુંજય પર હાથીપોળ પાસે અને ગિરનાર પર્વત પર જૈન સૂકોમાં છેલ્લી કુમારપાળની ટૂક બતાવવામાં આવે છે, પણ આ બન્ને મંદિરો પાછોતરા કાળનાં છે અને ઉત્કીર્ણ લેખ કે પુરાણા સાહિત્યમાંથી ગિરનાર પર ‘કુમારવિહાર' હોવાનું પ્રમાણ હજી સુધી તો જડ્યું નથી. અને શત્રુંજય પરનો ‘કુમારવિહાર' તો કુમારપાલ નામક શ્રેષ્ઠી કારિત હોય તેમ જણાય છે.
પણ સૌરાષ્ટ્રમાં બીજે કેટલેક સ્થળે “કુમારવિહાર' સંજ્ઞક મંદિરો હતાં કે નહીં એને વિશે હવે જોઈએ. ૧૨. પાદલિપ્તપુર
પાલીતાણામાં ‘કુમારવિહાર' હોવાના ત્રણ ઉલ્લેખો તીર્થ સંબંધી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય જિનતિલકસૂરિની ૧૪મા શતકના અંતભાગે રચેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માં પાલીતાણાના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૬૦
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
એ પછી ૧૫મા શતકમાં એક અનામી રચયિતાની “ચૈત્યપરિપાટીમાં એનો ઉલ્લેખ કરેલો મળે છે “. છેવટે મુગલયુગના યાત્રિક પંભાનુચંદ્રના શિષ્ય પદ દેવચંદ્ર (વિ. સં. ૧૬૫૫ ઈ. સ. ૧૬૩૯) રચેલ તીર્થમાલામાં પણ પાલીતાણા ગામમાં રહેલા પાર્શ્વપ્રભુના કુમારવિહારમાં વંદન કર્યાની નોંધ કરી છે. પણ મંત્રી વામ્ભટે અહીં કુમારપુર વસાવી તેમાં ત્રિભુવનપાલવિહાર બંધાવ્યો એવી વિશેષ જૂની નોંધો છે. કુમારપાળના પિતા ત્રિભુવનપાલના નામથી બાંધેલો વિહાર પછી ઉત્તર-મધ્યકાળમાં ‘કુમારવિહાર' કહેવાવા લાગેલો તેમ જણાય છે. પાલીતાણાનાં પ્રાચીન મંદિરોનો સંપૂર્ણ નાશ થયો છે. ૧૩. દ્વીપ
નિવૃતિગચ્છીય પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિએ શત્રુંજય તીર્થના ઉદ્ધારક સમરસિંહનું ચરિત્ર નિરૂપતો ગ્રંથ સમરોરાસુ વિ. સં. ૧૩૭૧ | ઈ. સ. ૧૩૧૫માં રચ્યો છે. એમાં સમરાશાએ દીવબેટની યાત્રા કરી ત્યારે ત્યાંના વર્ણનમાં જિનમંદિરોમાં શોભતા સુંદર એવા “કુમારવિહાર'નો ઉલ્લેખ કર્યો છે°. આ જિનાલય સંબંધી એક બીજો ઉલ્લેખ ૧૪માં શતકના અંતભાગે થયેલા ઉપાધ્યાય વિનયપ્રભના “તીર્થયાત્રાસ્તવન'માં પણ મળે છે. મુસ્લિમ આક્રમણો દરમિયાન દીવનાં પ્રાચીન મંદિરોનો ધ્વંસ થયેલો તેમાં આ ‘કુમારવિહારનો પણ નાશ થયો હશે. ૧૪. દેવપત્તન
પ્રભાસપાટણમાં કુમારપાળે પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યાનું આચાર્ય હેમચંદ્ર ચાશ્રયકાવ્યમાં કહ્યું છે. મેરૂતુંગાચાર્યે સોમેશ્વરપત્તનના કુમારવિહાર'નો જે ઉલ્લેખ કર્યો છે તે હેમચંદ્ર કથિત પાર્શ્વનાથનું મંદિર હોઈ શકે. આ મંદિરના રંગમંડપ ને વિતાન તેમ જ સ્તંભો ત્યાંની જુમા મસ્જિદમાં છે જ. ૧૫. મંગલપુર
માંગરોળમાં પણ “કુમારવિહાર' બંધાયો હતો. હાલ એના અવશેષો ત્યાંની મસ્જિદોમાં હોય એમ લાગે છે. અત્યારે કોટમાં રાવળીમસ્જિદ પાસે દેરાસર છે તેના ભોતાની ઊંચાઈ બતાવે છે કે એ જ સ્થળે મૂળ દેરાસર હોય. જ્યાં જ્યાં “કુમારવિહાર બંધાયેલા એના મળી શકયા તેટલા ઉલ્લેખો એકત્ર કરી અહીં ચર્ચા કરી છે. અમારા ધ્યાન બહાર ગયા હોય તેવા પણ ઉલ્લેખો ઉપલબ્ધ સાહિત્યમાં હશે. આ ઉપરાંત સાહિત્યમાં નોંધ ન લેવાઈ હોય કે લભ્ય સાહિત્યમાં ઉલિખિત ન હોય તેવાં સ્થળોના કુમારવિહારો' વિશે ભવિષ્યમાં કંઈ પત્તો મળે ત્યારે ખરું. અમને લાગે છે કે કર્ણાવતી (અમદાવાદ), ચંદ્રાવતી, કર્પટવાણિજય (કપડવંજ), ભૃગુકચ્છ (ભરૂચ), ધવલકક્ક (ધોળકા) વગેરે સ્થળોએ “કુમારવિહાર' બંધાયા
Page #11
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહારો
૧૬ ૧
હોવાની શક્યતા છે.
આમ બત્રીસ તો નહીં, પણ બધું મળીને એનાથી અર્ધા–સોળેક જેટલા ‘કુમારવિહાર'ની તો ભાળ મળે છે. એમાં પણ તારંગા અને પાટણનાં મંદિરો વિશાળ કદનાં હતાં. જયસિંહ સિદ્ધરાજે કરાવેલાં શૈવ-જૈન મંદિરોની સાથે કુમારપાળે કરાવેલાં એ બન્ને ધર્મોનાં મંદિરોની એકત્રિત સંખ્યા સરખાવતાં એ ચોક્કસ વધી જાય છે. એ કાળના ભારતવર્ષમાં આટલી મોટી સંખ્યામાં કોઈ રાજવીએ દેવમંદિરો બંધાવ્યાં હોવાનું જાણમાં નથી. એ જોતાં રાજા કુમારપાળનું સ્થાપત્યક્ષેત્રે એક મોટું યોગદાન ગણાય. કુમારપાળયુગની શિલ્પ-સ્થાપત્ય કલાનો ખ્યાલ પ્રભાસના સોમનાથ, તારંગા, જાલોર, અને આબૂઅચલગઢ)નાં જિનમંદિરોના અવલોકનથી મળી રહે છે.
લેખની સમાપન નોંધરૂપે કુમારવિહારોના અજયપાલે કરાવેલ નાશ સંબંધી ઉપલબ્ધ સાઘન-સાહિત્ય અને એ પ્રવાદ સત્ય છે કે નહીં એ વિશે તપાસી જોઈએ. જિનપ્રાસાદપતનની વાત પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ તેમ જ પુરાતન પ્રબંધસંગ્રહમાં અપાયેલા અજયદેવ સંબંધી પ્રબંધમાં નોંધાયેલી છે. એ બધાનો સાર એ છે કે અજયદેવે અજયપાળ) ગાદીએ બેઠા પછી ટૂંક સમયમાં જ જૈનો પર જુલમ ગુજારવો શરૂ કર્યો. મહામાત્ય કપર્દીને તેલની કડાઈમાં તળાવ્યા. મંત્રી આઝભટ્ટની સૈનિકો પાસે હત્યા કરાવી. બાલચંદ્રની શિખવણીથી મુનિ રામચંદ્રને તાંબાની ધગધગતી પાટ પર જીવતા જલાવ્યા ને તદુપરાંત પૂર્વજોએ બાંધેલ (ખાસ કરીને કુમારપાળે બંધાવેલ) જિનપ્રાસાદો પડાવવા શરૂ કર્યા. અને એ સિલસિલામાં છેવટે તારંગાના મહાનું જિનાલયને તોડવા પ્રવૃત્ત થયો. જૈન શ્રેષ્ઠી “અભયડ (આભડ વસાહ) કે જે રાજયવારસના પ્રશ્ન અંગે કુમારપાળના મૃત્યુ પછી ચાલેલ ખટપટોમાં અજયપાળની તરફેણમાં રહ્યો હતો તેણે તારંગાના પ્રાસાદને બચાવી લેવા વિચાર્યું. (આ પ્રાસાદ એની પોતાની દેખરેખ નીચે તૈયાર થયાનું આપણે અગાઉ જોઈ ગયા છીએ.) રાજાના કૃપાપાત્ર સીલણ ભાંડને આ કાર્ય માટે દ્રવ્ય આપી એણે તૈયાર કર્યો. સીલણે અજમાવેલ નુસખાનું વર્ણન કરતાં પ્રબંધકારો કહે છે કે રાજાને એણે પોતાને ઘેર આમંત્રીને એની સમક્ષમાં સાંઠીકા ને ઈંટ-ચૂનાનું એક મંદિર બનાવ્યું : પછી પોતે તીર્થયાત્રાએ જવા સૌની રજા લઈ બહાર નીકળવા પ્રવૃત્ત થયો. જેવો એ બારણામાંથી જાય છે કે લાગલા જ એના પુત્રોએ એ મલોખાનું મંદિર ડાંગ મારીને ધડાધડ તોડવું શરૂ કર્યું. તોડવાનો અવાજ સાંભળતાં સીલણ પાછો ફર્યો ને ઉપાલંભભર્યા સ્વરે પુત્રોને સંબોધતાં કહ્યું કે, રે દુષ્ટો ! તમારા કરતાં તો આ કુનૃપતિ સારો કે જેણે દેરા તોડવાનું પોતાના પૂર્વજના મરણ પછી શરૂ કર્યું : તમે તો એટલીયે રાહ જોયા વિના, મારી હયાતીમાં જ મારું બનાવેલું દેહરું પાડવા માંડ્યા ! આ સાંભળીને ભોંઠા પડેલા રાજાએ પ્રાસાદો તોડવાની પ્રવૃત્તિ બંધ કરી. પ્રબંધચિંતામણિકાર કહે છે આ યુક્તિથી તારંગા અને બીજાં કેટલાંક સ્થળોએ
નિ, એ. ભા. -૨૧
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
અવશિષ્ટ રહેલા કુમારવિહારો બચી ગયા
(સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી સરખા ગઈ પેઢીના ધુરંધર વિદ્વાનોએ અજયપાળના પિશાચિક, આર્યધર્મલોપી કૃત્યો ઉપર ટીકા નથી કરી અને ઊલટું એ રાજા જૈન-વિરોધી હોવામાં શંકા વ્યક્ત કરી છે"* ! પણ જૈન પ્રબંધકારોની આ વાતો ટાઢા પહોરનાં ગપોડાં સમાન નહોતી. બીજા કોઈ સોલંકી રાજા વિશે આવા આરોપો-અપવાદો પ્રબંધકારોએ કર્યા નથી, પણ અજયપાળ માટે જ કર્યા છે. અને અજયપાળનું ત્રણ વર્ષમાં ખૂન થાય છે, એ બતાવી આપે છે કે એ અમુકાશે અવિચારી, દુશ્ચરિત, અને જુલમી રાજા હતો. વિશેષમાં કુમારપાળે બંધાવેલાં જિનમંદિરો તેમ જ અન્ય કોઈ કોઈ એણે તોડ્યાં હોવાનાં પરોક્ષ પ્રમાણ ચોક્કસ મળે છે, એની વિગતો હવે જોઈએ.
(૧) મંત્રીશ્વર ઉદયનના નામે બંધાયેલા ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિના શિલાલેખના શિલાખંડનો ઉપયોગ વિ. સં. ૧૨૬૬ | ઈ. સ. ૧૨૦૯માં વિષ્ણુની મૂર્તિ કંડારવામાં થયો છે. શિલાલેખ રઝળતો તો જ થાય, જો એ મંદિરની કોઈ રૂપમાં દુર્દશા થઈ હોય. દિનેશચંદ્ર સરકાર તેમ જ દાવ રમેશ મજમુદાર એને માટે કુમારપાળના અનુગામીઓની જૈન વિરોધી પ્રવૃત્તિને કારણભૂત ઠરાવે છે9. ઉદયન મંત્રી અને એના પુત્રો કુમારપાળના અડીખમ ટેકેદારો હતા : આથી અજયપાળનો રોષ “ઉદયન વિહાર “પર ઊતર્યો હશે.
(૨) સચિવેશ્વર વસ્તુપાળે ખંભાતના "કુમારવિહાર'માં મૂલનાયક નવા કરાવેલા. કુમારપાળે એ મંદિર ઈ. સ. ૧૧૬૦ આસપાસ બંધાવ્યાનું અનુમાનીએ અને વસ્તુપાલે એમાં પુન:પ્રતિષ્ઠા ઈસ. ૧૨૩૦માં કરાવી હોવાનું અંદાજીએ તો એ સિત્તેરેક વર્ષના ગાળામાં એવું શું બન્યું હતું કે “મૂલનાયક'ની પ્રતિમા ફરી કરાવવી પડી ? અને એ પણ ખંભાતમાં બીજે કયાંય નહીં અને “કુમારવિહાર'માં જ? આની પાછળ અજયપાળના આસુરી કૃત્યનું સૂચન સહેજે મળે છે.
(૩) માંડલના ‘કુમારવિહારનો વસ્તુપાળ ઉદ્ધાર કરાવે છે. શા કારણે ? (૪) એ જ રીતે ધંધુકાના “કુમારવિહારીને પણ મંત્રીશ ઉદ્ધરાવે છે.
(હેમચંદ્રની જન્મભૂમિમાં કુમારપાળે કરાવેલ જિનમંદિર પર અજયપાળનો વિશેષરૂપે ખોફ ઊતર્યાનું કલ્પી શકાય.)
(૫) આબૂનો વહુડિયા કુટુંબનો ઈ. સ. ૧૨૪૦નો તુલ્યકાલીન લેખ પણ જણાવે છે કે લાડોલના “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે એમણે ત્યાં ગોખલામાં પ્રતિમા કરાવેલી.
આટલાં બધાં સ્થળોએ “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર થયાનું કારણ શું? કારણમાં અમને
Page #13
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહારો
૧૬૩
તો અજયપાળની પ્રબંધકારો કહે છે તે “પ્રાસાદપાતનપ્રવૃત્તિ જ લાગે છે. પાછલા કાળના ઉત્કીર્ણ લેખોમાં નિષ્કલંકાવતાર' ગણાવેલ (બ્રાહ્મણીય ધર્મનો ઉદ્ધાર કરનાર, વિષ્ણુનો કલ્કિ' અવતાર) અજયપાળને પુરાતન પ્રબંધસંગ્રહમાં “ધર્મસ્થાનકપાતન પાતકી'નું બિરુદ આપેલું છે. એની યથાર્થતા વિશે. હવે શંકાને કોઈ કારણ રહેતું નથી.
હવે એક પ્રશ્ન એ ઊભો થાય છે કે અજયપાળના મૂઆ પછી તરત જ જીર્ણોદ્ધારો કેમ થયા નહીં અને એ મંદિરો તૂટ્યા પછી છેક સાઠેક વર્ષ બાદ–વસ્તુપાળના સમયમાં–થાય છે ! કુમારપાળના સમયમાં ઘણા શૈવ-વૈષ્ણવો જૈનધર્મી બનેલા. એની પ્રતિક્રિયા રૂપે અજયપાળના જૈન-વિરોધી શાસન દરમિયાન અને વ્યુત્પન્ન બ્રાહ્મણાચાર્ય દેવબોધિ કે દેવપ્રબોધના પ્રભાવ નીચે ઘણા જૈનોએ જૈન ધર્મ છોડી વૈદિક મત સ્વીકાર્યો હોય એમ લાગે છે. જૈન ધર્મની ગ્લાનિના અને જૈનોની અસલામતીના એ દિવસોમાં જીર્ણોદ્ધારો, અને એમાંયે રાજાએ તોડેલાં જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવાનું સાહસ જૈનસંઘ-સમાજે લાંબા સમય સુધી નહીં કર્યું હોય એમ માની શકાય. વસ્તુપાલ-તેજપાલના જૈનધર્માલ્યુદયના કાળે સહેજે શક્ય બન્યું હશે.
બીજી એક વાત એ છે કે અજયપાળ તોડાવેલાં મંદિરો ઠેઠ નીચેથી તોડવામાં આવેલાં કે માત્ર મૂલનાયકની પ્રતિમા ઉથાપી ફેંકી દઈ, એમાં પૂજા કરાવવાનું બંધ કરાવવામાં આવતું ? પ્રબંધકારોનું કથન એવી અસર ઊભી કરે છે કે એ મંદિરો માત્ર ખંડિત જ કરાવવામાં આવતાં નહીં, સદંતર તોડી પાડવામાં આવતાં. વસ્તુપાલના “કુમારવિહાર'ના ઉદ્ધારોની વિગતો વાંચતાં અમને એમ લાગ્યું કે કેટલાક કિસ્સાઓમાં માત્ર મૂલનાયકની મૂર્તિ જ ઉઠાવી દેવામાં આવી હશે ને દંડકળશો ઉતારી નાખવામાં આવ્યા હશે. જ્યાં પૂરી વિગતો નથી મળતી ત્યાં સમૂળગા યા મોટા ભાગના બાંધકામનો અજયપાળના હુકમથી નાશ કરવામાં આવ્યો હશે એમ માની શકાય. અજયપાળ, અને મુસ્લિમ આક્રમણોથી તેમ જ જીર્ણોદ્ધારના પ્રતાપે કુમારપાળનાં બંધાવેલા મંદિરોમાં આજે હવે તારંગા, જાલોર, અને આબૂનાં મંદિરો જ બચ્યાં છે. તમામ ‘કુમારવિહારો” આજે વિદ્યમાન હોય તો ગુજરાતની કુમારપાળયુગની સ્થાપત્ય-સમૃદ્ધિનાં આજે પૂર્ણરૂપે દર્શન થાત5.
ટિપ્પણો :
૧. જુઓ D. B. DISKALAKAR, Poona Orientalist Vol II, No. 4 (1938), p. 222; અને એ
QIELLM 4-912 HÈ V. P. JHOHRAPURKAR, Epigraphia Indicu, Vol. XXXIII, July 1959, pp. 117-120. ૨. લેખની પંક્તિઓ અમુક અમુક સ્થળે ખંડિત થયેલી હોવાથી આ મુદ્દાનો એકદમ અને આખરી નિર્ણય
કરવો મુશ્કેલ બને છે.
૩. પ્ર. ૭ ૭૭, આ ગ્રંથના સંપાદક તેમ જ મુદ્રણસ્થાન અને વર્ષ સંબંધી માહિતી અમારી નોંધ આ ક્ષણે
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સુલભ ન હોઈ આપી શકતા નથી. (આ ગ્રંથ જામનગરથી પ્રગટ થયો હોવાનું સ્મરણ છે.)
૪. મેરુતુંગાચાર્યે મૂલરાજ મહારાજે ‘મૂલવસહિકા' કરાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેની નોંધ અહીં લેવી ઘટે :
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
તેન પજ્ઞા શ્રીપત્તને શ્રીમૂનાનવાદિત રિતા, શ્રીનુાહિયેવસ્વામિન: પ્રાસાથ ! (જુઓ પ્રબંધચિંતામણિ, ‘મૂલરાજપ્રબંધ,' સં, જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, વિશ્વભારતી વિ. સંદ્ર ૧૯૮૯ ૨ ૧૭.)
૫. આ હકીકત ગુજરાતનો રાજકીય તેમ જ સાંસ્કૃતિક ઇતિહાસ લખનાર તેમ જ ઐતિહાસિક સાધન ચર્ચનાર ઘણા વિદ્વાનો પ્રબંધચિંતામણિ વગેરે મૂલ ગ્રંથોના આધારે કરી ગયા છે. અહીં એની વિગતોમાં ઊતરવું અપ્રસ્તુત છે.
૬. જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થસર્વસંગ્રહ, ભાગ પહેલો; ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ- ૬૮-૬૯, પ્રસ્તુત તામ્રપત્રો મૂળે બુદ્ધિપ્રકાશ સં- ૨૦૦૭ના અંકમાં છપાયા હોવાનું શાહ નોંધે છે. અમને એ મૂલ અંક સંદર્ભાર્થે સુલભ નથી બન્યો, એટલે એના સંપાદક વિશે કે એમણે જે અવલોકનો કર્યાં હોય તે વિશે કશું નોંધવા અસમર્થ છીએ.
૭. સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં અહિલપાટક તેમ જ સિદ્ધપુરના અનુલક્ષમાં સિદ્ધરાજકારિત પ્રાસાદોની આ પ્રમાણે નોંધ આપી છે : તતો તેથિ પુરે રાવિહારો વિગો રમ્યો ઘટ-{નળડિમ--મિડો સિદ્ધવિજ્ઞાો = સિદ્ધપુરે | Ed. Muniraj Jinvijaya, G.O.S. No, XIV Baroda 1920, આ સિવાય હેમચંદ્રે ચાશ્રયકાવ્યમાં સિદ્ધરાજે ‘મહાવીર' અને ‘સુવિધિજિન’ના પ્રાસાદો કરાવ્યાની વાત નોંધી છે. આ ગ્રંથ સંદર્ભાર્થે અમારી પાસે હાજર ન હોઈ એના મૂલપાઠ અને અન્ય આનુષાંગિક વિગતો અહીં દર્શાવી શકતા નથી. (મોટે ભાગે એ ૧૫ ૬૦-૯૬માં આવતા હશે. ગ્રંથનું સંપાદન A. V. Kathvate દ્વારા Vol I, Bsps, XIX (1915) અને Vol II, B$ps LXXVI (1921)રૂપે થયું છે.
૮. જુઓ રામલાલ ચુનીલાલ મોદી ‘દેવપ્રબોધાચાર્ય' સ્વ રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, સંઃ પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહ તથા ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા, પાટણ ૧૯૬૫, પૃ ૧૨૦-૧૪૦, ૯. પ્રાકૃત- ચાશ્રયકાવ્ય. (૧૨મી શતાબ્દીનો મધ્યકાળ),
૧૦. મોહપરાજય અને કુમારપાલપ્રતિબોધ (વિ. સં- ૧૨૪૧ ! ઈ. સ. ૧૧૮૫).
૧૧. પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ : ઈ. સ. ૧૩૦૫).
૧૨. પ્રબંધકોશ (વિ. સં. ૧૪૦૧ : ૧૩૫૫). હેમચંદ્ર, અને રાજશેખર સંબદ્ધ પ્રસ્તુત મુદ્રિત ગ્રંથોનું આવશ્યક ટિપ્પણ નોંધવું જરૂરી છે, પણ હાલ એ સંબંધી મૂળ નોંધો નજર સામે હાજર ન હોઈ એ આપી શક્યા નથી.
૧૩. જુઓ, કનૈયાલાલ ભાઈશંકર દવે, ‘‘ગુજરાતનાં જ્ઞાતિપુરાણો,” તથા ‘‘તીર્થમાહાત્મ્યો,” સ્વાધ્યાય, પુ, પ. અંક ૧, પૃ. ૯૧,
૧૪. કુમારપાલ પ્રતિબોધમાં એનો થોડો શો મોધમ ઇશારો કરેલો છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહારો
૧૬૫
૧૫. મૂલગ્રંથ સંદર્ભ માટે લભ્ય ન બની શકવાથી અહીં મૂલપાઠનો ભાગ ઉદ્ધત કરી શકાયો નથી. ૧૬. અહીં પણ આ પળે મૂલગ્રંથો જોવા મળી શકયા નથી, પણ અમારો પરોક્ષ આધાર મુનિશ્રી
ન્યાયવિજયજીએ જૈનતીર્થોનો ઈતિહાસ અમદાવાદ ૧૯૪૯)માં કરેલું અવલોકન છે.
99.D. C Sircar, and M. R. Majumdar, "Fragmentary Inscription From Dholka",
Epigraphia Indica, Vol. XXXV. PP. 91 and 93. ૧૮. એમાં તો ‘કુમારવિહાર'ના સૌદર્યનું અમર્યાદ વર્ણન જ આપ્યું છે; એનાં સ્થાપત્યાંગ-વિષયક લક્ષણોની
વિગતો ખાસ મળતી નથી. ૧૯. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૪. આચાર્ય હેમચંદ્ર પણ આ “કુમારવિહાર'નો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે એમાં
પાર્શ્વનાથની સ્ફટિકની પ્રતિમા હતી. (જુઓ પ્રાકૃત રચાશ્રયકાવ્ય ૨૦ + ૯૮-૧૦૦ } : Ed. P. 1.
Vaidya, BSPS, LX, Bombay (1936, 22 / 603-609). ૨૦. આ ગ્રંથ બે વાર પ્રકાશિત થયો છે. (જુઓ H. M. Sharma, NSP. Bombay 101 તેમ જ Muni
Jinavijaya SJS, X Ahmedabad 1940. ૨૧. જયસિત સત-પરીતામાં તથા સુમારપામ્પાત્રેડ નાં ચધાત્ ૭૨ પ્રસ્તાવ ૭, ૨૨. ચર્ચા માટે જુઓ. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨
પૃ. ૨૬૪. ૨૩. અહીં પણ મૂલ ગ્રંથ તપાસી શક્યા નથી; અમારો આધાર ન્યાયવિજયજીનો જૈનતીર્થો, પૃ ૧૯૩ પર
આપેલ નોંધ છે. ૨૪. એજન, પૃ ૧૯૪. ૨૫. એજન, પૃ. ૧૯૫, પાદટીપ. ૨૬. એજન, ૨૭. તારણગઢિ શ્રી અજિત જિણિંદ, હરષિઈ થાણા કુમરનરિંદ;
ચઉદસ-ચુમાલ જિણભૂયણિ અવર રાયતું જામલિ કવણ l/૨ રા (જુઓ પ્રાચીન તીર્થમાલા-સંગ્રહ, ભાગ ૧ લો. સંશોધક શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર
વિ. સં. ૧૯૭૮, પૃ. ૫૭). ૨૮. ગઢતારિગિ અજિતજિદ તીરથ થાણું કુમરનરંદ ૨૯l (અજન પૃ. ૧૦૩). ૨૯પણ મંદિરના પ્રાંગણમાં રહેલ એક દેરીમાં આવેલ કીર્તિસ્તંભ પર કુમારપાળના છેલ્લા વર્ષનાં
વિ. સં. ૧૨૩૮ ; ઈ. સ. ૧૧૭૪નો લેખ હોવાનું પ, અંબાલાલ પ્રેમચંદ શાહે નોંધ્યું છે : (જુઓ જૈન
તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૪૭) ૧૦. આ લેખો જુદા જુદા ગ્રંથોમાં પુનઃપ્રગટ થયેલા છે જુઓ શાહ, જૈનતીર્થ, પૃ. ૧૪૮. જિનહર્ષે વસ્તુપાલ
કારાપિત એ પ્રતિમાઓની નોંધ લેતાં અજિતનાથના એ ચૈત્યને 'કુમારવિહાર' સ્પષ્ટ શબ્દોમાં કહ્યો છે : શ્રીકુમારવિહારેલી તાનમારને નાિિઝનમોર્ગનયામાસ વેત્ત Ir૬૪૪il (૮૧) પ્રસ્તાવ ૮.
Page #16
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૩૧. જુઓ શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ બીજો), સં. મુનિરાજ શ્રી જયંતવિજયજી, ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪, લેખાંક ૩૫૨, પૃ. ૧૪૨-૧૪૩,
૧૬૬
32. The Aparajitapṛccha of Bhuvanadevacarya, Ed. Popatbhai Ambashankar Mankad, G .O. S. CXV, Baroda 1950, 183 / 3-8.
૩૩. શાહ, જૈનતીર્થ, પૃ. ૧૪૯,
૩૪. જુઓ M. A. Dhaky, “The Chronology of the Solanki Temples of Gujarat," Journal of the Madhya Pradesh Itihas Parishad `No. 3 1961, pp. 58-60.
* મૂળ ગ્રંથ મળ્યો નથી, પણ આ અવતરણ ન્યાયવિજયજીએ (પૃ, ૨૦૬) તેમ જ પં, અંબાલાલ શાહે (પૃ. ૮૪) આપ્યું છે તે ઉ૫૨થી નોંધ્યું છે.
૩૫. જુઓ ન્યાયવિજયજી, પૃ. ૨૦૬ તથા શાહ, પૃ. ૮૫.
૩૬. ન્યાયવિજયજી, પૃ. ૨૦૭.
૩૭. દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૫૦૨.
૩૮. ગઢ ઉપરિ ગિરિસમી સુઈ પ્રાસાદ કરાવી;
કુમર નરેસર આદિનાહ ડિમા સંઠાવી. ૧૦.
જાણ અજાણ સહુ કોઈ, “રાવિહાર’ વિહારકંતિ ઇણિ કારણિ કહીઈ. ૧૧. અને
કુમર નરવરઈ કુમર નરવરઇ ગુરુ અવિહાર, ગિરિ ઉપર કારવીઆ, આદિનાહ જિણ બિંબ ઠાવ અ, ૧૩ (જુઓ દેશાઈ, જૈનયુગ, પુ. ૪, અંક ૬-૭-૮, ૧૯૮૫, પૃ. ૩૪૨.)
૩૯. જુઓ શાહ, પૃ. ૮૫.
૪૦. જિનપ્રભસૂરિએ આ પ્રમાણે નોંધ લીધી છે.
માતપાતપૂપાલ ચૌતુયબુત ચંદ્રમા:। શ્રીવી ચૈત્ય મસ્યોશ્ચો: શિરે નિર્માયવત્ ॥ (જિનવિજય. પૃ ૧૬૪) સોમસુંદર સૂરિનો ‘કલ્પ’ જોવા નથી મળ્યો. અહીં નોંધ જયંતવિજયજીને આધારે લીધી છે. ૪૧. જયંતવિજયજી, આબૂ, ભાગ પહેલો, ઉજજૈન ૧૯૩૩, પૃ. ૧૮૯.
૪૨. કુમરવિહાર માલા ગિરિ ઊરિ‚ તિહાંપ્રણાઉં શ્રી શાંતિ ૨ / ૨.' (જુઓ દેશાઈ જૈનયુગ, પુ. ૫. અંક ૧૧-૧૨, ૧૯૮૬ પૃ. ૧૪૪.) દેશાઈ ઉપલી ગાથા પર ટિપ્પણ કરતાં કહે છે કે મુનિશ્રી જયંતવિજયજીની અટકળને એ અનુમોદન આપી રહે છે.
૪૩. શીલવિજય : ભાણવસહીઈ નેમિજિણંદ તે પણિ કીધી કુમર રિંદ,
અચલેસ૨માનિ શિવદાસ તેત્રીસ કોડિ દેવાનુવાસ-જ્ઞાનવિમલ ગામમહિ શાંતિવિહાર વાહિર જુહારી કુમર નૃપતિ એ કર્યું એ; જિન બિબે ભર્યું એ. (જુઓ વિજયધર્મસૂરિ, અનુક્રમે પૃ- ૧૦૫ અને ૧૩૯.) ૪૪. અમે આ મંદિર રૂબરૂ જોયું નથી, પણ તસવીરની વિગતો પરથી ઉપર કથિત અનુમાન દોર્યું છે. જુઓ દેશાઈ, પૃ. ૩૩૫ કંડિકા ૪૮૦.
Page #17
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ અને કુમારવિહારો
૪૫. થરાદ્રપુર પ્રાપ મળ છાત !
हेमकुम्म ध्वजभ्राजि - जैन चैत्य मनोहरे ॥५१॥ कुमारपालभूपाल पुण्य श्री कालिमंदिरं । તત્ર નેન્દ્ર !............ ૪પ૬ વુિં નૈને નવીનં તવ નર્મ
मंत्री कुमारभूपाल विहारस्य सहोदरम् ॥६२।। प्रस्ताव द्वितीय ૪૬ શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ બીજો) ઉજજૈન, વિ. સં. ૧૯૯૪, લેખ ક્રમાંક ઉપર,
પૃ ૧૪૨. ૪૭. કકરિ કંઉરિવિહારિ પાસ થારાદ્રિ પાસો . (શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૭, અંક ૧, ક્રમાંક ૧૯૩,
અમદાવાદ ૧૯૫૧ : સ્તવનના સંપાદક છે ભંવરલાલજી નાહટા.) ૪૮. જુઓ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ બીજો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૮૯. ૪૯. જયંતવિજયજી, પૃ ૧૪૨. ૫૦. શ્રી રામવિહારવાર્થીનૂતનવં ! તથા હિi વૈj તેમુન્નો છુષ શ્રધાતુ ઉઝા પ્રસ્તાવ રૂ. ५१. पुण्यार्थं वैरिसिंहस्य यस्तीर्थेशं न्यवोविशत् श्री कुमारविहारेऽत्र, वृतातिनतकमौ । पार्श्वनाथ-महावीरौ, प्रीत्या
જ: પ્રત્યુતકયત્ ૬૭ (જુઓ સુકતકીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ, સિંઘી જૈન ગ્રંથમાલા,
ગ્રંથાંક , મુંબઈ ૧૯૬૧ : સંપાદનકર્તા શ્રી પુણ્યવિજયસૂરિ.) ५२. असावादि जिनेन्द्रस्य मण्डल्यां वसति व्यधात् मोढार्हद्यसतो मूलनायकं च न्ययीविशत ॥६५८॥
श्री कुमारविहाराख्य मुद्धारार्थ जिनालयं-ध्वजा भुजालतोत्क्षिप्त तांडवं विटधे नवं ॥६५९॥ 43. प्रभूणां जन्मग्रहभूमौ स्वयं कारितसप्तशहस्तप्रमाणे [ न ] झोलिकाविहारे प्रभावता विधित्सर्जाति
fજનાનાં....... ઇત્યાદિ, મારપાતરિ પ્રવેબ પૃ. ૨૩. ૫૪. કુમારપાન મૂપાત્ર વસત મૂળનાય છે
निधाय कारयामास हेमकुम्भं पुनर्नवं ॥४८॥ उदधार पुनर्जन्म-वसति विहुराग्रणीः ।। नवीन काञ्चनं कुम्भं तस्य श्रृङ्गे न्यवीविशत् ।।४९।।
–પ્રસ્તાવ ૬ ૫૫. હાલ એ ગ્રંથ અમને ઉપલબ્ધ ન હોઈ મૂળ સંદર્ભ આપી શકતા નથી. પદ . તલાઝઇ અઈશદેવી મલ્હારુ પાલીતાણા એ પાસ (ફેયર ? કુંવર)વિહાર ૫. (જુઓ ન્યાયવિજયજી,
પૃ. ૫૬૮.) ૫૭. પાલિતાણઈ તલહટિયા નરહં માહિ વિહારો-નરવઇ કુમર કરાવિયઉ પાસ જુહારિસુ સારશે રોકે
(સંપાદક : સારાભાઈ નવાબ, “પંદરમા સૈકાની બીજી શત્રુંજય પરિપાટી," શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ
૧૨, અંક ૪ ક્રમાંક ૧૩૬, પૃ ૧૦૦). ૫૮. નગરીમાહિ કમરવિહારિ જિનપાસ નમીજઇ; લલિતપાલિ પ્રભુવીર વંદી ભવપાર લહી જઇ; (જુઓ
Page #18
--------------------------------------------------------------------------
________________ 168 નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વિજયધર્મસૂરિ, પૃ. 40.) પ૯ જુઓ ગાંધી, જૈનયુગ પૃ 1 અંક 9, વૈશાખ 1982 પૃ. 304. 60. દીવિહિ એ જંયરિ-વિહારિ, રિસહજિણ અંદબુદ આદિણિ જુઓ શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ 17, અંક 1, ક્રમાંક 193, અમદાવાદ 15-10-51, પૃ. 21 : સંપાદક ભંવરલાલજી નાહટા, 61. સંદર્ભગ્રંથ લભ્ય ન હોઈ મૂળ પાઠ ટાંકી શકવા અસમર્થ છીએ. 62. અથ શ્રી સોમેશ્વરત્તિને વારંવહારWારે બૃદસ્પતિના ૬:............ઇત્યાદિ –મારપાનાવિન્ય, p. 62. 63. જુઓ અમારો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો” નામક લેખ, સ્વાધ્યાય રૂ. 3, અંક 3 વિ. સં. 2022. 64. આનું પ્રમાણ કોઈ પ્રાચીન સજઝાય યા તીર્થમાળામાંથી અમે ઉતારેલું, પણ હાલ નોંધ મળતી નથી. ન્યાયવિજયજીએ પણ સંદર્ભ દીધા સિવાય માંગરોળમાં ‘કુમારવિહાર' હતો એવી નોંધ કર્યાનું સ્મરણ છે. 65, સમયાભાવે તેમ જ હાથ ધરેલ અન્ય કામો વર્ષો સુધી ચાલુ રહેવાથી વિશેષ તપાસ થઈ શકી નથી. 66. પ્રબંધકારોનો અજયદેવ” તે ઉત્કીર્ણ લેખો અને વંશાનુપૂર્વીઓનો “અજયપાલ' છે. 67. પ્રબંધચિંતામણિમાં નોંધ્યું છે કે એ પ્રમાણે અવશિષ્ટ રહેલા (બચી ગયેલા) કુમારવિહારા આજે જોઈ શકાય છે. જિનવિજયજી પૃ. 96) જયારે પુરાતનપ્રબંધ સંગ્રહ ઉપરથી એવી છાપ પડે કે જાણે આ એક તારંગાનો જ પ્રાસાદ બચ્યો હશે; પણ મેરૂતુંગની વાત વધારે સાચી લાગે છે. સીમાડે અને ગુજરાતની સીધી હકૂમત નીચે નહીં હોય તેવા પ્રદેશોમાં “કુમારવિહાર' પ્રાસાદો બચી ગયા હશે. જેમકે અમુકાશે જાલોર, અને અચલગઢ, આબુ. 68. આ અંગે તેમનો સુપ્રસિદ્ધ ગ્રંથ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ જોવો. એ ગ્રંથ હાલ અમારી પાસે મોજૂદ ન હોવાથી મુદ્રણસ્થાન, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક ટાંકી શકતા નથી. 69, "Fragmentary," p. 89. 70. મોદી, પૃ 136-37. 71 એજન. 72. પ્રભાસપાટણના ‘કુમારવિહાર'ના અવશેષો ત્યાંની એક વખતની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. (જુઓ અમારો સ્વાધ્યાય, પુ રૂ અંક 3, વિ. સં. ૨૦૨૨માં છપાયેલો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો" નામક લેખ.) 73, ખંભાત, ધોળકા, પ્રભાસપાટણ આદિની મસ્જિદોમાં કયાંક તંભો તો કયાંક છતા જળવાયેલી હોવાનું સાંપ્રત લેખકે શૈલીગત લક્ષણોથી નિર્ણય કર્યો છે.