________________
કુમારપાળ અને કુમારવિહારો
૧૬ ૧
હોવાની શક્યતા છે.
આમ બત્રીસ તો નહીં, પણ બધું મળીને એનાથી અર્ધા–સોળેક જેટલા ‘કુમારવિહાર'ની તો ભાળ મળે છે. એમાં પણ તારંગા અને પાટણનાં મંદિરો વિશાળ કદનાં હતાં. જયસિંહ સિદ્ધરાજે કરાવેલાં શૈવ-જૈન મંદિરોની સાથે કુમારપાળે કરાવેલાં એ બન્ને ધર્મોનાં મંદિરોની એકત્રિત સંખ્યા સરખાવતાં એ ચોક્કસ વધી જાય છે. એ કાળના ભારતવર્ષમાં આટલી મોટી સંખ્યામાં કોઈ રાજવીએ દેવમંદિરો બંધાવ્યાં હોવાનું જાણમાં નથી. એ જોતાં રાજા કુમારપાળનું સ્થાપત્યક્ષેત્રે એક મોટું યોગદાન ગણાય. કુમારપાળયુગની શિલ્પ-સ્થાપત્ય કલાનો ખ્યાલ પ્રભાસના સોમનાથ, તારંગા, જાલોર, અને આબૂઅચલગઢ)નાં જિનમંદિરોના અવલોકનથી મળી રહે છે.
લેખની સમાપન નોંધરૂપે કુમારવિહારોના અજયપાલે કરાવેલ નાશ સંબંધી ઉપલબ્ધ સાઘન-સાહિત્ય અને એ પ્રવાદ સત્ય છે કે નહીં એ વિશે તપાસી જોઈએ. જિનપ્રાસાદપતનની વાત પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ તેમ જ પુરાતન પ્રબંધસંગ્રહમાં અપાયેલા અજયદેવ સંબંધી પ્રબંધમાં નોંધાયેલી છે. એ બધાનો સાર એ છે કે અજયદેવે અજયપાળ) ગાદીએ બેઠા પછી ટૂંક સમયમાં જ જૈનો પર જુલમ ગુજારવો શરૂ કર્યો. મહામાત્ય કપર્દીને તેલની કડાઈમાં તળાવ્યા. મંત્રી આઝભટ્ટની સૈનિકો પાસે હત્યા કરાવી. બાલચંદ્રની શિખવણીથી મુનિ રામચંદ્રને તાંબાની ધગધગતી પાટ પર જીવતા જલાવ્યા ને તદુપરાંત પૂર્વજોએ બાંધેલ (ખાસ કરીને કુમારપાળે બંધાવેલ) જિનપ્રાસાદો પડાવવા શરૂ કર્યા. અને એ સિલસિલામાં છેવટે તારંગાના મહાનું જિનાલયને તોડવા પ્રવૃત્ત થયો. જૈન શ્રેષ્ઠી “અભયડ (આભડ વસાહ) કે જે રાજયવારસના પ્રશ્ન અંગે કુમારપાળના મૃત્યુ પછી ચાલેલ ખટપટોમાં અજયપાળની તરફેણમાં રહ્યો હતો તેણે તારંગાના પ્રાસાદને બચાવી લેવા વિચાર્યું. (આ પ્રાસાદ એની પોતાની દેખરેખ નીચે તૈયાર થયાનું આપણે અગાઉ જોઈ ગયા છીએ.) રાજાના કૃપાપાત્ર સીલણ ભાંડને આ કાર્ય માટે દ્રવ્ય આપી એણે તૈયાર કર્યો. સીલણે અજમાવેલ નુસખાનું વર્ણન કરતાં પ્રબંધકારો કહે છે કે રાજાને એણે પોતાને ઘેર આમંત્રીને એની સમક્ષમાં સાંઠીકા ને ઈંટ-ચૂનાનું એક મંદિર બનાવ્યું : પછી પોતે તીર્થયાત્રાએ જવા સૌની રજા લઈ બહાર નીકળવા પ્રવૃત્ત થયો. જેવો એ બારણામાંથી જાય છે કે લાગલા જ એના પુત્રોએ એ મલોખાનું મંદિર ડાંગ મારીને ધડાધડ તોડવું શરૂ કર્યું. તોડવાનો અવાજ સાંભળતાં સીલણ પાછો ફર્યો ને ઉપાલંભભર્યા સ્વરે પુત્રોને સંબોધતાં કહ્યું કે, રે દુષ્ટો ! તમારા કરતાં તો આ કુનૃપતિ સારો કે જેણે દેરા તોડવાનું પોતાના પૂર્વજના મરણ પછી શરૂ કર્યું : તમે તો એટલીયે રાહ જોયા વિના, મારી હયાતીમાં જ મારું બનાવેલું દેહરું પાડવા માંડ્યા ! આ સાંભળીને ભોંઠા પડેલા રાજાએ પ્રાસાદો તોડવાની પ્રવૃત્તિ બંધ કરી. પ્રબંધચિંતામણિકાર કહે છે આ યુક્તિથી તારંગા અને બીજાં કેટલાંક સ્થળોએ
નિ, એ. ભા. -૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org