________________
કુમારપાળ અને કુમારવિહાર થયો: કુમારપાળના સમકાલીન જૈન લેખકો– હેમચંદ્ર”, યશચંદ્ર, અને સોમપ્રભાચાર્ય તેમ જ ઉત્તરકાલીન લેખકો જેવા કે મેરૂતુંગર અને રાજશેખરના ગ્રંથો ચોક્કસ એવી છાપ ઊભી કરે છે જ. જૈન મુનિઓનો જિનમતને લાવવાનો વધુ પડતો ઉત્સાહ, રાજયસત્તા સાથેનો એમાંના કોઈ કોઈનો સવિશેષ સંપર્ક, જૈન ધર્મ પાળનારને કરમુક્તિ, અને કુમારપાળ પછી જૈન મંત્રીઓની, મુનિઓની મહેચ્છાની પ્રતિક્રિયારૂપે અજયપાળનું કપર્દી અને આદ્મભટ્ટ સરખા જૈનામાત્યો, રામચંદ્ર સરખા જિનમાર્ગી સાધુઓ અને કુમારપાળ અને એના સહાયકોએ બાંધેલાં જિનભવનો પરત્વેનું વૈમનસ્ય અસૂયારૂપે પ્રગટ થયેલું એ વાત પણ અજયપાળને એનાં દુષ્કૃત્યો બદલ ક્ષમા ન આપવાની સાથે-સ્મરણમાં રાખવી ઘટે. તો બીજી બાજુ ધર્મારણ્ય, મોઢપુરાણ જેવાં ૧૫મા શતકમાં લખાયેલાં પુસ્તકો–જેમાં જૈન ધર્મની દ્રષ અને કટુતાભરી નિંદા, હેમચંદ્રાચાર્ય સરખી વિભૂતિની નિર્ભર્સના, ને જૈનોનું ધર્મપરિવર્તન કરાવી વૈિષ્ણવ બનાવવાનો આગ્રહ જોવા મળે છે–એવું વલણ અપનાવતા ગ્રંથો અને મતાગ્રહીઓ ગુજરાતમાં ભૂતકાળમાં અતિ અલ્પ સંખ્યામાં થયા છે : અને એ સૌનો પશ્ચિમ ભારતની મહામના મરુ-ગૂર્જર સંસ્કૃતિ પર કોઈ ઊંડો પ્રભાવ પડ્યો નથી. બ્રાહ્મણધર્મીઓ અને શ્રમણમાર્ગીઓ પોતપોતાની અભિરુચિ અને અનુકૂળતા અનુસાર પોતાનો જન્મનો ધર્મ છોડી એક યા બીજા માર્ગનો સ્વીકાર કરે તો એમ કરવા છતાં બન્ને આર્યસંસ્કૃતિના મહાવર્તુલમાં જ રહે છે એ તથ્યનું વિસ્મરણ ભૂતકાળમાં કોઈક જ વાર થયું છે એ સદ્ભાગ્યની વાત છે; અને મોઢપુરાણ જેવા ગ્રંથો તેમ જ ગઈ પેઢીના વિદ્વાનોના સ્વધર્માનુરાગથી પ્રેરાયેલાં પ્રતિગ્રહી લેખનોને બાજુએ રાખીને આજથી, તે સોલંકીકાળ સુધીના ગુજરાતનાં સાંસ્કૃતિક-ઐતિહાસિક લેખનોનું સિંહાવલોકન કરીએ તો એમાં એકંદરે સમાધાન, સમન્વય, સમાદર, અને સહપસ્થિતિનો સ્વીકાર જ જોવા મળે છે.
રાજર્ષિ કુમારપાળે પોતાના પૂર્વજોએ પ્રસ્થાપેલી પરંપરા અનુસાર શિવાલયોની સાથે સાથે જિનમંદિરો પણ નિર્માણ કરાવેલાં. જૈનદર્શન પ્રત્યેની અંગત રુચિને કારણે એણે પોતે, ને એના આદેશથી ગૂર્જર સામ્રાજયમાં મહત્ત્વનાં ઘણાં સ્થળોએ એના નામ પરથી કુમારવિહાર' અભિધાનથી વિખ્યાત એવા જુદા જુદા તીર્થકરોના પ્રાસાદ બંધાયેલા. આમાંના કેટલાક તો નિશ્ચયતયા એણે પોતે જ બંધાવ્યા હોવાનાં પ્રમાણ છે, જયારે કોઈ કોઈ એ વખતના સોલંકી સામ્રાજ્યના મહામંડલેશ્વરો, સામંતો, દંડનાયકો દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં નિર્માવ્યા હશે એમ માનવાને વાદ્ધયિક પ્રમાણ છે. મંત્રી યશપાલ વિરચિત મોહપરાજયનાટક(વિ. સં. ૧૨૨૯-૩૨ { ઈસ. ૧૧૭૩-૭૬)માં કુમારપાળે પોતે પૂર્વે કરેલા માંસભોજનની થઈ આવેલ સ્મૃતિનું પ્રાયશ્ચિત્ત આચાર્ય હેમચંદ્ર પાસે માગતાં એના ચિત્તના સમાધાન માટે ૩૨ દાંતની સંખ્યા પ્રમાણે ૩૨ જિનાલયો બાંધવાના ઉપદેશથી નોંધાયેલી છે.
નિ, ઐ, ભા. ૨-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org