________________
કુમારપાળ અને કુમારવિહારો
સોલંકીકાલીન ગુજરાતમાં વૈદિક કિવા બ્રાહ્મણ સંપ્રદાય અને જૈન મત વચ્ચે પરસ્પર સદ્ભાવ, આદર અને સહિષ્ણુતાની સમતુલા સોલંકીઓના આદિરાજ મૂળરાજ પ્રથમ(ઈ. સ. ૯૪૨૯૯૫)થી લઈ ગૂર્જરેશ્વર કુમારપાળ(ઈ. સ. ૧૧૪૪-૧૧૭૬)ના સમય સુધી બરોબર જળવાઈ રહેલી. એ સમતોલન ઉથલાવનાર રાજા અજયપાળ ત્રણ જ વર્ષનું શાસન કરી વિદાય થયો. અજયપાળ પછી ગુજરાતમાં ફરીને બન્ને પ્રાચીન દર્શનો વચ્ચેની સ્નેહગ્રંથિ સ્થપાઈ રહી ને વાધેલાયુગના પ્રારંભે મંત્રીશ્વર વસ્તુપાલે એને દઢતમ કરી. અજયપાળ પહેલાંના સોલંકી રાજેન્દ્રો અને જૈન સમાજના સંબંધ ઘણા જ મીઠા રહેલા. સોલંકી રાજાઓએ જૈન મંદિરોને દાનશાસનો કરી આપવા ઉપરાંત જિનભવનોનાં પણ નિર્માણ કરાવેલાં.
એ સંદર્ભમાં જોઈએ તો મહારાજ મૂલરાજદેવના સમયમાં ગુજરાતની રાજધાનીમાં ‘મૂલવસહિકાપ્રાસાદ’ બંધાયો હોવાનું પ્રભાસપાટણના દિગંબર આમ્નાયના (વર્તમાને વિચ્છેદ થયેલા) ચંદ્રપ્રભ જિનાલયને ઉપલક્ષિત, આચાર્ય હેમકીર્તિના સં ૧૨ × ના મહારાજ ભીમદેવ દ્વિતીયના સમયના ખંડિત ત્રુટિત શિલાલેખ પરથી જાણીએ છીએ. આ પ્રાસાદના નામમાં કાં તો દિગંબર આમ્નાયનો મૂલસંઘ વિવક્ષિત હોય, અથવા વિશેષે તો સ્વયં મૂલરાજ મહારાજે એ મંદિર બંધાવી આપ્યું હોય અને એ કારણે એ જિનાલયને ‘મૂલવસતિકા’નું નામ પ્રાપ્ત થયું. આવા નામવાળા એક બીજા ચૈત્યનો શ્રીપત્તન(અણહિલવાડપાટક)ના અનુલક્ષમાં ઉલ્લેખ મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળે ૧૩મા શતકની વીસી-ચાળીસી વચ્ચે કરાવેલ સુકૃતોની સૂચિમાં એમણે ‘મૂલનાથ જિનદેવ’ના મંદિર પર કલશ ચડાવ્યાની હકીકત જિનહર્ષગણિએ “વસ્તુપાલચરિત્ર’(વિ.સં ૧૪૯૭ ઈ સ૦ ૧૪૪૧)માં નોંધી છે. આ મંદિર મોટે ભાગે ઉપરકથિત દિગંબર વહિકાથી અભિન્ન હોવાની શક્યતા છે. એ પછીના કાળમાં જોઈએ તો યુવરાજ ચામુંડરાયે વડસમા વર્ણશર્મક)ના જિનભવનને વિ.સં. ૧૦૩૩ / ઈ સ૰ ૯૭૭માં આપેલું દાનશાસન, મહારાજ ભીમદેવ પ્રથમ(ઈ. સ. ૧૦૨૨-૨૬)નું વાયટમહાસ્થાનના જિનમંદિરને ઈસ્વી ૧૦૬૩ના અરસામાં આપેલું દાન", એ કાળે અવંતિપતિ ભોજ સાથે ખેલાયેલાં મેઘા અને વાક્શક્તિનાં ચાટુતાભર્યાં રણાંગણોમાં વાદિવેતાલ શાંતિસૂરિ અને તર્કચૂડામણિ સુરાચાર્યે ગુજરાત પક્ષે આપેલી સહાય, ત્યારબાદ જોઈએ તો કર્ણદેવે વિ. સં. ૧૧૪૦-ઈ સ ૧૦૮૪માં આપેલું ટાકોદીના જિનાલયને દાનપત્ર અને અનુગામી રાજા જયસિંહદેવ સિદ્ધરાજનું એને મંજૂર રાખતું સં ૧૧૫૬-ઈ સ ૧૧૦૦નું તાપ્રશાસન, સિદ્ધરાજ(ઈ. સ. ૧૦૯૫-૧૧૪૪)નો વાદિદેવસૂરિ, ધર્મઘોષસૂરિ તેમ જ આચાર્ય હેમચંદ્રસૂરિ સાથેનો મૈત્રી અને આદરભર્યો સંપર્ક, એની ગિરનાર-શત્રુંજયની યાત્રા તેમ જ એણે પાટણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org