Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
૧૬૦
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
એ પછી ૧૫મા શતકમાં એક અનામી રચયિતાની “ચૈત્યપરિપાટીમાં એનો ઉલ્લેખ કરેલો મળે છે “. છેવટે મુગલયુગના યાત્રિક પંભાનુચંદ્રના શિષ્ય પદ દેવચંદ્ર (વિ. સં. ૧૬૫૫ ઈ. સ. ૧૬૩૯) રચેલ તીર્થમાલામાં પણ પાલીતાણા ગામમાં રહેલા પાર્શ્વપ્રભુના કુમારવિહારમાં વંદન કર્યાની નોંધ કરી છે. પણ મંત્રી વામ્ભટે અહીં કુમારપુર વસાવી તેમાં ત્રિભુવનપાલવિહાર બંધાવ્યો એવી વિશેષ જૂની નોંધો છે. કુમારપાળના પિતા ત્રિભુવનપાલના નામથી બાંધેલો વિહાર પછી ઉત્તર-મધ્યકાળમાં ‘કુમારવિહાર' કહેવાવા લાગેલો તેમ જણાય છે. પાલીતાણાનાં પ્રાચીન મંદિરોનો સંપૂર્ણ નાશ થયો છે. ૧૩. દ્વીપ
નિવૃતિગચ્છીય પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિએ શત્રુંજય તીર્થના ઉદ્ધારક સમરસિંહનું ચરિત્ર નિરૂપતો ગ્રંથ સમરોરાસુ વિ. સં. ૧૩૭૧ | ઈ. સ. ૧૩૧૫માં રચ્યો છે. એમાં સમરાશાએ દીવબેટની યાત્રા કરી ત્યારે ત્યાંના વર્ણનમાં જિનમંદિરોમાં શોભતા સુંદર એવા “કુમારવિહાર'નો ઉલ્લેખ કર્યો છે°. આ જિનાલય સંબંધી એક બીજો ઉલ્લેખ ૧૪માં શતકના અંતભાગે થયેલા ઉપાધ્યાય વિનયપ્રભના “તીર્થયાત્રાસ્તવન'માં પણ મળે છે. મુસ્લિમ આક્રમણો દરમિયાન દીવનાં પ્રાચીન મંદિરોનો ધ્વંસ થયેલો તેમાં આ ‘કુમારવિહારનો પણ નાશ થયો હશે. ૧૪. દેવપત્તન
પ્રભાસપાટણમાં કુમારપાળે પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યાનું આચાર્ય હેમચંદ્ર ચાશ્રયકાવ્યમાં કહ્યું છે. મેરૂતુંગાચાર્યે સોમેશ્વરપત્તનના કુમારવિહાર'નો જે ઉલ્લેખ કર્યો છે તે હેમચંદ્ર કથિત પાર્શ્વનાથનું મંદિર હોઈ શકે. આ મંદિરના રંગમંડપ ને વિતાન તેમ જ સ્તંભો ત્યાંની જુમા મસ્જિદમાં છે જ. ૧૫. મંગલપુર
માંગરોળમાં પણ “કુમારવિહાર' બંધાયો હતો. હાલ એના અવશેષો ત્યાંની મસ્જિદોમાં હોય એમ લાગે છે. અત્યારે કોટમાં રાવળીમસ્જિદ પાસે દેરાસર છે તેના ભોતાની ઊંચાઈ બતાવે છે કે એ જ સ્થળે મૂળ દેરાસર હોય. જ્યાં જ્યાં “કુમારવિહાર બંધાયેલા એના મળી શકયા તેટલા ઉલ્લેખો એકત્ર કરી અહીં ચર્ચા કરી છે. અમારા ધ્યાન બહાર ગયા હોય તેવા પણ ઉલ્લેખો ઉપલબ્ધ સાહિત્યમાં હશે. આ ઉપરાંત સાહિત્યમાં નોંધ ન લેવાઈ હોય કે લભ્ય સાહિત્યમાં ઉલિખિત ન હોય તેવાં સ્થળોના કુમારવિહારો' વિશે ભવિષ્યમાં કંઈ પત્તો મળે ત્યારે ખરું. અમને લાગે છે કે કર્ણાવતી (અમદાવાદ), ચંદ્રાવતી, કર્પટવાણિજય (કપડવંજ), ભૃગુકચ્છ (ભરૂચ), ધવલકક્ક (ધોળકા) વગેરે સ્થળોએ “કુમારવિહાર' બંધાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org