Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ૧૫૫ કુમારપાળ અને કુમારવિહારો (પાટણના “કુમારવિહાર' વિશે કુમારપાલપ્રતિબોધ, પ્રબંધચિંતામણિ, અને કુમારપાલ વિષયક અન્ય સાધન સાહિત્યમાં કોઈ કોઈ પ્રસંગોના અનુલક્ષમાં છૂટાછવાયા ઉલ્લેખ પણ મળે છે, જેની અહીં નોંધ લેવી જરૂર નથી માની, પણ મંત્રીશ્વર તેજપાળ (૧૩મા શતકના દ્વિતીય ચરણમાં) એ મંદિર પર સાત તામ્રકલશો ચડાવ્યાની વાત જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્ર(વિ. સં. ૧૪૯૭ ! ઈ. સ. ૧૪૪૧)માં નોંધી છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. આ ‘કુમારવિહાર' તેમ જ કુમારપાલનાં બંધાવેલ અન્ય જિનમંદિરોનો ૧૩મા શતકના અંતે થયેલા મુસ્લિમ આક્રમણ સમયે વિધ્વંસ થયો હોવો જોઈએ કે પછી કદાચ અજયપાળે એ પૂર્વે નાશ કરાવી નાખ્યાની શક્યતા પણ છે. ૨. તારંગા પર્વત તારંગાના ડુંગર પર કુમારપાળે દ્વિતીય તીર્થકર અજિતનાથનું ઉત્તુંગભવન કરાવ્યાનાં સારા પ્રમાણમાં વામયિક પ્રમાણો મળે છે. તદ્ વિષયક કદાચ સૌથી જૂનો ઉલ્લેખ જિનધર્મપ્રતિબોધમાં મળે છે. એમાં કહ્યું છે તે પ્રમાણે જશદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે એ મંદિર તારંગા-પર્વત પર રાજા કુમારપાળે કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવનચરિત(સં. ૧૩૩૪ { ઈ. સ. ૧૨૭૮)માં જણાવ્યા મુજબ કુમારપાળને અજિતનાથની પ્રતિમા પૂજવાથી અજમેરુ(અજમેર)ના રાજ શાકંભરિનાથ અર્ણોરાજ પર વિજય મળેલો. એ કારણસર આચાર્ય હેમચંદ્રના ઉપદેશથી તારંગા પર અજિતનાથ મૂલનાયકનું બિંબ સ્થાપેલું. આ વાત ઉપાધ્યાય જિનમંડનના કુમારપાલપ્રબંધ (વિ. સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પણ આપી છે. આ મંદિર બાંધ્યાનું વર્ષ વીરવંશાવલીમાં વિ. સં. ૧૨૨૧ ઈ. સ. ૧૧૬પ આપ્યું છે, જે વિશ્વસ્ત માનવામાં હરત જેવું નથી. આ સિવાય રત્નમંદિરગણિના ઉપદેશતરંગિણી(આ. સં. ૧૫૧૭ ! આ ઈ. સ૧૪૬૧)માં તારંગામાં મહારાજ કુમારપાળે ભવ્ય મંદિર બનાવી એમાં અજિતનાથ સ્થાપ્યાનો ઉલ્લેખ છે. પંદરમા શતકના મધ્યભાગમાં રચાયેલ પંડિત મેઘની “તીર્થમાલા”માં પણ રાજા કુમારપાળે તારંગા પર સ્થાપેલ અજિતનાથની હકીકત નોંધી છે. ને છેલ્લે ૧૭મા શતકના યાત્રી શીલવિજયે પણ પોતાની તીર્થમાલામાં એ જ હકીકત કહી છે. તારંગાના મંદિરમાં કુમારપાળનો કોઈ લેખ હજી સુધી નથી મળ્યો, પણ મંત્રીશ્વર વસ્તુપાલે તારંગા પર્વતના “અજિતનાથ ચૈત્ય’ વિશે નેમિનાથ તેમ જ આદિનાથના બિબ વિ. સં. ૧૨૮૪! ઈ. સ. ૧૨૨૮માં સ્થાપ્યાના લેખ મળી આવ્યા છે. એ જ પ્રમાણે આબૂના દેલવાડાના મંત્રી તેજપાલ-નિર્મિત લૂણવસહીના વરહુડિયા કુટુંબના દેહરી ૩૮ના સં. ૧૨૪૦ના લેખમાં એ કુટુંબે તારણગઢના શ્રી અજિતનાથના ગૂઢમંડપમાં આદિનાથ બિંબ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. જો કે આ બન્ને ઉત્કીર્ણ લેખોમાં કુમારપાળે એ મંદિર કરાવ્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18