Book Title: Kumarpal ane Kumarviharo Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ ૧૫૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને એણે એટલી સંખ્યામાં ‘કુમારવિહાર' નામ ધરાવતા પ્રાસાદ બંધાવ્યાની ઉક્તિ છે. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(વિ. સં ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૮) તેમ જ મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ વિ. સં. ૧૩૬૧, ઈ. સ. ૧૩૦૫)માં પણ એ હકીકત નોંધાયેલી છે. આ વાત આજની ઘડીએ આપણને વિચિત્ર તેમ જ વધુ પડતી ઊર્મિલ લાગે, એ યુગના સંદર્ભમાં આમ બનવું અસંભવિત ન ગણાય. આ વાત સાચી હોય કે ન હોય, પણ કુમારપાળનું નામ ધરાવતાં સારી સંખ્યામાં જિનમંદિરો એ કાળે બંધાયેલાં, જેને વિશે હવે ઉપલબ્ધ પ્રમાણોના આધારે જોઈશું. આ અગાઉ કુમારપાળ વિશે, અને એણે કરાવેલાં દેવમંદિર વિશે ઘણા લેખકો જૂના ગ્રંથો એવં શિલાલેખોના આધારે થોડુંઘણું, છૂટું છવાયું લખી ગયા છે; પણ એનાં તમામ પ્રમાણો એકત્ર કરી એક સ્વતંત્ર વિષય તરીકે એની પૂર્ણ ચર્ચા થયેલી ન હોઈ અહીં એ પ્રયત્ન કરી જોવા વિચાર્યું છે. વિશેષમાં કેટલીક જાણીતી હકીકતો માટે વધારે પ્રમાણે એકઠાં કરી શકાયાં છે તો કેટલાક કિસ્સાઓમાં અગાઉ અજ્ઞાત એવા નવા કુમારવિહારો વિશે પણ પ્રકાશ પાડતા પુરાવાઓ મળ્યા છે. ૧. શ્રીપત્તન સોલંકીઓની રાજધાની અણહિલવાડ પાટણના “કુમારવિહાર'નો ઉલ્લેખ આપણને ધોળકાની ઈ. સ. ૧૧૬૭-૭૩ના ગાળામાં આચાર્ય હેમચંદ્રના શિષ્ય મુનિ રામચંદ્ર દ્વારા રચાયેલી “ઉદયનવિહારપ્રશસ્તિમાં મળે છે. એમાં કહ્યું છે કે (મંત્રીશ્વર ઉદયનના પુત્ર મંત્રી વાભટ્ટ) નાભેય-ઋષભદેવની રૂપાની પ્રતિમા શ્રીપત્તનના “કુમાર-વિહારમાં પ્રતિષ્ઠાવી. એ જ પંડિત રામચંદ્ર એ જિનાલય બંધાયા બાદ એની પ્રશંસા કરતું કુમારવિહારશતક કાવ્ય રચેલું, જે આજે ઉપલબ્ધ છે. સોમપ્રભાચાર્ય-સ્વરચિત જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં નોંધે છે કે રાજાએ મંત્રી બાહડાવામ્ભટ્ટ), વાયડવંશીય ચંદ્ર, શુરાદિ ગગ્ગ(ગર્ગ)ના પુત્રો, સર્વદેવ અને સંબાણ શેઠને આદેશ આપી અષ્ટાપદ સમાન ઉન્નત અને ચોવીસ જિનાલયથી અલંકૃત એવું “કુમારવિહાર' નામનું ચૈત્ય પાટણમાં કરાવ્યું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(વિ.સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮)માં અપાયેલ નોંધ અનુસાર ચૈત્ય મૂળ મંત્રી વામ્ભટ્ટનું મંદિર કયાં હતું તે ભૂમિ પર કરાવેલું : (વાભટ્ટે એ કરાવી કુમારપાળને સમર્પિત કર્યાનો એવો પણ ધ્વનિ નીકળી શકે"). સોમપ્રભાચાર્યના કથન અનુસાર રાજાએ આ સિવાય પણ પાટણમાં નેમિનાથમૂલનાયકવાળો વર્તમાન, અતીત, અને અનાગતના તીર્થકરોની બધી મળી ૭૨ દેવકુલિકાઓવાળો ‘ત્રિભુવનવિહાર' પ્રાસાદ (પોતાના પિતા ત્રિભુવનપાલના પુણ્યાર્થે) કરાવ્યો. એ ઉપરાંત “ત્રિવિહાર' નામનો એક બીજો પ્રાસાદ પણ ત્યાં કરાવ્યો : ને ૨૪ તીર્થકરોનાં આલયો કરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18