________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલેમન કહે છે કે “ જે પિતાની જીભને સવાધીન રાખી શકે છે તે કઈ નગરને કબજે કરનારા એકાદા - દ્વા કરતાં પણ વધારે પરાક્રમી છે. આત્મનિગ્રહ-પિતે પોતાને - તવાથી, અને અન્તઃકરણના સત્ય વિચારને અનુસરી વર્તવાથી પ્રાપ્ત થશે. ”
એમર્સન કહે છે કે “જેઓ સજજન હોય છે, તેઓ ગમે તેવા ઉતાવળના પ્રસંગમાં પણ પોતાના મનને કેવળ એકાંતની પેઠે શાન્ત, સ્થિર અને પ્રસન્ન રાખી શકે છે. ” બિથિયાસના વિચારમાં કહીએ તે “જે સદ્ગુણી છે તે શાણે છે, જે શાણે છે તે સજજન છે અને જે સજજન છે તે સુખી છે.”
સુખપ્રાપ્તિ અર્થે આપણે આપણું મન નિર્મલ અને શાન્ત રાખવું જોઈએ. ગઈ વાતને વૃથા શોક ન કરતાં મનની સમાન સ્થિતિ રાખવી જોઈએ. દુષ્ટબુદ્ધિને પ્રતિકાર કરવાથી, વાસનાએને તાબામાં રાખવાથી અને સેજન્યવૃત્તિને ઉત્તેજન આપવાથી આપણે વખત આપણાથી શુદ્ધ અને શાન્ત આચરણમાં કાઢી શકાશે.
પાશ્ચાત્ય વિદ્વાનો આ પ્રમાણે જે બેધ આપે છે તે બાધ તે આર્યાવર્તના મહાત્માઓની સામાન્ય વાતચિતમાં તરી આવે છે તે આર્યાવર્તના આર્યમુનિવરેના હદયગમ કાવ્યોમાં તેતે તરબળ થઈ રહ્યા હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રીમદ્ ગુરૂ મહારાજના કાવ્યોમાંથી ભક્તિરસ પણ જોઈએ તેટલો ગ્રહણ કરી શકાય છે. તેઓશ્રી પ્રભુભક્તિથી જણાવે છે કે –
હદયના ભાવના પુપે, પ્રત્યે પૂજું હુને પ્રેમે. અનુભવજ્ઞાનદીપકથી, કરૂં તુજ આરતી જ્યાં ત્યાંપ્ર ! તુજથી બને ઐકયજ, સદાની પ્રાર્થના એ છે
એ અશ્રુના સાગર વિષે, ઝીણું ઝીલાવું સર્વને; તુજ પ્રેમથી અશ્રુ ઝરે, એ અશુને સાગર કરૂં. તવ તેજના અંબારમાં, દુનિયા સકલ જેતે રહે; કાયા અને માયા અરે ! એ, તેજ જતાં છે નહીં.
For Private And Personal Use Only