Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 9
________________ કર્મતવ ૧૯૧ જૈન તથા અન્ય દર્શનની ઈશ્વરના ચણિકત સંબંધી માન્યતા કર્મવાનું માનવું એમ છે કે સુખ-દુ:ખ, સંપત્તિ વિપત્તિ, ઊંચનીચ વગેરે અનેક પ્રકારની અવસ્થાએ જોવામાં આવે છે, એમાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે કારની જેમ કામ પણ એક કારણ છે. પરંતુ કર્મપ્રધાન જેન દર્શન, અન્ય દર્શનની જેમ, ઉપર જણાવી એવી અવસ્થાઓના કે સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને નથી માનતું. બીજા દર્શનો તે સૃષ્ટિની ક્યારેક ઉત્પત્તિ થઈ એમ માને છે, અને તેથી એ દર્શનમાં કોઈ ને કઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે ઈશ્વરને સંબંધ જોડી દેવામાં આવે છે. ન્યાયદર્શન કહે છે કે સારા-ખરાબ કર્મોનું ફળ ઈશ્વરની પ્રેરણાથી જ મળે છે. વૈશેષિક દર્શનમાં ઈશ્વરને સૃષ્ટિને કર્તા માનીને એનું સ્વરૂપ વર્ણવ્યું છે. યોગદર્શનમાં ઈશ્વરને અધિષ્ઠાતા માનીને તે દ્વારા પ્રકૃતિનું પરિણામ-જડ જગતનો ફેલાવો–માનેલ છે અને શંકરાચાર્યે પણ પોતાના બ્રહ્મસૂત્રના ભાષ્યમાં, ઉપનિષદના આધારે, ઠેર ઠેર બ્રહ્મને સૃષ્ટિનું ઉપાદાનકારણું સિદ્ધ કર્યું છે પરંતુ એને ફળ ભગવાવવા માટે જૈન દર્શન ઈશ્વરને કર્મને પ્રેરક નથી માનતું, કારણ કે કર્મવાદનું માનવું છે કે જેવી રીતે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે. એ જ રીતે એના ફળને ભોગવવામાં પણ સ્વતંત્ર છે. એ જ રીતે જૈન દર્શને ઈશ્વરને સૃષ્ટિને અધિષ્ઠાતા પણ નથી માનતું, કેમ કે એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિઅનંત હોવાથી એ ક્યારેય ઉત્પન્ન નથી થઈ તથા એ પિતે જ પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી રહેતી. . . . . . ------ ૧. ગૌતમસૂત્ર અ. ૪, આ. ૧, સૂર ૧. ૨, પ્રશસ્તપાદ-ભાગ્ય પૃ. ૪૮. ૩. સમાધિપાદ સૂ૦ ૨૪નાં ભાષ્ય અને ટીકા. ૪. બ્રહ્મસૂત્ર ૨-૧-૨૬નું ભાષ્ય; બ્રહ્માસ્ત્ર અ૦ ર-૩-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22