________________
કર્મતત્વ
૧૯૯
રાખી શકતી નથી. આથી ઊલટું, જો કષાયને વેગ અંદર વિદ્યમાન હોય તે ઉપર ઉપરથી હજાર પ્રયત્ન કરવા છતાં પણ કોઈ વ્યક્તિ પિતાની જાતને બંધનથી બચાવી નથી શકતી. કષાયમુક્ત વીતરાગ બધી જગ્યાએ, જળમાં કમળની જેમ, નિલેપ રહે છેપણ કષાયવાન આત્મા વેગને દેખાવ કરીને પણ પિતાની તલ જેટલી પણ શુદ્ધિ નથી કરી શકતો. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે આસક્તિને ત્યાગ કરીને જે કામ કરવામાં આવે છે, તે બંધક નથી થતું. મતલબ કે સાચી નિર્લેપતા માનસિક ક્ષેભના ત્યાગમાં છે. આ જ ઉપદેશ કર્મશાસ્ત્રમાં મળે છે, અને બીજે પણ એ જ વાત કહેવામાં આવી છે કે
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
પાંચ વિઘssiી મોક્ષે નિર્વિવચ્ચે સમૃતમ યુપનિષદ કમનું અનાદિપણું
વિચારશીલ માણસના મનમાં પ્રશ્ન ઊઠે છે કે કર્મ સાદિ છે કે અનાદિ ? આના જવાબમાં જૈન દર્શને કહ્યું છે કે કર્મ વ્યક્તિની (એક એક કમની અપેક્ષાએ સાદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. પણ કર્મને પ્રવાહ ક્યારે શરૂ થયો, એ કઈ કહી શકતું નથી. ભવિષ્યની સામે ભૂતકાળનું ઊંડાણ અનંત છે. અને અનંતનું વર્ણન અનાદિ કે અનંત શબ્દ સિવાય બીજી કઈ રીતે થઈ શકતું નથી. એટલા માટે કર્મના પ્રવાહને અનાદિ કહેવા સિવાય બીજો કોઈ આરો નથી. કર્મપ્રવાહના અનાદિપણને અને મુક્ત જીવોના સંસારમાં પાછા નહીં ફરવાપણુને બધાં પ્રતિષ્ઠિત દર્શને માને છે. કમબંધનું કારણ
જૈન દર્શનમાં મિથ્યાત, અવિરતિ, કષાય અને એગ એ ચારને કર્મબંધનાં કારણે કહેલ છે. આને સંક્ષેપ પાછળનાં બે (કષાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org