Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf
Catalog link: https://jainqq.org/explore/249517/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્ત્વ કર્મવાદીને સિદ્ધાન્ત એ છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તે પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કોઈ પણ સારું કે નરસું, સ્થૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્ભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય. કર્મવાદની દીર્ધ દૃષ્ટિ એવું એક પણ ધૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કમ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીધું એટલા માટે છે કે તે ત્રણે કાળને સ્પર્શ છે; જ્યારે ચાર્વાકની દષ્ટિ દીધું નથી, કેમ કે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ધ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબદારીઓ અને નૈતિક બંધનમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધને કરતાં, મોટો ફેર પડી જાય છે. જે આ ફેર બરાબર સમજવામાં આવે અને તેને અંશ પણ જીવનમાં ઊતરે તે તે કર્મવાદીઓને ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચે ગણાય અને ચાર્વાકના ધર્મધ્યેય કરતાં કર્મવાદીનું ધર્મધ્યેય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય. [દઅચિં- ભા. ૧, પૃ. ૫૯] Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણુ શાસ્ત્રોના અનાદિપણાની માન્યતા જૈન સાહિત્યમાં અત્યારે શ્વેતાંબર અને દિગંબરનાં જે કર્મ શાસ્ત્ર મેજૂદ છે, એમાંના પ્રાચીન મનાતા કર્મવિષયક ગ્રંથને સાક્ષાત્ સંબંધ બને પરંપરાઓ આગ્રાયણીય પૂર્વ સાથે બતાવે છે. બન્ને પરંપરાઓ આગ્રાયણુય પૂર્વને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાંના ચૌદ પૂર્વેમાંનું બીજું પૂર્વ માને છે, અને બને પરંપરાઓ એકસરખી રીતે માને છે કે બધાં અંગે અને ચૌદ પૂર્વ, એ બધું ભગવાન મહાવીરની સર્વજ્ઞવાણીનું સાક્ષાત ફળ છે. આ ચિરકાલીન સાંકદાયિક માન્યતા પ્રમાણે અત્યારે વિદ્યમાન કર્મવિષયક સમગ્ર સાહિત્ય, શબ્દરૂપે નહીં તે છેવટે ભાવરૂપે ભગવાન મહાવીરના સાક્ષાત ઉપદેશને જ પરંપરાથી મળેલો સાર છે. આ જ રીતે એવી પણ સાંપ્રદાયિક માન્યતા છે કે ખરી રીતે બધાં શાસ્ત્રો ભાવરૂપે કેવળ ભગવાન મહાવીરથી જ પૂર્વકાલીન નહીં કે પૂર્વે પૂર્વે થયેલ બીજા બીજી તીર્થ કરેથી પણ પહેલાંના સમયના એટલે કે એક રીતે અનાદિ છે. અંગશાસ્ત્રો પ્રવાહરૂપે અનાદિ હોવા છતાં સમયે સમયે થતા નવા નવા તીર્થકરો દ્વારા પૂર્વ પૂર્વનાં અંગશાસ્ત્રો નવું નવું રૂપ ધારણ કરતા રહે છે. આ માન્યતાને પ્રગટ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદે પ્રમાણમીમાંસામાં, નિયાયિક જયંત ભટ્ટનું અનુકરણ કરીને, ભારે ખૂબીથી કહ્યું છે કે –“અનાદર તા વિચા: સંવિતરવિ ક્ષા નવનવીમતિ, તત્તશ્વિોચત્તે વિશાશ્રી, ન ાનીદશં ગત્ ?”—અનાદિકાલીન એવી આ જ વિદ્યાઓ સંક્ષેપમાં કે વિસ્તારથી વિવરણ કરવાની ઈચ્છાને લીધે નવું નવું સ્વરૂપ પામે છે, અને એ વિવરણ કરનારની કૃતિ તરીકે ઓળખાય છે. શું તે નથી સાંભળ્યું કે દુનિયા તે સદાકાળથી આવી ને આવી જ ચાલી આવે છે? ઉપર જણાવેલી સાંપ્રદાયિક માન્યતા એવી છે કે જેને સાંપ્રદાયિક લેકે અત્યાર સુધી અક્ષરશઃ સાચી માની રહ્યા છે, અને જેવી રીતે Page #3 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્વ, ૧૮૫ મીમાંસકે વેદોના અનાદિષણની માન્યતાનું સમર્થન કરે છે, એ રીતે જ એનું સમર્થન પણ કરે છે. શાસ્ત્રોને લગતી ઉપર સૂચવેલી માન્યતા પ્રત્યે સાંપ્રદાયિક લેનો ભારે આદર હોવા છતાં અહીં કર્મશાસ્ત્ર અને એના મુખ્ય વિષય કમતરવના સંબંધમાં એક બીજી દૃષ્ટિએ વિચાર કરવાનું છે. એ દષ્ટિ છે એતિહાસિક, કમાત્રની જરૂર શા માટે ? પહેલો પ્રશ્ન તો કર્મતત્ત્વને માનવું કે નહીં અને માનવું તે કયા આધારે, એ હતો. એક પક્ષ એ હતો કે જે કામ અને એના સાધનરૂપ અર્થ સિવાય બીજા કોઈ પુરુષાર્થને માનતો ન હતો. એની સમજણ મુજબ આ લેક એ જ પુરુષાર્થ હતો. તેથી એને એવું કોઈ કર્મતત્ત્વ સ્વીકારવાની જરૂર ન હતી કે જે સારા-ખોટા જન્માંતર કે પલેકને અપાવનારું હેય. આ જ પક્ષ ચાર્વાક પરંપરાને નામે પ્રખ્યાત થયો. પણ સાથે સાથે જ, એ અતિ પ્રાચીન યુગમાં પણ, એવા ચિંતક હતા કે જેઓ કહેતા હતા કે મરણ પછી જન્માંતર પણ છે, એટલું જ નહીં, બધે આ દેખાતા લોક–જરાત ઉપરાંત બીજા પણ શ્રેષ્ઠ અને કનિશ લે છે. આવા લેકે પુનર્જન્મવાદી અને પરલકવાદી કહેવાતા હતા. એમની માન્યતા એવી હતી કે જે કર્મ ન હિય તો જન્મ-જન્માંતર તેમ જ આ લેક-પરલેકને સંબંધ બંધે બેસી જ નથી શકતા. એટલા માટે પુનર્જન્મની માન્યતાને આધારે કમ -તત્ત્વને સ્વીકાર કરવો જરૂરી છે. આ કર્મવાદીઓ જ પોતાની જાતને પરલેકવાદી તથા આસ્તિક કહેતા હતા. ધર્મ, અર્થ, કામને જ માનનાર પ્રવર્તકધર્મવાદી પક્ષ કર્મવાદીઓના મુખ્ય બે પક્ષ છે. એક તે એમ કહેતા હતા કે કર્મનું ફળ જન્માંતર અને પરલેક જરૂર છે, પણ શ્રેષ્ઠ જન્મ તથા શ્રેષ્ઠ પરલેકને માટે કમ પણ શ્રેષ્ઠ જ જોઈએ. આ પક્ષ પરલોકવાદી હોવાથી તથા શ્રેષ્ઠ લેક, જેને સ્વર્ગ કહેવામાં આવે છે, એ મેળવવાના Page #4 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મને પ્રાણ સાધનરૂપે ધર્મનું પ્રતિપાદન કરાવવાળો હેવાથી, એ ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ જ પુરુષાર્થોને માનતે હતે; એની દષ્ટિમાં મેક્ષનું જુદા પુરુષાર્થરૂપે કોઈ સ્થાન ન હતું. જ્યાં જ્યાં પ્રવર્તક ધર્મને ઉલ્લેખ મળે છે, એ બધા આ ત્રણ–પુરુષાર્થવાદી પક્ષના મંતવ્યના જ સૂચક છે. ટૂંકમાં, એ પક્ષનું મંતવ્ય એવું છે કે ધર્મ એટલે કે શુભ કર્મનું ફળ સ્વર્ગ અને અધર્મ એટલે અશુભ કર્મનું ફળ નરક વગેરે છે. ધર્મઅધમ જ પુણ્યપાપ તથા અદષ્ટ કહેવાય છે, અને એની મારફત જ જન્મ-જન્માંતરનું ચક્ર ચાલ્યા કરે છે, અને એને ઉશ્કેદ થ શક્ય નથી. શક્ય એટલું જ છે કે જો સારે લેક અને વધારે સુખ મેળવવા હેય તે ધર્મનું જ પાલન કરવું. આ મત પ્રમાણે અધમ કે પાપ તે હેય છે, પણ ધર્મ કે પુણ્ય હેય નથી. આ પક્ષ સામાજિક વ્યવસ્થાને સમર્થક હતું, તેથી જ એ સમાજમાં માન્ય એવાં શિષ્ટ તેમ જ વિહિત આચરણથી ધર્મની ઉત્પત્તિ થવાનું અને નિંદ્ય-હલકાં આચરણેથી અધર્મની ઉત્પત્તિ થવાનું જણાવીને દરેક પ્રકારની સામાજિક સુવ્યવસ્થા તરફ ધ્યાન આપતા હતા. એ જ પક્ષ બ્રાહ્મણમાર્ગ, મીમાંસક અને કર્મકાંડીને નામે પ્રસિદ્ધ થયો. મેક્ષપુરુષાર્થી નિવર્તિધર્મવાદી પક્ષ કર્મવાદીઓને બીજો પક્ષ ઉપર જણાવેલ પક્ષથી સાવ વિરુદ્ધ દષ્ટિ ધરાવતા હતા. એ માનતો હતો કે પુનર્જન્મનું કારણ કર્મ છે, એમાં શંકા નથી. શિષ્ટસંમત તેમ જ વિહિત કાર્યોનું આચરણ. કરવાથી ધર્મ થાય છે, અને એથી સ્વર્ગ પણ મળે છે. પણ એ ધર્મ પણ, અધર્મની જેમ જ, સર્વથા હેય છે. એની માન્યતા પ્રમાણે એક ચોથો સ્વતંત્ર પુરુષાર્થ પણ છે, જે મક્ષ કહેવાય છે. એનું કહેવું છે કે કેવળ મેક્ષ જ જીવનનું ધ્યેય છે, અને મોક્ષને માટે બધાંય કર્મભલે પછી એ પુણ્યરૂપ હોય કે પાપરૂપ–હે છે. કર્મને નાશ શક્ય નથી, એવું પણ નથી. પ્રયત્નથી એ પણ થઈ શકે છે. જ્યાં જ્યાં Page #5 -------------------------------------------------------------------------- ________________ કર્મ તત્ત્વ ૧૮૭ નિવર્તક ધર્મને ઉલ્લેખ આવે છે ત્યાં બધેય એ આ મતને જ દર્શાવે છે. એની માન્યતા પ્રમાણે જ્યારે કર્મની નિવૃત્તિ શકય અને ઇષ્ટ છે ત્યારે એને કર્મની ઉત્પત્તિનું મૂળ કારણું પહેલા પક્ષની માન્યતાથી વિરુદ્ધ જ જણાવવું પડ્યું. એણે કહ્યું કે ધર્મ અને અધર્મનું મૂળ. કારણ પ્રચલિત સામાજિક વિધિ-નિષેધ નહીં પણ અજ્ઞાન અને રાગ-- દેશ છે. આચરણ ગમે તેવું શિષ્ટસંમત અને વિહિત કેમ ન હોય. પણ જો એ અજ્ઞાન તેમ જ રાગદેષજન્ય હેય તે એથી અધર્મની, જ ઉત્પત્તિ થાય છે. એના મતે પુણ્ય અને પાપના ભેદ કેવળ સ્થૂળ. દૃષ્ટિવાળાઓને માટે છે, તાત્ત્વિક રીતે તે પુણ્ય અને પાપ બને અજ્ઞાન. તેમ જ રાગદેષજન્ય હેવાને લીધે અધર્મ તેમ જ હેય જ છે. આ નિવકધર્મવાદી પક્ષ સામાજિક નહીં પણ વ્યક્તિવિકાસવાદી હતા. જ્યારે એ પક્ષે કર્મને નાશ અને મેક્ષ પુરુષાર્થ સ્વીકારી લીધે ત્યારે એને કમનો ઉચ્છેદ કરનારાં અને મોક્ષને અપાવનારાં કારણે પણ વિચાર કરવો પડ્યો. આ વિચારણાના ફળરૂપે એણે કર્મને દૂર કરનારાં જે કારણે નક્કી કર્યા એ જ એ પક્ષને નિવર્તક ધર્મ છે. પ્રવર્તક ધર્મ અને નિવર્તક ધમની દિશા એકબીજાથી સાવ વિરુદ્ધ છે. એકનું ધ્યેય સામાજિક વ્યવસ્થાનું સ્થાપન છે, જ્યારે બીજાનું ધ્યેય પોતાના આત્યંતિક–સંપૂર્ણ સુખની પ્રાપિત છે; તેથી એ કેવળ આત્મગામી છે. નિવક ધર્મ જ બમણ, પરિત્રાજક, તપસ્વી અને ગમાર્ગ વગેરે નામે પ્રસિદ્ધ છે. કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન તેમ જ રાગદૈષજન્ય હેવાને લીધે એની સંપૂર્ણ નિવૃત્તિના ઉપાય અજ્ઞાનનું વિરોધી સમ્યજ્ઞાન અને રાગ-દ્વેષને વિરોધી-રાગદ્વેષના નાશ રૂપ–સંયમ જ નક્કી થયાં. બાકીનાં તપ, ધ્યાન, ભકિા વગેરે બધાય ઉપાયો ઉપર, સૂચવેલ જ્ઞાન અને સંયમના જ સાધનરૂપ લેખવામાં આવ્યા છે. કર્મત સંબંધી વિચાર અને એને જ્ઞાતાવર્ગ નિવકધર્મવાદીઓને મેક્ષના સ્વરૂપ તથા એનાં સાધનની Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈનધર્મને પ્રાણ બાબતમાં તે ઊહાપોહ કરે જ પડ્યો, પણ સાથે સાથે એમને કર્મતત્વ સંબંધી પણ ઘણે વિચાર કરવો પડ્યો. એમણે કર્મ તથા એના ભેદની પરિભાષાઓ તેમ જ વ્યાખ્યાઓ સ્થિર કરી; કાર્ય અને કારણની દૃષ્ટિએ કમતત્ત્વનું જુદી જુદી રીતે વર્ગીકરણ કર્યું; કર્મની ફળ આપવાની શક્તિઓનું વિવેચન કર્યું, જુદા જુદા વિપાકની સમયમર્યાદા વિચારી; કર્મોને અરસપરસના સંબંધનો પણ વિચાર કર્યો. આ રીતે નિવકધર્મવાદીઓનું કર્મતત્વ સંબંધી એક ખાસું -શાસ્ત્ર વ્યવસ્થિત થઈ ગયું, અને દિવસે દિવસે નવા નવા પ્રશ્નો અને એના ઉત્તરને લીધે એને વધુ ને વધુ વિકાસ પણ થતો રહ્યો. આ નિવકધર્મવાદી જુદા જુદા પક્ષે પિતાની અનુકૂળતા મુજબ જુદા જુદા વિચારો ધરાવતા હતા, પણ જ્યાં સુધી એ બધાનું એક સંયુક્ત ધ્યેય પ્રવકધર્મવાદનું ખંડન કરવાનું હતું ત્યાં સુધી એમનામાં વિચારવિનિમય પણ થતો રહ્યો અને એકવાક્યતા પણ ચાલુ રહી. આ કારણથી જ, જોકે ન્યાય-વૈશેષિક, સાંખ્ય-ગ, જૈન અને બૌદ્ધ દર્શનેનું અત્યારે ઉપલબ્ધ થતું સાહિત્ય મોટે ભાગે તો એવા સમયમાં રચાયું હતું કે જ્યારે આ દર્શનેને એકબીજા પ્રત્યેને સદ્ભાવ સારા પ્રમાણમાં ઘટી ગયો હતો છતાં પણ, એ દર્શનના કર્મવિષયક સાહિત્યમાં પરિભાષા, ભાવ, વગીકરણ વગેરેમાં શબ્દની તેમ જ અર્થની દૃષ્ટિએ ઘણુંખરું સામ્ય જોવામાં આવે છે. મોક્ષવાદીઓની સામે શરૂઆતથી જ એક મુશ્કેલ સવાલ એ હતો કે, એક તે પહેલાં બાંધેલાં કર્મો જ અનંત છે; વળી, ક્રમે ક્રમે એનું ફળ ભોગવતી વખતે દરેક ક્ષણે નવાં નવાં કર્મો પણ બંધાય છે, પછી આ સમસ્ત કર્મોને સર્વથા નાશ કેવી રીતે થઈ શકે? આ સવાલનો ઉકેલ પણ મેક્ષવાદીઓએ ભારે ખૂબીથી શોધી કાઢ્યો હતિ. અત્યારે એ નિવૃત્તિવાદી દર્શનના સાહિત્યમાં એ ઉકેલનું સંક્ષિપ્ત તેમ જ વિસ્તૃત એકસરખું વર્ણન આપણને જોવા મળે છે. આ Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તત્ત્વ ૧૮૯ વસ્તુસ્થિતિ એટલું સૂચિત કરવાને માટે બસ છે કે કયારેક નિકધર્મવાદીઓના જુદા જુદા પક્ષા વચ્ચે ખૂબ વિચારવિનિમય થતા હતા. આવુ બધુ હોવા છતાં પણ ધીમે ધીમે એવા સમય આવી ગયે! કે જ્યારે આ નિવધવાદી પક્ષે પહેલાં જેટલા એકબીનની સમીપ ન રહ્યા. એમ છતાં દરેક પક્ષ કતત્ત્વ સંબધી ઊહાપોહ તે કરતા જ રહ્યો. દરમ્યાનમાં એવું પણ બન્યું કે નિવ કધવાદી. પક્ષમાં એક ખાસે કર્મચિંતક પક્ષ જ સ્થિર થઈ ગયા, કે જે મેક્ષ સબધી સવાલ કરતાં ક્રમ સબધી જ ઊંડા વિચાર કરતા હતા અને મુખ્યત્વે એનુ જ અધ્યયન-અધ્યાપન કરતા હતા—જેવી રીતે જા બીજા વિષ્ણેાના ખાસ ચિતવર્ગ પોતપોતાના વિષયમાં કરતો હતા અને અત્યારે પણ કરે છે. મુખ્યત્વે એ જ કશાસ્ત્રના ચિંતકવગ જૈનધર્મમાં કર્મશાસ્ત્રઅનુયોગધર વર્ગ કે કમČસિદ્ધાંતનેત્તા વ છે. કર્મતત્ત્વની વિારણાની પ્રાચીનતા અને સમાનતા કમબંધનાં કારણો અને એના નાશના ઉપાય) સંબંધમાં તે અધા મેક્ષવાદી ગૌણ-મુખ્યભાવે એકમત જ છે, પણ કમ તત્ત્વના સ્વરૂપ સબંધમાં ઉપર સૂચવેલ કર્મચિંતક વસ્તુ જે મંતવ્ય છે એ જાણવુ' જરૂરી છે. પરમાણુવાદી મેક્ષમાગી વૈશેષિક વગેરે કમને ચેતનનિષ્ઠ માનીને અને ચેતનના ધર્મ કહેતા હતા; જ્યારે પ્રધાનવાદી --પ્રકૃતિવાદી સાંખ્યયોગ એને અંતઃકરણસ્થિત માનીને જડ કહેતા હતા. પરંતુ આત્મા અને પરમાણુને પરિણામી માનવાવાળા જૈન ચિંતા પોતાની જુદી પ્રક્રિયા પ્રમાણે કર્મને ચેતન અને જડ બન્નેનાં પરિણામરૂપે ઉભયરૂપ માનતા હતા. એમના મત મુજબ આત્મા ચેતન ।વા છતાં સાંખ્યના પ્રકૃતિજન્ય અત:કરણની જેમ સકાય-વિકાસશીલ હતા, જેમાં કર્મરૂપી વિકારો પણ સંભવ છે. અને જે જડ પરમાણુઓ સાથે એકરસ પણ થઈ શકે છે. વૈશેષિક વગેરેના મત મુજબ કમ ચેતન હોવાને લીધે ખરી રીતે ચેતનથી જુદુ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૯૦ નથી અને સાંખ્યના મત મુજબ કર્મ પ્રકૃતિના ધમ હોવાથી ખરી રીતે એ જડથી જુદું નથી; પણ જૈન ચિંતાની માન્યતા મુજબ કર્મતત્ત્વ ચેતન અને જડ બન્ને રૂપે જ ફલિત થાય છે, જેને તેઓ ભાવ અને દ્રવ્યફમ પણ કહે છે. આ બધી ફર્મ સંબધી પ્રક્રિયા એટલી પ્રાચીન તે। જરૂર છે કે જ્યારે ક તત્ત્વના ચિતકા વચ્ચે પરસ્પર વિચારવિનિમય વધારેમાં વધારે થતા હતા. એ સમય કેટલા પ્રાચીન છે એ નિશ્ચિત રૂપે તો કહી શકાય એમ નથી, પણ જૈન દર્શનમાં લાંબા સમયથી ક શાસ્ત્રનુ જે સ્થાન છે, એ શાસ્ત્રમાં વિચારાનુ જે ઊંડાણુ, કડીબદ્ધપણું અને સમમાં સૂક્ષ્મ ભાવેનું અસાધારણ નિરૂપણ છે, એને ધ્યાનમાં લેતાં એમ માન્યા વિના નથી ચાલતુ` કે જૈન દર્શનની વિશિષ્ટ કર્મવિદ્યા ભગવાન પાર્શ્વનાથ પહેલાં જરૂર સુસ્થિર થઈ ચૂકી હતી. આ શાસ્ત્રના જાણકાર કર્મશાસ્ત્રવેત્તા કહેવાયા અને એ જ વિદ્યા આગ્રાચણીય પૂર્વ તથા કમપ્રવાદ પૂર્વને નામે વિશ્રુત થઈ. ઐતિહાસિક દષ્ટિએ પૂર્વ' શબ્દનો અર્થ ભગવાન મહાવીર્ પહેલાંથી ચાલ્યાં આવતાં શાસ્ત્રવિશેષ થાય છે. નિઃશંકપણે આ ‘પૂર્વ ખરી રીતે ભગવાન પાર્શ્વનાથ પહેલાંથી જ એક કે બીજે રૂપે પ્રચલત હતાં. એક તરફ્ જૈન ચિતાએ કર્મતત્ત્વના ચિંતન પ્રત્યે ખૂખ ધ્યાન આપ્યું, જ્યારે બીજી તરફ સાંખ્ય-ચેગે ધ્યાનમાર્ગ પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું. આગળ જતાં જ્યારે તથાગત મુદ્દે થયા ત્યારે એમણે પણ ધ્યાન ઉપર જ વધારે ભાર આપ્યા. પણ બધાએ વારસામાં મળેલ કુમચિંતનને સાચવી રાખ્યુ. એટલા માટે જ સૂક્ષ્મતાની અને વિસ્તા રની દૃષ્ટિએ જૈન કર્મશાસ્ત્ર પેાતાનું અસાધારણ સ્થાન ધરાવવા છતાં સાંખ્યયેાગ, બૌદ્ધ વગેરે દનાનાં ક`ચિંતનેાની સાથે એનુ ઘણુંખરું સામ્ય છે અને મૂળમાં એકતા પણ છે, જે કશાસ્ત્રના અભ્યાસીઓએ જાણવા જેવાં છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્મતવ ૧૯૧ જૈન તથા અન્ય દર્શનની ઈશ્વરના ચણિકત સંબંધી માન્યતા કર્મવાનું માનવું એમ છે કે સુખ-દુ:ખ, સંપત્તિ વિપત્તિ, ઊંચનીચ વગેરે અનેક પ્રકારની અવસ્થાએ જોવામાં આવે છે, એમાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે કારની જેમ કામ પણ એક કારણ છે. પરંતુ કર્મપ્રધાન જેન દર્શન, અન્ય દર્શનની જેમ, ઉપર જણાવી એવી અવસ્થાઓના કે સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને નથી માનતું. બીજા દર્શનો તે સૃષ્ટિની ક્યારેક ઉત્પત્તિ થઈ એમ માને છે, અને તેથી એ દર્શનમાં કોઈ ને કઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે ઈશ્વરને સંબંધ જોડી દેવામાં આવે છે. ન્યાયદર્શન કહે છે કે સારા-ખરાબ કર્મોનું ફળ ઈશ્વરની પ્રેરણાથી જ મળે છે. વૈશેષિક દર્શનમાં ઈશ્વરને સૃષ્ટિને કર્તા માનીને એનું સ્વરૂપ વર્ણવ્યું છે. યોગદર્શનમાં ઈશ્વરને અધિષ્ઠાતા માનીને તે દ્વારા પ્રકૃતિનું પરિણામ-જડ જગતનો ફેલાવો–માનેલ છે અને શંકરાચાર્યે પણ પોતાના બ્રહ્મસૂત્રના ભાષ્યમાં, ઉપનિષદના આધારે, ઠેર ઠેર બ્રહ્મને સૃષ્ટિનું ઉપાદાનકારણું સિદ્ધ કર્યું છે પરંતુ એને ફળ ભગવાવવા માટે જૈન દર્શન ઈશ્વરને કર્મને પ્રેરક નથી માનતું, કારણ કે કર્મવાદનું માનવું છે કે જેવી રીતે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે. એ જ રીતે એના ફળને ભોગવવામાં પણ સ્વતંત્ર છે. એ જ રીતે જૈન દર્શને ઈશ્વરને સૃષ્ટિને અધિષ્ઠાતા પણ નથી માનતું, કેમ કે એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિઅનંત હોવાથી એ ક્યારેય ઉત્પન્ન નથી થઈ તથા એ પિતે જ પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી રહેતી. . . . . . ------ ૧. ગૌતમસૂત્ર અ. ૪, આ. ૧, સૂર ૧. ૨, પ્રશસ્તપાદ-ભાગ્ય પૃ. ૪૮. ૩. સમાધિપાદ સૂ૦ ૨૪નાં ભાષ્ય અને ટીકા. ૪. બ્રહ્મસૂત્ર ૨-૧-૨૬નું ભાષ્ય; બ્રહ્માસ્ત્ર અ૦ ર-૩-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ઈશ્વર અષ્ટિને કર્તા અને કર્મલાતા કેમ નહીં? આ જગત ક્યારેય નવું નથી બન્યું; એનું અસ્તિત્વ તે સદાકાળથી જ છે. હા, એમાં પરિવર્તન થતાં રહે છે. અનેક પરિવર્તન એવાં થાય છે કે જે થવામાં મનુષ્ય વગેરે પ્રાણુવર્ગના પ્રયત્નની જરૂર જોવામાં આવે છે, તેમ જ એવાં પરિવર્તન પણ થાય છે કે જેમાં કેઈના પ્રયત્નની અપેક્ષા નથી રહેતી; એ જડ તત્તના જાતજાતના સંયોગોથી–ગરમી, વેગ, દિયા વગેરે શકિતઓથી-થતાં રહે છે. દાખલા તરીકે માટી, પથ્થર વગેરે વસ્તુઓ એકત્ર થઈ જવાથી નાના-મોટા ટેકરા કે પહાડ બની જાય છે; આમતેમથી પાણીના પ્રવાહો ભેગા થઈ જવાથી એ નદીરૂપે વહેવા લાગે છે; વરાળ પાણરૂપે વરસે છે અને ફરી પાછું પાણી વરાળ બની જાય છે, વગેરે વગેરે. એટલા માટે ઈશ્વરને સૃષ્ટિને કર્તા માનવાની કઈ જરૂર નથી. પ્રાણ જેવું કર્મ કરે છે એવું જ ફળ એને કર્મ દ્વારા મળે છે. કર્મ જડ છે, અને પ્રાણું પોતે કરેલા ખરાબ કર્મનું ફળ મળે એમ નથી ઈચ્છતો, એ સાચું છે, પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવ–ચેતનના સંસર્ગથી કર્મમાં એવી શક્તિ પેદા થઈ જાય છે કે જેથી એ પિતાના સારા-ખરાબ વિપકાને, નિયત સમયે, જીવ વિષે પ્રગટ કરી દે છે. કર્મવાદ એમ નથી માનતા કે જડ કર્મ, ચેતનના સંપર્ક વગર જ, ફળ આપવામાં સમર્થ છે. એ તે એટલું જ કહે છે કે ફળ આપવા માટે ઈશ્વરરૂપ ચેતનની પ્રેરણા માનવાની કોઈ જરૂર નથી. કારણ કે બધાય જીવ ચેતન છે. તેઓ જેવું કામ કરે છે એવી જ એમની બુદ્ધિ થઈ જાય છે, કે જેથી કર્મના ફળની ઈચ્છા ન હોવા છતાં તેઓ એવું જ કામ કરી બેસે છે કે જેથી એમને પિતાના કર્મ પ્રમાણે ફળ મળી જાય છે. કર્મ કરવું એક વાત છે, અને એના ફળને ન ઈચ્છવું એ બીજી વાત છે. કેવળ ઈચ્છા નહીં હોવાથી કરેલા કમનું ફળ મળતું અટકી જાય, એવું નથી બનતું. સામગ્રી એકત્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મ તત્ત્વ ૧૯૩ થઈ ગયા પછી કાર્ય પોતાની મેળે જ થવા માંડે છે. દાખલા તરીકે, એક માણસ તડકામાં ઊભો છે, ગરમ ગરમ વસ્તુ ખાય છે, અને ઇચ્છે છે કે તરસ ન લાગે; તે શું કઈ રીતે એની તરસ રેકાઈ શકે છે? ઈશ્વરકર્તવવાદીઓનું કહેવું છે કે ઈશ્વરની ઈચ્છાથી પ્રેરણા પામીને કર્મ તિપિતાનું ફળ પ્રાણીઓમાં પ્રગટાવે છે. આ વિષે કર્મવાદીઓ કહે છે કે કર્મ કરતી વખતે, એના આત્માના પરિણામ પ્રમાણે જીવમાં એવા સંસ્કાર પાઈ જાય છે કે જેથી પ્રેરાઈને કર્તા–જીવ કર્મના ફળને આપમેળે જ ભોગવે છે, અને કર્મ એના ઉપર પોતાનું ફળ પોતે જ પ્રગટાવે છે. જીવ અને ઈશ્વર વચ્ચે ભેદઅભેદ ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન; તો પછી એમની વચ્ચે અંતર જ શું છે? હા, એટલું અંતર હોઈ શકે કે જીવની બધી શક્તિઓ આવરણથી ઘેરાયેલી છે, અને ઈશ્વરની ઘેરાયેલી નથી. પણ જ્યારે જીવ પિતાનાં આવરણને દૂર કરી નાખે છે, ત્યારે એની બધી શક્તિઓ પૂર્ણરૂપે પ્રકાશી ઊઠે છે. પછી જીવ અને ઈશ્વર વચ્ચે વિષમતા કેવી? વિષમતાનું કારણ જે ઔપાધિક કર્મ છે, એ દૂર થઈ જવા છતાં પણ જે વિષમતા ચાલુ રહે તે પછી મુક્તિને જ શે અર્થ ? વિષમતાનું રાજ્ય સંસાર સુધી જ મર્યાદિત છે, આગળ નહીં, તેથી કર્મવાદ મુજબ એમ માનવામાં કઈ વાંધો નથી કે બધાય મુક્ત જીવ ઈશ્વર જ છે; કેવળ શ્રદ્ધાને આધારે એમ કહેવું કે ઈશ્વર એક જ હોવો જોઈએ, એ બરાબર નથી. પિતાના વિદતનું કારણ જીવ પોતે જ આ લેક કે પરલોક સાથે સંબંધ ધરાવતા કોઈ કામ માટે જ્યારે મનુષ્ય પ્રવૃત્તિ કરે ત્યારે એ તે સંભવતું જ નથી કે એને કઈ પણ જાતના વિદ્ધને સામને કર ન પડે. મનુષ્યને એટલે વિશ્વાસ હો જ જોઈએ કે ભલે હું જાણું શકું કે ન જાણું શકું, પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પ્રાણ ૧૯૪ મારા વિઘ્નનુ આંતરિક અને મૂળ કારણ મારી અંદર જ હાવુ જોઈએ. જે આભ્યંતર ભૂમિકા ઉપર વિઘ્નરૂપી વિષુવૃક્ષ ઊગે છે, એનું ખીજ પણ એ જ ભૂમિમાં વાવેલું હોવુ જોઈએ. પવન, પાણી વગેરે બાહ્ય નિમિત્તોની જેમ એ વિઘ્નરૂપી વિક્ષને ઉગાડવામાં કદાચ કાઈ અન્ય વ્યક્તિ નિર્મિત્ત બની શકે, પણ એ વ્યક્તિ વિઘ્નનુ બીજ નથી– એટલા વિશ્વાસ માનવીનાં બુદ્ધિનેત્રાને સ્થિર કરી દે છે, જેથી એ મુશ્કેલીનુ મૂળ કારણ પોતાની જાતમાં નિહાળીને અને માટે એ ન તે બીજા કાઈના ઉપર દોષારાપણુ કરે છે કે ન પોતે ગભરાય છે. કર્માંના સિદ્ધાંત અંગે ડૅ. સેક્સમૂલરા અભિપ્રાય કર્મના સિદ્ધાંતની શ્રેષ્ઠતા દર્શાવતા જે વિચારા ડૉ, મેક્સમૂલરે દર્શાવ્યા છે તે જાણવા જેવા છે. તેઓ કહે છે કેઃ-~ “એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતને પ્રભાવ માનવજીવન ઉપર બેહુદ પથો છે. જો માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કાઈ જાતના અપરાધ કર્યાં વગર પણ મારે જે કંઈ દુ:ખ વેઠવુ પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તો એ, જૂનુ દેવુ ચુકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટતે સહન કરી લેશે; અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતા હોય કે સહનશીલતાથી જાનુ દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્માંની મૂડી ભેગી કરી શકાય છે, તે એને ભલાઈને માંગે ચાલવાની પ્રેરણા આપે।આપ જ મળી જવાની. સારું કે ખરાબ, કાઈ પણ જાતનું ક નાશ નથી પામતું: ધ શાસ્ત્રને આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રના અલ-સરક્ષણુસબધી સિદ્ધાંત, એ બન્ને એકસરખા છે. બન્ને સિદ્ધાંતેાના સાર એટલા જ છે કે કેાઈ ના પણ નાશ નથી થતો, કાઈ પણ ધશિક્ષણના અસ્તિત્વ વિશે ગમે તેટલી શંકા કેમ ન હેાય, પણ એટલું તે સુનિશ્ચિત છે કે કમને સિદ્ધાંત સૌથી વધારે સ્થાનામાં સ્વીકારવામાં આવ્યા છે. એનાથી લાખા માનવીઓનાં કષ્ટો આછાં Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્વ ૧૯૫ થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.' કર્મશાચ એ અધ્યાત્મશાસ્ત્રને અંશ છે . અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ આત્માને લગતા વિષય સંબંધી વિચાર કરે, એ છે. તેથી એને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં એનું વ્યાવહારિક સ્વરૂપ પણ જણાવવું પડે છે. સવાલ એ થાય છે કે આત્માની આ દશ્યમાન અવસ્થાઓ જ એને સ્વભાવ કેમ નથી ? એટલા માટે અધ્યાત્મશાસ્ત્રને માટે એ જરૂરી છે કે એ પહેલાં આત્માના દશ્યમાન સ્વરૂપનું સમર્થન કેવી રીતે થાય છે, એ બતાવીને પછી જ આગળ વધે. આ જ કામ કર્મશાએ કર્યું છે. એ આત્માની દશ્યમાન બધી અવસ્થાઓને કમજન્ય કહીંને એમનાથી આત્માના જુદાપણાને સુચિત કરે છે. આ દષ્ટિએ કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રને જ એક અંશ છે. જ્યારે એમ માલૂમ પડે છે કે ઉપરનાં બધાં રૂપ માયિક કે ભાવિક છે, તે આપોઆપ જિજ્ઞાસા થઈ આવે છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છેકર્મશાસ્ત્રનું કહેવું છે કે આત્મા એ જ પરમાત્મા છે, જીવ એ જ ઈશ્વર છે. આત્માનું પરમાત્મામાં મળી જવું, એનો અર્થ એ છે કે કર્મથી ઢંકાયેલ પોતાના પરમાત્મભાવને પ્રગટ કરીને આત્માનું પરમાત્મરૂપ બની જવું. જીવ પરમાત્માને અંશ છે એને અર્થ કર્મશાસ્ત્રની દષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા પ્રગટ થયેલી છે તે સંપૂર્ણ પરંતુ અવ્યક્ત (ઢંકાયેલ) ચેતનારૂપી ચંદ્રિકાને એક અંશ માત્ર છે. કમનું આવરણ દૂર થઈ જતાં ચેતના પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. એને જ ઈશ્વરપણું કે ઈશ્વરપણાની પ્રાપ્તિ સમજવી જોઈએ. ધન, શરીર વગેરે બાહ્ય વિભૂતિઓમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત્ જમાં પણું માની લેવું, એ બાહ્ય દૃષ્ટિ છે. આ અભેદને શ્રમ, એ Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈનમના પ્રાણ ૧૯૬ તા બહિરાત્મભાવ છે, એમ સાબિત કરીને એના ત્યાગ કરવાને ઉપદેશ આપવાનું કામ કમશાસ્ત્ર કરે છે. જેમના સરકારે કેવળ અહિરાત્મભાવમય થઈ ગયા હોય એમને કશાસ્ત્રના ઉપદેશ ભલે પસંદ ન પડે, પરંતુ એથી એની યથાર્થતામાં કશા જ ફેર નથી પડતા. કશાસ્ત્ર શરીર અને આત્માના અભેદના ભ્રમને દૂર કરીને એના ભેદજ્ઞાનને ( વિવેકખ્યાતિને) પ્રગટ કરે છે. એ સમયથી જ અંતર્દ્રષ્ટિ ઊઘડે છે. અંતર્દષ્ટિ દ્વારા પોતામાં રહેલ પરમાત્મભાવનાં દર્શન થાય છે. પરમાત્મભાવને જોઈને એને પૂર્ણ રૂપે અનુભવમાં ઉતારવા, એનુ જ નામ જીવનું શિવ (ખ્રહ્મ) થયું છે. આ બ્રહ્મભાવને પ્રગટ કરાવવાનું કામ, કંઈક જુદી જ ઢમે, કશાસ્ત્ર સ્વીકારી લીધું છે; કારણ કે એ જીવને થયેલ જીવ-જડના અભેદ-ભ્રમમાંથી ભેદજ્ઞાન તરફ દોરી જઈ તે પછી સ્વાભાવિક અભેધ્યાનની ઉચ્ચ ભૂમિકા તરફ ખેંચી જાય છે. ખસ, એનુ કાર્યક્ષેત્ર આટલું જ છે. સાથે સાથે ચેાગશાસ્ત્રના મુખ્ય પ્રતિપાદ્ય અશનું વન પણ એમાં મળી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે કશાસ્ત્ર અનેક શાસ્ત્રીય વિચારાની ખાણ છે. એ જ એનુ મહત્ત્વ છે. ઘણા માણસોને કમપ્રકૃતિઓની ગણતરી, સખ્યાની બહુલતા વગેરેને લીધે એના પ્રત્યે રુચિ નથી થતી, પરંતુ એમાં કશાસ્ત્રને શા દોષ? ગણિત, પદાવિજ્ઞાન. વગેરે ગૂઢ અને રસપૂણુ વિષયામાં સ્થૂલદી લોકોની ષ્ટિ નથી ખૂ'પતી અને એમને રસ નથી આવતા, એમાં એ વિષયાના શો દોષ? દોષ તો છે સમજનારાઓની બુદ્ધિના. કાઈ પણ વિષયના અભ્યાસીને એમાં રસ ત્યારે જ આવે છે, જ્યારે એ એના તળિયા સુધી ઊતરી જાય. ર્મ શબ્દનો અર્થ અને એના કેટલાક પર્યાય જૈન શાસ્ત્રમાં ‘કમ” શબ્દથી એ અથ સમજવામાં આવે છે: પહેલા છે રાગ-દ્વેષાત્મક પરિણામ, જેને કષાય ( ભાવક) કહે છે. અને બીજો છે કાણુતિના પુદ્ગલવશેષ, જે કષાયને લીધે Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્માતા ૧૯૭ આત્માને ચોટેલા હોય છે, અને દ્રવ્ય કર્મ કહેવાય છે. જૈન દર્શનમાં જે અર્થ માટે “કેમ” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એ અર્થને માટે અથવા એને ભળતા અર્થને માટે જેનેતર દર્શનેમાં આ શબ્દ મળે છે: માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધમ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે. માયા, 'અવિદ્યા”, “પ્રકૃતિ આ ત્રણ શબ્દ વેદાંતમાં મળે છે. એને અર્થ લગભગ જૈન દર્શનના' “ભાવકમ” જેવો થાય છે. અપૂર્વ' શબ્દ મીમાંસા દર્શનમાં મળે છે. “વાસના” શબ્દ બૌદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે, પરંતુ વેગ દર્શનમાં પણ એને પ્રયોગ કરવામાં આવ્યો છે. “ધર્માધમ ', “અદષ્ટ અને સંસ્કાર ” આ ત્રણ શબ્દનો પ્રયોગ અન્ય દર્શનોમાં પણ મળે છે, પણ વિશેષ કરીને ન્યાય તથા વૈશેષિક દર્શનમાં દેવ’, ‘ભાગ્ય', “પુણ્ય–પાપ” વગેરે કેટલાય શબ્દો એવા છે કે જે બધાંય દર્શનેમાં સામાન્ય જેવા છે. જેટલાં દર્શને આત્મવાદી છે અને પુનર્જન્મને માને છે, એમને પુનર્જન્મની સિદ્ધિને માટે –એના સમર્થનને માટે–કમ માનવું જ પડે છે. કર્મનું સ્વરૂપ મિથ્યાત્વ, કષાય વગેરે કારણોથી પ્રેરાઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે “ક” કહેવાય છે. કર્મનું આ લક્ષણ ઉપર સૂચવેલ ભાવકર્મ તથા વ્યકમ બન્નેને લાગુ પડે છે, કેમકે ભાવકમ આત્મા કે જીવન વૈભાવિક પરિણામ છે, તેથી જીવ જ એને ઉપાદાનરૂપ કર્તા છે અને વ્યકમ, જે કામણુજાતિના સૂક્ષ્મ પુદ્ગલેને વિકાર છે, એને કત પણ નિમિત્તરૂપે જીવ જ છે. ભાવકર્મમાં દ્રવ્યકમ નિમિત્ત છે અને વ્યકમમાં ભાવકમ નિમિત્ત છે. આ રીતે આ બન્નેને આપસઆપસમાં બીજ અને અંકુરના જે કાર્યકારણ સંબંધ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈનધર્મનો પ્રાણ પાપ-પુણ્યની કસેટી [ સામાન્ય લેકે કહે છે કે દાન, પૂજન, સેવા વગેરે ક્રિયાઓ કરવાથી શુભ કર્મને (પુણ્યનો) બંધ થાય છે, અને કોઈને દુઃખ દેવું, ઇચ્છા વિરુદ્ધ કામ કરવું વગેરેથી અશુભ કર્મનો (પાપને) બંધ થાય છે. પણ આ કંઈ પુણ્ય-પાપને નિર્ણય કરવાની મુખ્ય કસોટી નથી. એક પરોપકારી દાક્તર જ્યારે કોઈનું ઓપરેશન કરે છે ત્યારે એ દદને કષ્ટ તે જરૂર થાય છે, હિતચિંતક મા-બાપ અણસમજુ છોકરાને એની ઇચ્છા વિરુદ્ધ ભણાવવા પ્રયત્ન કરે છે ત્યારે એ બાળકને દુઃખ જેવું જરૂર લાગે છે; પણ એટલા માત્રથી ન તો એ દાક્તર અનુચિત કામ કરનાર લેખાય છે કે ન એ હિતવી મા-બાપ જ દોષને પાત્ર ગણાય છે. આથી ઊલટું, જ્યારે કોઈ માણસ, ભેળા લકને ઠગવાના ઇરાદાથી કે બીજા કેઈ હલકા ઈરાદાથી દાન, પૂજા વગેરે ક્રિયાઓ કરે છે ત્યારે એ પુણ્યને બદલે પાપને બંધ કરે છે. તેથી પુણ્યબંધ કે પાપબંધની સાચી કસેટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાને દરાદે જ છે. પુણ્ય-પાપની આ કસોટી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય छ -' यादृशी भावना यस्य सिद्धिर्भवती तादृशी। સાચી નિલેપતા-કર્મ ક્યારે ન બંધાય? | સામાન્ય લેકે એમ માની લે છે કે અમુક કામ ન કરવાથી આપણને પુણ્ય-પાપનો લેપ નહીં લાગે. તેથી તેઓ એ કામને તે તજી દે છે, પણ મેટેભાગે એમની માનસિક ક્રિયા નથી છૂટતી. તેથી જેઓ પુણ્યપાપથી અલિપ્ત રહેવાથી ઇચ્છા ધરાવવા છતાં પણ એનાથી પિતાની જાતને મુક્ત નથી કરી શક્તા. એટલા માટે એ વિચારવું જોઈએ કે સાચી નિર્લેપતા કેને કહેવાય? માનસિક ક્ષેભ અર્થાત કષાયને લેપ (બંધ) કહે છે. જે કષાય ન હોય તે ઉપર જણાવેલી કઈ ક્રિયા આત્માને બંધનમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્વ ૧૯૯ રાખી શકતી નથી. આથી ઊલટું, જો કષાયને વેગ અંદર વિદ્યમાન હોય તે ઉપર ઉપરથી હજાર પ્રયત્ન કરવા છતાં પણ કોઈ વ્યક્તિ પિતાની જાતને બંધનથી બચાવી નથી શકતી. કષાયમુક્ત વીતરાગ બધી જગ્યાએ, જળમાં કમળની જેમ, નિલેપ રહે છેપણ કષાયવાન આત્મા વેગને દેખાવ કરીને પણ પિતાની તલ જેટલી પણ શુદ્ધિ નથી કરી શકતો. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે આસક્તિને ત્યાગ કરીને જે કામ કરવામાં આવે છે, તે બંધક નથી થતું. મતલબ કે સાચી નિર્લેપતા માનસિક ક્ષેભના ત્યાગમાં છે. આ જ ઉપદેશ કર્મશાસ્ત્રમાં મળે છે, અને બીજે પણ એ જ વાત કહેવામાં આવી છે કે मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । પાંચ વિઘssiી મોક્ષે નિર્વિવચ્ચે સમૃતમ યુપનિષદ કમનું અનાદિપણું વિચારશીલ માણસના મનમાં પ્રશ્ન ઊઠે છે કે કર્મ સાદિ છે કે અનાદિ ? આના જવાબમાં જૈન દર્શને કહ્યું છે કે કર્મ વ્યક્તિની (એક એક કમની અપેક્ષાએ સાદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. પણ કર્મને પ્રવાહ ક્યારે શરૂ થયો, એ કઈ કહી શકતું નથી. ભવિષ્યની સામે ભૂતકાળનું ઊંડાણ અનંત છે. અને અનંતનું વર્ણન અનાદિ કે અનંત શબ્દ સિવાય બીજી કઈ રીતે થઈ શકતું નથી. એટલા માટે કર્મના પ્રવાહને અનાદિ કહેવા સિવાય બીજો કોઈ આરો નથી. કર્મપ્રવાહના અનાદિપણને અને મુક્ત જીવોના સંસારમાં પાછા નહીં ફરવાપણુને બધાં પ્રતિષ્ઠિત દર્શને માને છે. કમબંધનું કારણ જૈન દર્શનમાં મિથ્યાત, અવિરતિ, કષાય અને એગ એ ચારને કર્મબંધનાં કારણે કહેલ છે. આને સંક્ષેપ પાછળનાં બે (કષાય અને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈનધર્મનો પ્રાણુ ગ) કારણોમાં કરેલે મળે છે. વધારે ટૂંકાણમાં કહેવું હોય તે એમ કહી શકીએ કે કષાય જ કર્મબંધનું કારણ છે. આમ તે કલાના વિકારના અનેક પ્રકાર છે, પણ આધ્યાત્મિક વિદ્વાનેએ એ બધાનું ટૂંકમાં વર્ગીકરણ કરીને એના રાગ અને દ્વેષ એવા બે જ પ્રકાર કર્યો છે. અજ્ઞાન, મિથ્યાજ્ઞાન વગેરે જે કર્મના કારણે કહેવાય છે એ પણ રાગ-દ્વેષના સંબંધને લીધે જ. રાગની કે દ્વેષની માત્રા વધી કે જ્ઞાન વિપરીત રૂપે બદલવા લાગ્યું જ સમજો. તેથી શબ્દને ભેદ હોવા છતાં કર્મબંધના કારણે અંગે બીજાં ઓસ્તિક દર્શને સાથે જૈન દર્શનને કઈ મતભેદ નથી. નૈયાયિક તથા વૈશેષિક દર્શનમાં મિથ્યાજ્ઞાનને, ગદર્શનમાં પ્રકૃતિપુરુષના અભેદજ્ઞાનને અને વેદાંત વગેરેમાં અવિદ્યાને તથા જૈન દર્શનમાં મિથ્યાત્વને કર્મનું કારણ કર્યું છે. પણ એ વાત ખ્યાલમાં રાખવી કે ગમે તેને કર્મનું કારણ કેમ ન માનવામાં આવે, પણ જો એમાં કમની બધતા (કમલેપ પેદા કરવાની શકિત) હશે તે તે સગષના સંધને લીધે જ. રોગને ઘટાડે કે અભાવ થતાં જ અજ્ઞાનપણું (મિથ્યાત્વે ઓછું જેવા લાગે છે કે નાશ પામે છે. મહાભારતના શાંતિપર્વમાંના “ ના વતે તુ:” એ કથનમાં પણું કર્મ શબ્દનો અર્થ રાગ-દ્વેષ જ છે. કમથી મુક્ત થવાના ઉપાયે જૈન શાસ્ત્રોમાં પરમ પુરુષાર્થ–મેક્ષ મેળવવાનાં ત્રણ સાધન બતાવ્યાં છે: (૧) સમ્યગ્દર્શન, (૨) સમ્યજ્ઞાન અને (૩) સમ્યફચારિત્ર. ક્યાંક ક્યાંક જ્ઞાન અને ક્રિયા, એ બેને જ મેક્ષનાં સાધન કહ્યાં છે. આવાં સ્થળેમાં દર્શનને જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનવિશેષ--માનીને એને જુદું નથી ગણતાં. પણ સવાલ એ થાય છે કે વેદિક દર્શનમાં કર્મ, જ્ઞાન, ગ, અને ભક્તિ, એ ચારેને મોક્ષનું સાધન માનેલ છે, તે પછી જૈન દર્શનમાં ત્રણ કે બે જ સાધન કેમ કહ્યાં? આને ખુલાસે એ છે કે જેન દર્શનમાં જે સમ્યકારિત્રને સમ્યફક્રિયા કહેલ છે, એમાં કર્મ Page #19 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્વ ૨૦૧ અને પેગ બને માર્ગોને સમાવેશ થઈ જાય છે, કારણ કે સમ્યફચારિત્રમાં મનોનિગ્રહ, ઈદ્રિયજય, ચિત્તશુદ્ધિ, સમભાવ અને એ માટે લેવામાં આવતા ઉપાયોને સમાવેશ થઈ જાય છે. મનોનિગ્રહ, ઈદ્રિયજય વગેરે સાત્વિક યજ્ઞ જ કર્મમાર્ગ છે અને ચિત્તશુદ્ધિ તેમ જ એને માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એ જ ગમાર્ગ છે. આ રીતે કર્મ ભાગ અને યોગમાર્ગનું મિશ્રણ, એ જ સમ્મચારિત્ર છે. સમ્યગ્દર્શન એ જ ભક્તિમાર્ગ છે, કારણ કે ભકિતમાં શ્રદ્ધાનો અંશ મુખ્ય હેય છે, અને સમ્યગ્દર્શન પણ શ્રદ્ધારૂપ જ છે. સમ્યજ્ઞાન જ જ્ઞાનમાર્ગ છે. આ રીતે જૈન દર્શનમાં કહેલાં મેક્ષનાં ત્રણ સાધને, અન્ય દર્શનેનાં બધાં સાધનને સમુચ્ચય છે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ કમ અંગે ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, એની સંગતિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આત્માને જડથી જુદું તત્વ માનવામાં આ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જે પ્રમાણેથી જાણી શકાય છે એમાં એક પુનર્જન્મ પણ છે, એટલું જ નહીં બલ્ક વર્તમાન શરીર પછી આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે કેટલાય પ્રશ્નોનો નિકાલ નથી થઈ શકતો. ઘણા માણસે એવા જોવામાં આવે છે કે તેઓ આ જન્મમાં પ્રામાણિક જીવન વિતાવે છે, પરંતુ રહે છે દરિદ્ર. અને એવા પણ ભાણસો જોવામાં આવે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાઈ જાય છે, પરંતુ હોય છે બધી રીતે સુખી. એવા અનેક માણસે મળી શકે છે કે જેઓ પિત દોષ કરે છે અને એ દે -અપરાધનું ફળ ભેગવે છે બીજા. ખૂન એક કરે છે અને બંદીવાન અનીને ફાંસીને માંચડે ચડે છે બીજે. ચેરી એક કરે છે અને પકડ્યો જાય છે બીજે. આ ઉપરથી એ વિચાર કરવો જોઈએ કે જેમને પિતાના સારા કે ખરાબ કૃત્યને બદલે આ જન્મમાં નથી મળતું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈનધર્મને પ્રાણ એમનું કૃત્ય શું એમ જ નિષ્ફળ જવાનું? આવી બધી વાતને ધ્યાનમાં લેતાં એમ માન્યા વગર સતેજ નથી થતો કે ચેતન એક સ્વતંત્ર તત્વ છે, અને એ જાણતા-અજાણતાં જે કંઈ સારું-ખોટું કર્મ કરે છે, એનું ફળ એને ભેગવવું જ પડે છે, અને એટલા માટે એને પુનર્જન્મના ચક્રાવામાં ફરવું પડે છે. બુદ્ધ ભગવાને પણ પુનર્જન્મ માનેલ છે. પાકા નિરીશ્વરવાદી જર્મન પંડિત નિશે કર્મચકે પ્રવર્તાવેલ પુનર્જન્મને માને છે. પુનર્જન્મને આ સ્વીકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માનવાને પ્રબળ પુરાવો છે. કમતત્વ અંગે જૈન દર્શનની વિશેષતા જૈન દર્શનમાં દરેક કર્મની બધ્યમાન, સત અને ઉદયમાન એ ત્રણ અવસ્થાએ માની છે. એને અનુક્રમે બંધ, સત્તા અને ઉદય કહે છે. જેનેતર દર્શનોમાં પણ કર્મની આ અવસ્થાઓનું વર્ણન છે. એમાં બધ્યમાન” કર્મને “ક્રિયમાણ”, “સત’ કમને “સંચિત” અને ઉદયમાનને “પ્રારબ્ધ' કહે છે. પણ જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ૮ મૂળભેદે તથ ૧૪૮ પ્રભેદનું વર્ગીકરણ કર્યું છે. અને એ દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્નભિન્ન અવસ્થાઓને જેવો ખુલાસો કરવામાં આવ્યો છે તેવો કોઈ પણ જૈનેતર દર્શનમાં નથી. પાતંજલ દર્શનમાં કર્મના “જાતિ', “આયુ” અને ભેગ” એવા ત્રણ પ્રકારના વિપાક દર્શાવ્યા છે, પરંતુ જૈન દર્શનમાં કરવામાં આવેલ કર્મ સંબંધી વિચારણાની આગળ એ વર્ણન નામનું જ લાગે છે. | આત્માની સાથે કમને બંધ કેવો થાય છે? એનાં કારણે શાં શાં છે? કયા કારણે કર્મમાં કેવી શક્તિ પેદા થઈ જાય છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા વખત સુધી કમ આત્માને વળગી રહે છે? આત્માને લાગેલું એવું પણ કમ કેટલા વખત સુધી વિપાક -ફળ આપવામાં અસમર્થ છે? વિપાકના નિશ્ચિત સમયમાં પણ ફેરફાર Page #21 -------------------------------------------------------------------------- ________________ કમતત્ત્વ ૨૦૩ થઈ શકે કે નહીં ? એક કર્મ બીજા કામમાં ક્યારે ફેરવાઈ જાય છે? એમની બંધ સમયની તીવ્ર કે મંદ શક્તિમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? પાછળથી વિપાક-ફળ આપનારું કર્મ પહેલાં જ ક્યારે અને કેવી રીતે ભોગવી લઈ શકાય છે? કર્મ ગમે તેટલું બળવાન કેમ ન. હાય, પણ આત્માની શુદ્ધ પરિણામેથી એ વિપાકને કેવી રીતે રોકી શકાય છે? ક્યારેક ક્યારેક આત્મા સેંકડો પ્રયત્ન કરે તે પણ કમ પિતાને વિપાક ચખાડ્યા વગર કેમ નથી છૂટતું ? આત્મા કેવી રીતે કને કર્તા અને ભક્તા છે? આમ હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તવ અને ભક્નત્વ કેવી કેવી રીતે નથી? અંકલેશરૂપ પરિણામ પિતાની આકર્ષણશક્તિથી આત્મા ઉપર એક પ્રકારની સૂક્ષ્મ રજનું આચ્છાદન કેવી રીતે નાખી દે છે? આત્મા વીર્ય-શક્તિને પ્રગટાવીને આ સૂક્ષ્મ રજના આચ્છાદનને કેવી રીતે ફગાવી દે છે? સ્વભાવે શુદ્ધ આત્મા પણ કર્મના પ્રભાવે કેવી રીતે મલિન જે. દેખાય છે ? અને બાહ્ય હજારો આવરણ હોવા છતાં પણ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી ચલિત કેવી રીતે નથી થતું? એ પિતાની ઉત્ક્રાંતિને સમયે પહેલાં બાંધેલાં ઉગ્ર કર્મોને કેવી રીતે દૂર કરી દે છે? એ પિતામાં રહેલા પરમાત્મભાવનાં દર્શન કરવા માટે જ્યારે ઉસુક થાય છે તે વખતે એની અને એમાં અંતરાયરૂપ થતાં કર્મોની વચ્ચે કેવું કંદ જામે છે? છેવટે વીર્યવાન આત્મા કેવી જાતનાં પરિ. ણામોથી બળવાન કર્મોને કમજોર કરીને પિતાના પ્રગતિ-ભાગને નિષ્કટેક બનાવે છે ? આત્મમંદિરમાં બિરાજતા પરમાત્મદેવને સાક્ષાત્કાર કરાવવામાં સહાયક થતા પરિણામ, જેને “અપૂર્વકરણ” તથા અનિવૃત્તિકરણ' કહે છે, એમનું સ્વરૂપ શું છે જીવ પિતાના શુદ્ધ પરિણામેની પરંપરારૂપી વીજળીક યંત્રથી કમરૂપી પહાડોના કેવી રીતે ટુકડેટુકડા કરી નાખે છે? વળી કયારેક ક્યારેક થોડા વખત માટે દબાઈ ગયેલાં કર્મ જ ફરી પાછાં ઊથલે ખાઈને પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પટકી દે છે? બંધ અને ઉદયની દૃષ્ટિએ કયાં કયાં Page #22 -------------------------------------------------------------------------- ________________ 204. જૈનધર્મને પ્રાણ કર્મ એકબીજાનાં વિરોધી છે? કયા કર્મને બંધ કઈ અવસ્થામાં અવયંભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? કયા કમને વિપાક કઈ સ્થિતિ સુધી નિયત અને કઈ સ્થિતિમાં અનિયત છે? આત્મા સાથે જોડાયેલ અતીન્દ્રિય કર્મરાજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી પુદ્ગલેને આકર્ષ્યા કરે છે, અને એ દ્વારા કેવી રીતે શરીર, મન, સૂક્ષ્મ શરીર વગેરેની રચના ક્ય કરે છે?—વગેરે વગેરે કર્મ સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ પ્રશ્નોને યુક્તિયુક્ત, વિસ્તૃત અને વિશદ ખુલાસો જૈન કર્મસહિષ્ય સિવાય બીજા કોઈ પણ દર્શનના સાહિત્યથી નથી થઈ શકતે. કર્મતત્ત્વ સંબંધી જૈન દર્શનની આ જ વિશેષતા છે. [ ઔચિં૦ નં. 2, પૃ. 20-216, 223-29, 235-238 ]