________________
૧૮૮
જૈનધર્મને પ્રાણ બાબતમાં તે ઊહાપોહ કરે જ પડ્યો, પણ સાથે સાથે એમને કર્મતત્વ સંબંધી પણ ઘણે વિચાર કરવો પડ્યો. એમણે કર્મ તથા એના ભેદની પરિભાષાઓ તેમ જ વ્યાખ્યાઓ સ્થિર કરી; કાર્ય અને કારણની દૃષ્ટિએ કમતત્ત્વનું જુદી જુદી રીતે વર્ગીકરણ કર્યું; કર્મની ફળ આપવાની શક્તિઓનું વિવેચન કર્યું, જુદા જુદા વિપાકની સમયમર્યાદા વિચારી; કર્મોને અરસપરસના સંબંધનો પણ વિચાર કર્યો. આ રીતે નિવકધર્મવાદીઓનું કર્મતત્વ સંબંધી એક ખાસું -શાસ્ત્ર વ્યવસ્થિત થઈ ગયું, અને દિવસે દિવસે નવા નવા પ્રશ્નો અને
એના ઉત્તરને લીધે એને વધુ ને વધુ વિકાસ પણ થતો રહ્યો. આ નિવકધર્મવાદી જુદા જુદા પક્ષે પિતાની અનુકૂળતા મુજબ જુદા જુદા વિચારો ધરાવતા હતા, પણ જ્યાં સુધી એ બધાનું એક સંયુક્ત ધ્યેય પ્રવકધર્મવાદનું ખંડન કરવાનું હતું ત્યાં સુધી એમનામાં વિચારવિનિમય પણ થતો રહ્યો અને એકવાક્યતા પણ ચાલુ રહી.
આ કારણથી જ, જોકે ન્યાય-વૈશેષિક, સાંખ્ય-ગ, જૈન અને બૌદ્ધ દર્શનેનું અત્યારે ઉપલબ્ધ થતું સાહિત્ય મોટે ભાગે તો એવા સમયમાં રચાયું હતું કે જ્યારે આ દર્શનેને એકબીજા પ્રત્યેને સદ્ભાવ સારા પ્રમાણમાં ઘટી ગયો હતો છતાં પણ, એ દર્શનના કર્મવિષયક સાહિત્યમાં પરિભાષા, ભાવ, વગીકરણ વગેરેમાં શબ્દની તેમ જ અર્થની દૃષ્ટિએ ઘણુંખરું સામ્ય જોવામાં આવે છે.
મોક્ષવાદીઓની સામે શરૂઆતથી જ એક મુશ્કેલ સવાલ એ હતો કે, એક તે પહેલાં બાંધેલાં કર્મો જ અનંત છે; વળી, ક્રમે ક્રમે એનું ફળ ભોગવતી વખતે દરેક ક્ષણે નવાં નવાં કર્મો પણ બંધાય છે, પછી આ સમસ્ત કર્મોને સર્વથા નાશ કેવી રીતે થઈ શકે? આ સવાલનો ઉકેલ પણ મેક્ષવાદીઓએ ભારે ખૂબીથી શોધી કાઢ્યો હતિ. અત્યારે એ નિવૃત્તિવાદી દર્શનના સાહિત્યમાં એ ઉકેલનું સંક્ષિપ્ત તેમ જ વિસ્તૃત એકસરખું વર્ણન આપણને જોવા મળે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org