________________ 204. જૈનધર્મને પ્રાણ કર્મ એકબીજાનાં વિરોધી છે? કયા કર્મને બંધ કઈ અવસ્થામાં અવયંભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? કયા કમને વિપાક કઈ સ્થિતિ સુધી નિયત અને કઈ સ્થિતિમાં અનિયત છે? આત્મા સાથે જોડાયેલ અતીન્દ્રિય કર્મરાજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી પુદ્ગલેને આકર્ષ્યા કરે છે, અને એ દ્વારા કેવી રીતે શરીર, મન, સૂક્ષ્મ શરીર વગેરેની રચના ક્ય કરે છે?—વગેરે વગેરે કર્મ સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ પ્રશ્નોને યુક્તિયુક્ત, વિસ્તૃત અને વિશદ ખુલાસો જૈન કર્મસહિષ્ય સિવાય બીજા કોઈ પણ દર્શનના સાહિત્યથી નથી થઈ શકતે. કર્મતત્ત્વ સંબંધી જૈન દર્શનની આ જ વિશેષતા છે. [ ઔચિં૦ નં. 2, પૃ. 20-216, 223-29, 235-238 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org