________________
જૈનધર્મને પ્રાણુ
શાસ્ત્રોના અનાદિપણાની માન્યતા
જૈન સાહિત્યમાં અત્યારે શ્વેતાંબર અને દિગંબરનાં જે કર્મ શાસ્ત્ર મેજૂદ છે, એમાંના પ્રાચીન મનાતા કર્મવિષયક ગ્રંથને સાક્ષાત્ સંબંધ બને પરંપરાઓ આગ્રાયણીય પૂર્વ સાથે બતાવે છે. બન્ને પરંપરાઓ આગ્રાયણુય પૂર્વને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાંના ચૌદ પૂર્વેમાંનું બીજું પૂર્વ માને છે, અને બને પરંપરાઓ એકસરખી રીતે માને છે કે બધાં અંગે અને ચૌદ પૂર્વ, એ બધું ભગવાન મહાવીરની સર્વજ્ઞવાણીનું સાક્ષાત ફળ છે. આ ચિરકાલીન સાંકદાયિક માન્યતા પ્રમાણે અત્યારે વિદ્યમાન કર્મવિષયક સમગ્ર સાહિત્ય, શબ્દરૂપે નહીં તે છેવટે ભાવરૂપે ભગવાન મહાવીરના સાક્ષાત ઉપદેશને જ પરંપરાથી મળેલો સાર છે. આ જ રીતે એવી પણ સાંપ્રદાયિક માન્યતા છે કે ખરી રીતે બધાં શાસ્ત્રો ભાવરૂપે કેવળ ભગવાન મહાવીરથી જ પૂર્વકાલીન નહીં કે પૂર્વે પૂર્વે થયેલ બીજા બીજી તીર્થ કરેથી પણ પહેલાંના સમયના એટલે કે એક રીતે અનાદિ છે. અંગશાસ્ત્રો પ્રવાહરૂપે અનાદિ હોવા છતાં સમયે સમયે થતા નવા નવા તીર્થકરો દ્વારા પૂર્વ પૂર્વનાં અંગશાસ્ત્રો નવું નવું રૂપ ધારણ કરતા રહે છે. આ માન્યતાને પ્રગટ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદે પ્રમાણમીમાંસામાં, નિયાયિક જયંત ભટ્ટનું અનુકરણ કરીને, ભારે ખૂબીથી કહ્યું છે કે –“અનાદર તા વિચા: સંવિતરવિ ક્ષા નવનવીમતિ, તત્તશ્વિોચત્તે વિશાશ્રી, ન
ાનીદશં ગત્ ?”—અનાદિકાલીન એવી આ જ વિદ્યાઓ સંક્ષેપમાં કે વિસ્તારથી વિવરણ કરવાની ઈચ્છાને લીધે નવું નવું સ્વરૂપ પામે છે, અને એ વિવરણ કરનારની કૃતિ તરીકે ઓળખાય છે. શું તે નથી સાંભળ્યું કે દુનિયા તે સદાકાળથી આવી ને આવી જ ચાલી આવે છે?
ઉપર જણાવેલી સાંપ્રદાયિક માન્યતા એવી છે કે જેને સાંપ્રદાયિક લેકે અત્યાર સુધી અક્ષરશઃ સાચી માની રહ્યા છે, અને જેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org