SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મતત્ત્વ કર્મવાદીને સિદ્ધાન્ત એ છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તે પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કોઈ પણ સારું કે નરસું, સ્થૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્ભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય. કર્મવાદની દીર્ધ દૃષ્ટિ એવું એક પણ ધૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કમ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીધું એટલા માટે છે કે તે ત્રણે કાળને સ્પર્શ છે; જ્યારે ચાર્વાકની દષ્ટિ દીધું નથી, કેમ કે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ધ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબદારીઓ અને નૈતિક બંધનમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધને કરતાં, મોટો ફેર પડી જાય છે. જે આ ફેર બરાબર સમજવામાં આવે અને તેને અંશ પણ જીવનમાં ઊતરે તે તે કર્મવાદીઓને ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચે ગણાય અને ચાર્વાકના ધર્મધ્યેય કરતાં કર્મવાદીનું ધર્મધ્યેય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય. [દઅચિં- ભા. ૧, પૃ. ૫૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249517
Book TitleKarmtattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Karma
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy