SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ના પ્રાણ ૧૯૦ નથી અને સાંખ્યના મત મુજબ કર્મ પ્રકૃતિના ધમ હોવાથી ખરી રીતે એ જડથી જુદું નથી; પણ જૈન ચિંતાની માન્યતા મુજબ કર્મતત્ત્વ ચેતન અને જડ બન્ને રૂપે જ ફલિત થાય છે, જેને તેઓ ભાવ અને દ્રવ્યફમ પણ કહે છે. આ બધી ફર્મ સંબધી પ્રક્રિયા એટલી પ્રાચીન તે। જરૂર છે કે જ્યારે ક તત્ત્વના ચિતકા વચ્ચે પરસ્પર વિચારવિનિમય વધારેમાં વધારે થતા હતા. એ સમય કેટલા પ્રાચીન છે એ નિશ્ચિત રૂપે તો કહી શકાય એમ નથી, પણ જૈન દર્શનમાં લાંબા સમયથી ક શાસ્ત્રનુ જે સ્થાન છે, એ શાસ્ત્રમાં વિચારાનુ જે ઊંડાણુ, કડીબદ્ધપણું અને સમમાં સૂક્ષ્મ ભાવેનું અસાધારણ નિરૂપણ છે, એને ધ્યાનમાં લેતાં એમ માન્યા વિના નથી ચાલતુ` કે જૈન દર્શનની વિશિષ્ટ કર્મવિદ્યા ભગવાન પાર્શ્વનાથ પહેલાં જરૂર સુસ્થિર થઈ ચૂકી હતી. આ શાસ્ત્રના જાણકાર કર્મશાસ્ત્રવેત્તા કહેવાયા અને એ જ વિદ્યા આગ્રાચણીય પૂર્વ તથા કમપ્રવાદ પૂર્વને નામે વિશ્રુત થઈ. ઐતિહાસિક દષ્ટિએ પૂર્વ' શબ્દનો અર્થ ભગવાન મહાવીર્ પહેલાંથી ચાલ્યાં આવતાં શાસ્ત્રવિશેષ થાય છે. નિઃશંકપણે આ ‘પૂર્વ ખરી રીતે ભગવાન પાર્શ્વનાથ પહેલાંથી જ એક કે બીજે રૂપે પ્રચલત હતાં. એક તરફ્ જૈન ચિતાએ કર્મતત્ત્વના ચિંતન પ્રત્યે ખૂખ ધ્યાન આપ્યું, જ્યારે બીજી તરફ સાંખ્ય-ચેગે ધ્યાનમાર્ગ પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું. આગળ જતાં જ્યારે તથાગત મુદ્દે થયા ત્યારે એમણે પણ ધ્યાન ઉપર જ વધારે ભાર આપ્યા. પણ બધાએ વારસામાં મળેલ કુમચિંતનને સાચવી રાખ્યુ. એટલા માટે જ સૂક્ષ્મતાની અને વિસ્તા રની દૃષ્ટિએ જૈન કર્મશાસ્ત્ર પેાતાનું અસાધારણ સ્થાન ધરાવવા છતાં સાંખ્યયેાગ, બૌદ્ધ વગેરે દનાનાં ક`ચિંતનેાની સાથે એનુ ઘણુંખરું સામ્ય છે અને મૂળમાં એકતા પણ છે, જે કશાસ્ત્રના અભ્યાસીઓએ જાણવા જેવાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249517
Book TitleKarmtattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Karma
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy