Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 15
________________ કર્માતા ૧૯૭ આત્માને ચોટેલા હોય છે, અને દ્રવ્ય કર્મ કહેવાય છે. જૈન દર્શનમાં જે અર્થ માટે “કેમ” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એ અર્થને માટે અથવા એને ભળતા અર્થને માટે જેનેતર દર્શનેમાં આ શબ્દ મળે છે: માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધમ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે. માયા, 'અવિદ્યા”, “પ્રકૃતિ આ ત્રણ શબ્દ વેદાંતમાં મળે છે. એને અર્થ લગભગ જૈન દર્શનના' “ભાવકમ” જેવો થાય છે. અપૂર્વ' શબ્દ મીમાંસા દર્શનમાં મળે છે. “વાસના” શબ્દ બૌદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે, પરંતુ વેગ દર્શનમાં પણ એને પ્રયોગ કરવામાં આવ્યો છે. “ધર્માધમ ', “અદષ્ટ અને સંસ્કાર ” આ ત્રણ શબ્દનો પ્રયોગ અન્ય દર્શનોમાં પણ મળે છે, પણ વિશેષ કરીને ન્યાય તથા વૈશેષિક દર્શનમાં દેવ’, ‘ભાગ્ય', “પુણ્ય–પાપ” વગેરે કેટલાય શબ્દો એવા છે કે જે બધાંય દર્શનેમાં સામાન્ય જેવા છે. જેટલાં દર્શને આત્મવાદી છે અને પુનર્જન્મને માને છે, એમને પુનર્જન્મની સિદ્ધિને માટે –એના સમર્થનને માટે–કમ માનવું જ પડે છે. કર્મનું સ્વરૂપ મિથ્યાત્વ, કષાય વગેરે કારણોથી પ્રેરાઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે “ક” કહેવાય છે. કર્મનું આ લક્ષણ ઉપર સૂચવેલ ભાવકર્મ તથા વ્યકમ બન્નેને લાગુ પડે છે, કેમકે ભાવકમ આત્મા કે જીવન વૈભાવિક પરિણામ છે, તેથી જીવ જ એને ઉપાદાનરૂપ કર્તા છે અને વ્યકમ, જે કામણુજાતિના સૂક્ષ્મ પુદ્ગલેને વિકાર છે, એને કત પણ નિમિત્તરૂપે જીવ જ છે. ભાવકર્મમાં દ્રવ્યકમ નિમિત્ત છે અને વ્યકમમાં ભાવકમ નિમિત્ત છે. આ રીતે આ બન્નેને આપસઆપસમાં બીજ અને અંકુરના જે કાર્યકારણ સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22