________________
કર્મતત્વ
૧૯૫
થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.' કર્મશાચ એ અધ્યાત્મશાસ્ત્રને અંશ છે .
અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ આત્માને લગતા વિષય સંબંધી વિચાર કરે, એ છે. તેથી એને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં એનું વ્યાવહારિક સ્વરૂપ પણ જણાવવું પડે છે. સવાલ એ થાય છે કે આત્માની આ દશ્યમાન અવસ્થાઓ જ એને સ્વભાવ કેમ નથી ? એટલા માટે અધ્યાત્મશાસ્ત્રને માટે એ જરૂરી છે કે એ પહેલાં આત્માના દશ્યમાન સ્વરૂપનું સમર્થન કેવી રીતે થાય છે, એ બતાવીને પછી જ આગળ વધે. આ જ કામ કર્મશાએ કર્યું છે. એ આત્માની દશ્યમાન બધી અવસ્થાઓને કમજન્ય કહીંને એમનાથી આત્માના જુદાપણાને સુચિત કરે છે. આ દષ્ટિએ કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રને જ એક અંશ છે.
જ્યારે એમ માલૂમ પડે છે કે ઉપરનાં બધાં રૂપ માયિક કે ભાવિક છે, તે આપોઆપ જિજ્ઞાસા થઈ આવે છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છેકર્મશાસ્ત્રનું કહેવું છે કે આત્મા એ જ પરમાત્મા છે, જીવ એ જ ઈશ્વર છે. આત્માનું પરમાત્મામાં મળી જવું, એનો અર્થ એ છે કે કર્મથી ઢંકાયેલ પોતાના પરમાત્મભાવને પ્રગટ કરીને આત્માનું પરમાત્મરૂપ બની જવું. જીવ પરમાત્માને અંશ છે એને અર્થ કર્મશાસ્ત્રની દષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા પ્રગટ થયેલી છે તે સંપૂર્ણ પરંતુ અવ્યક્ત (ઢંકાયેલ) ચેતનારૂપી ચંદ્રિકાને એક અંશ માત્ર છે. કમનું આવરણ દૂર થઈ જતાં ચેતના પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. એને જ ઈશ્વરપણું કે ઈશ્વરપણાની પ્રાપ્તિ સમજવી જોઈએ.
ધન, શરીર વગેરે બાહ્ય વિભૂતિઓમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત્ જમાં પણું માની લેવું, એ બાહ્ય દૃષ્ટિ છે. આ અભેદને શ્રમ, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org