Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 11
________________ કર્મ તત્ત્વ ૧૯૩ થઈ ગયા પછી કાર્ય પોતાની મેળે જ થવા માંડે છે. દાખલા તરીકે, એક માણસ તડકામાં ઊભો છે, ગરમ ગરમ વસ્તુ ખાય છે, અને ઇચ્છે છે કે તરસ ન લાગે; તે શું કઈ રીતે એની તરસ રેકાઈ શકે છે? ઈશ્વરકર્તવવાદીઓનું કહેવું છે કે ઈશ્વરની ઈચ્છાથી પ્રેરણા પામીને કર્મ તિપિતાનું ફળ પ્રાણીઓમાં પ્રગટાવે છે. આ વિષે કર્મવાદીઓ કહે છે કે કર્મ કરતી વખતે, એના આત્માના પરિણામ પ્રમાણે જીવમાં એવા સંસ્કાર પાઈ જાય છે કે જેથી પ્રેરાઈને કર્તા–જીવ કર્મના ફળને આપમેળે જ ભોગવે છે, અને કર્મ એના ઉપર પોતાનું ફળ પોતે જ પ્રગટાવે છે. જીવ અને ઈશ્વર વચ્ચે ભેદઅભેદ ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન; તો પછી એમની વચ્ચે અંતર જ શું છે? હા, એટલું અંતર હોઈ શકે કે જીવની બધી શક્તિઓ આવરણથી ઘેરાયેલી છે, અને ઈશ્વરની ઘેરાયેલી નથી. પણ જ્યારે જીવ પિતાનાં આવરણને દૂર કરી નાખે છે, ત્યારે એની બધી શક્તિઓ પૂર્ણરૂપે પ્રકાશી ઊઠે છે. પછી જીવ અને ઈશ્વર વચ્ચે વિષમતા કેવી? વિષમતાનું કારણ જે ઔપાધિક કર્મ છે, એ દૂર થઈ જવા છતાં પણ જે વિષમતા ચાલુ રહે તે પછી મુક્તિને જ શે અર્થ ? વિષમતાનું રાજ્ય સંસાર સુધી જ મર્યાદિત છે, આગળ નહીં, તેથી કર્મવાદ મુજબ એમ માનવામાં કઈ વાંધો નથી કે બધાય મુક્ત જીવ ઈશ્વર જ છે; કેવળ શ્રદ્ધાને આધારે એમ કહેવું કે ઈશ્વર એક જ હોવો જોઈએ, એ બરાબર નથી. પિતાના વિદતનું કારણ જીવ પોતે જ આ લેક કે પરલોક સાથે સંબંધ ધરાવતા કોઈ કામ માટે જ્યારે મનુષ્ય પ્રવૃત્તિ કરે ત્યારે એ તે સંભવતું જ નથી કે એને કઈ પણ જાતના વિદ્ધને સામને કર ન પડે. મનુષ્યને એટલે વિશ્વાસ હો જ જોઈએ કે ભલે હું જાણું શકું કે ન જાણું શકું, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22